Book Title: Adhyatmasara
Author(s): Sunandaben Vohra
Publisher: Sunandaben Vohra

View full book text
Previous | Next

Page 486
________________ [९४८] यत्कीर्तिस्फूर्तिगानावहितसुरवधू - वृन्दकोलाहलेन । प्रक्षुब्धस्वर्गसिन्धोः पतितजलभरैः क्षालितः शैत्यमेति ॥ अश्रान्तभ्रान्तदाहगणकिरणैः, स्तापवान् स्वर्णशैलो । भ्राजन्ते ते मुनीन्द्रा नयविजयबुधाः, सज्जनवातधुर्याः॥१५॥ મૂલાર્થઃ વિશ્રામરહિત ભ્રમણ કરતાં મનોહર પ્રહસમૂહનાં કિરણો વડે તાપ પામેલો મેરૂ પર્વત તે ગુરુની કીર્તિના વિસ્તારનું ગાન કરવામાં સાવધાન એવી દેવાંગનાઓના સમૂહના કોલાહલવડે ક્ષોભ પામેલી સ્વર્ગ ગંગામાંથી પડેલા જળના પ્રવાહથી ક્ષાલિત થયો છતો શીતળતાને પામે છે, તે સજ્જનોના સમૂહમાં અગ્રેસર નયવિજય નામના પંડિત મુનિરાજ શોભે છે. ભાવાર્થ : સજ્જનોની – અનુભવીની સ્તુતિ કર્યા પછી ગ્રંથકાર હવે ઉપકારી ગુરુમહારાજની સ્તવના કરે છે. ગુરુ મહારાજ એ તો સજ્જનોના પણ અગ્રેસર છે. એ ગુરુ મહારાજ નયવિજયજી પંડિત મુનિશ્વર સ્વયં પોતાના યશ વડે શોભે છે. વિશ્રામ રહિત ભમતા સૂર્યાદિકનાં કિરણોવડે મેરૂ પર્વત તત થયેલો છે. યશોવિજયજીના આ અધ્યાત્મના મધુર સ્વરવડે યુક્ત ગીત પ્રબંધના ધ્વનિનું દેવાંગનાઓએ શ્રવણ કર્યું ત્યારે તેમના આલાપથી ક્ષોભ પામીને સ્વર્ગગંગાનો પ્રવાહ મેરૂ પર્વત પર ઊતરી આવ્યો, અને તમાયમાન થયેલો તે મેરૂ શીતળતા પામ્યો. તેમ આ અધ્યાત્મરસનો પ્રવાહ સંસારના સંતપ્ત જીવોને શીતળતા આપનારો થયો. સજ્જનોને તો તેનો અમૃત આસ્વાદ મળ્યો હતો, દુર્જનો તથા અજ્ઞજનો પણ આ જ્ઞાનગંગાના જળપ્રવાહનું સિંચન પામી જળના સ્નાનથી ગ્રીષ્મઋતુમાં શીતળતાનો અનુભવ કરે તેમ અંતરંગ શીતળતા અનુભવવા લાગ્યા. [९४९] चक्रे प्रकरणभैत-त्पदसेवापरो यशोविजयः । अध्यात्मधृतरुचीना - भिदमानन्दावहं भवतु ॥ १६ ॥ મૂલાઈ : તે ગુરુના ચરણની સેવા કરવામાં તત્પર યશોવિજયે આ પ્રકરણ રચ્યું છે. આ પ્રકરણ અધ્યાત્મને વિષે જેની રુચિ અથ પ્રશસ્તિ (સજનસ્તુતિ) : ૪૬૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 484 485 486 487 488 489 490