Book Title: Adhyatmasara
Author(s): Sunandaben Vohra
Publisher: Sunandaben Vohra

View full book text
Previous | Next

Page 483
________________ તે પ્રશંસારૂપ શુદ્ધભાવનાનો વિરાટ રાશિ જાણે ઉછળીને આકાશમાં ચંદ્રમંડળ રૂપે આકાર લેતો હોય તેવું જણાય છે અને તે રાશિરૂપ ફીણમાંથી ઉડતા બિંદુઓ જ જાણે તારારૂપે પ્રકાશે છે. એવો અધ્યાત્મરસના ઉત્કૃષ્ટ રહસ્યોરૂપી તરંગોની પવિત્રતા કૈલાસ પર્વતોને પણ પવિત્ર કરે છે. [९४४] काव्यं दृष्टवा कवीनां हृतममृतमिति खःसदापानशङ्की । खेद धत्ते तु मूर्ना मूदुतरहृदयः, सज्जनो व्याधुते न ॥ ज्ञात्वा सर्वोपभोग्यं प्रसृमरमथ, तत्कीर्तिपीयूषपूरम् । नित्यं रक्षापिधानानियतमतितरां, मोदते च स्मितेन ॥ ११ ॥ મૂલાર્થ : અત્યંત કોમળ હૃદયવાળા સજ્જન પુરુષો કવિઓના કાવ્યને જોઈને ““દેવોનું અમૃત જાણે હરણ કર્યું એ રીતે અમૃતપાનની શંકાવાળા થઈને મસ્તક કંપાવી ખેદને ધારણ કરે છે. અને તે કાવ્યની કીર્તિરૂપી અમૃતનો સમૂહ સર્વને ઉપભોગ કરવા યોગ્ય તથા પ્રસાર પામતો જાણીને સદા રક્ષા અને વિધાનના અનિયતપણાને જાણીને અત્યંત હાસ્યવડે હર્ષ પામે છે. ભાવાર્થ : સજ્જનોના હૃદયની ઉદારતા પણ આશ્ચર્ય ઉપજાવે છે. અધ્યાત્મગ્રંથની રસમય રચના જોઈને સજ્જનોને સ્વયં વિચાર થઈ પડ્યો કે આ અમૃત તો અમે ચોરી લીધું હવે આ દેવો શું પીશે? જાણે કવિની કળાની અહીં મર્યાદા આવી ગઈ. પરંતુ વિચક્ષણ એવા એ સકવિઓને ફુરણા થઈ કે આ ગ્રંથરચનાની કીર્તિનું, પ્રસિદ્ધિનું અમૃતરૂપી પૂર માત્ર અમને જ નહિ પણ દેવોને માનવોને સૌને માણી શકાય તેવું છે. આ તો અમૃતસાગર છે. હવા-પાણીની જેમ સૌનું છે. ત્યારે તે સજ્જનો આનંદિત થઈ ઊઠ્યા. [९४५] निष्पाद्य श्लोककुम्भं निपुणनयमृदा, ગુજરાઃ વીદ્રાઃ | दाटूर्य चारोप्य तस्मिन् किमपि परिचयात्, सत्परीक्षार्कभासाम् ॥ ૪૫૮ : અધ્યાત્મસાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 481 482 483 484 485 486 487 488 489 490