Book Title: Adhyatmasara
Author(s): Sunandaben Vohra
Publisher: Sunandaben Vohra

View full book text
Previous | Next

Page 489
________________ મોક્ષ છે કે નહિ ? એ પૂછનાર અને કહેનાર જીવ હોય. જડ પુદ્ગલ પદાર્થને ક્યારેય આવો પ્રશ્ન થાય નહિ અને પૃચ્છા કરે નહિ કે મોક્ષ છે કે નહિ. તો જો મોક્ષ દેખાડી શકાતો નહિ હોય તો પ્રશ્ન કર્તાને મોક્ષની સિદ્ધિ કેમ કરીને કરાવવી ? જીવ માત્ર જીવન જીવે છે. એના જીવનથી એની માંગ નક્કી થાય છે. મોક્ષને ન માનનાર અને ન સમજનાર તથા પરમાત્માને ન માનનાર, ન સ્વીકારનાર કે ન સમજનારની પણ માંગ જો તપાસીશું તો જણાશે કે જીવ માત્રની માંગ તો મોક્ષની જ છે. પરમાત્મ તત્ત્વની જ છે. કેવું આશ્ચર્ય ! પોતે જીવન જીવતો હોય અને ન માને એનું જ નામ અજ્ઞાન ! અજ્ઞાનનું આશ્ચર્ય આવું જ હોય ! અજ્ઞાનનો અર્થ અધ્યાત્મક્ષેત્રે ભણ્યો નથી એટલે કે અભણ નિરક્ષર એવો ન થાય. એમ હોત તો આપણા મુનિ-મહાત્મા સંતો અજ્ઞાની જ ઠરત. તેઓ રેડિયો-ટીવી-ટેલિફોન કે મોટર મિકેનિક બની શકે ? આપણે હજુય કદાચ બની શકીએ. અજ્ઞાનનો અર્થ એવો નથી. અજ્ઞાનનો અર્થ એ છે કે જે જીવન જીવીએ છીએ એનું સ્વરૂપ જાણતાં નથી. - જ્ઞાનનું સાચું સ્વરૂપ છે એ જ જીવની માંગ છે. એવો કયો જીવ છે, કે જેની માંગ ચૈતન્યતાની, સ્કૂર્તિની, સ્વાધીનતાની, નિત્યતાની, અખંડિતતાની, અવિકારીતાની, પૂર્ણતાની-સત્યમ-શિવમ્-સુન્દરમ્ની નથી ? સમ્યગુજ્ઞાન એ જોડાણ (Connection) છે અને સમ્યગુ દર્શન એ સંધાણ છે. ભાષાપ્રયોગથી અનિત્યને અનિત્ય કહેવું એ માત્ર સમ્યગુજ્ઞાન છે કે જ્યારે અનિત્યને અનિત્ય જાણી એનાથી છૂટતાં જવું, એ પ્રતિ વૈરાગ્યભાવના જાગવી અને જે નિત્ય છે તેને નિત્ય જાણી તેનાથી જોડાઈ જવું તે સમ્યગદર્શન છે, અનિત્યમાં નિત્યબુદ્ધિ એ રાગ અને અજ્ઞાન છે. (પંડિત પાલાલ ગાંધીલિખિત સૈકાલિક આત્મવિજ્ઞાન ગ્રંથમાંથી સાભાર) ૪૬૪ : અધ્યાત્મસાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 487 488 489 490