Book Title: Adhyatmasara
Author(s): Sunandaben Vohra
Publisher: Sunandaben Vohra

View full book text
Previous | Next

Page 484
________________ એવી અવિનમાં ની આ કૃતિઓને पक्वं कुर्वन्ति बाढं गुणहरणमति પ્રવનોદ- || ज्वालामालाकराले खलजनवचन વાગઢે નિવેશ્ય / ૧૨ છે મૂલાર્થ : કુંભકારરૂપી વીંદ્રો નિપુણ નયરૂપી માટીવડે શ્લોકરૂપી ઘડાઓને બનાવીને તેને સપરીક્ષારૂપી સૂર્યકિરણોના પરિચયથી કાંઈક દઢપણું કરીને પછી ગુણોને હરણ કરનારી બુદ્ધિવડે જાજ્વલ્યમાન એવી દોષદૃષ્ટિરૂપી જ્વાળાના સમૂહથી ભયંકર એવા બળ પુરુષના વચનરૂપ અગ્નિમાં નાંખીને અત્યંત પક્વ બનાવે છે. ભાવાર્થ ઃ હવે અહીં આ કૃતિઓને સુંદર ઉપમા આપે છે. જેમ કુંભાર માટીમાંથી વિવિધ ઘડા ઘડે છે. પછી તેને ઉખા આપીને પાકા બનાવે છે, અને આખરે અગ્નિમાં તપાવીને તેને પનિહારીના મસ્તક ઉપર ચઢે તેવા શોભાયમાન કરે છે, તેમ આ સકવિઓ અનેક નય નિક્ષેપા વડે, સ્યાદ્વાદરૂપી અપેક્ષિત શૈલી વડે, અનેકધર્મોને દર્શાવતા અનેકાંતવડે શ્લોકોની રચના કરી. પછી તેને ગુણદોષની પરીક્ષામાંથી પાર ઉતારે છે. અને તે પછી દોષને બાળીને કેવળ શોભાયમાન એવા ગુણોને પ્રગટ કરે છે. જે દુર્જનોને પણ ઉપકારી બને છે. [९४६] इक्षुद्राक्षारसौधः कविजनवचनं, दुर्जनस्याग्नियन्त्रात् । नानार्थद्रव्ययोगात्समुपचितगुणो, मद्यतां याति सद्यः ॥ सन्तः पीत्वा यदुच्य॒दधति हृदि मुदं, धूर्णयन्त्यक्षियुग्मम् । स्वैरं हर्षप्रकर्षादपि च विदधते नृत्यगानप्रबन्धान् ॥ १३ ॥ મૂલાર્થ : કવિજનના વચનરૂપી ઈશુ અને દ્રાક્ષના રસનો સમૂહ દુર્જનના મુખરૂપી અનિયંત્રમાંથી વિવિધ પ્રકારના અર્થરૂપી દ્રવ્યોનાં સંયોગ વડે ગુણની વૃદ્ધિ પામીને તત્કાળ મધરૂપ બને છે. તે મધનું પાન કરીને સત્પરુષો હૃદયમાં અત્યંત હર્ષ પામે છે, બંન્ને નેત્રોને ઘુમાવે છે, અને સ્વચ્છંદપણે અધિક હર્ષને લીધે નૃત્ય અને ગાયનના પ્રબંધને કરે છે. અથ પ્રશસ્તિ (સજ્જનસ્તુતિ) : ૪૫૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 482 483 484 485 486 487 488 489 490