Book Title: Adhyatmasara
Author(s): Sunandaben Vohra
Publisher: Sunandaben Vohra

View full book text
Previous | Next

Page 485
________________ ભાવાર્થ કવિ-સજ્જનોના અધ્યાત્મ વચનોની શી ઉપમા આપવી ? જગતમાં શેરડી અને દ્રાક્ષના રસની મધુરતા પ્રચુર હોય છે. દુર્જનો કે જેમને આ અધ્યાત્મરસમાં કડવાશ લાગતી હતી. તેમના મુખમાં આ મધુર વચનોને મૂકવાથી તેઓમાં પણ ગુણવૃદ્ધિ થઈ અથવા ભલેને તે દુર્જનો પણ આ વચનો સાંભળે, તેમનામાં પણ ગુણવૃદ્ધિ થશે. એ જોઈને સજ્જનો આનંદથી નાચવા લાગ્યા. [९४७] नव्योऽस्माकंप्रबन्धोऽप्यनणुगुणभृतां, सज्जनानां प्रभावात् । विख्यातः स्यादितिमे हितकरण विधौ, प्रार्थनीया न किं नः॥ निष्णाता वा स्वतस्ते रविरुचया इवा-म्भोरुहाणां गुणानाम् । उल्लासेऽपेक्षणीयो न खलु पररुचेः, क्वोपि तेषां स्वभावः॥१४॥ મૂલાર્થ : આ અમારી રચના નવીન છતાં પણ મોટા ગુણોને ધારણ કરનારા સજ્જનોના પ્રભાવથી ખ્યાતિ પામે, માટે શું હિત કરવાની વિધિમાં તે સજ્જનો અમારે પ્રાર્થના કરવા લાયક નથી ? છે જ. અથવા તો કમળોને પ્રફુલ્લિત કરવામાં સૂર્યનાં કિરણોની જેમ ગુણોનો ઉલ્લાસ કરવામાં તે સજ્જનો સ્વયમેવ વિચક્ષણ છે. કેમ કે તે સપુરુષોનો સ્વભાવ કદાપિ અજનની ઇચ્છાની અપેક્ષા રાખતો નથી. ભાવાર્થ : ગ્રંથકાર કહે છે કે અમારી ગ્રંથરચના નવીન નથી છતાં અધિક જ્ઞાનવાળા પુરુષો દ્વારા તેનો મહિમા વધશે. અમે તો અમારા શ્રેય માટે આ ગ્રંથ રચના કરી છે. તેઓ આનો મહિમા ગાય, પ્રસિદ્ધિ આપે તેવી પ્રાર્થના કરવી જરૂરી છે ? વાસ્તવમાં તો સૂર્યનાં કિરણોથી કમળો જેમ ખીલી ઊઠે છે. તેમ ગુણ વિકાસમાં તે સત્પરુષો સ્વયે ઉદ્યમવંત છે. તેઓ હંમેશાં સૌના કલ્યાણ માટે તત્પર છે તેને શું અમારે અમારા શ્રેય માટે પ્રાર્થના કરવાની હોય ! તેઓ પણ અધ્યાત્મવચનોની પ્રીતિ અને ભક્તિવાળા છે. એથી અમને પૂર્ણ શ્રદ્ધા છે કે તેઓ આ ગ્રંથનો મહિમા કરશે. ૪૬૦ : અધ્યાત્મસાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 483 484 485 486 487 488 489 490