Book Title: Adhyatmasara
Author(s): Sunandaben Vohra
Publisher: Sunandaben Vohra

View full book text
Previous | Next

Page 481
________________ [९४१] स्नात्वा सिद्धान्तकुण्डे विधुकरविशदा-ध्यात्मपानीयपूरैः । तापं संसारदुःखं कलिकलुषमलं, लोभतृष्णां च हित्वा ॥ जाता ये शुद्धरुपाः शमदमशुचिता चन्दनालिप्तगात्राः । शीलालङ्कारसाराः सकलगुणनिधीन सज्जनाँस्तानमामः ॥ ८ ॥ મૂલાર્થઃ ગ્રંથકર્તારૂપી મેઘ પદ્યબંધ કરીને વિપુલ રસના સમૂહને વરસાવે છે, અને સારી પરિણતિવાળા હૃદયરૂપી સરોવરને આ મેઘ વૃષ્ટિમાં વેગવાળાં પ્રેમનાં પૂરવડે પૂર્ણ કરે છે; તથા ગુણોને વિષે અત્યંત દ્વેષ કરનારા દુર્જનોના હૃદય બંધનો ત્રુટી જાય છે, અને તત્ત્વ જાણનારાના નેત્રમાંથી પ્રેમરસના પરવશપણાને લીધે પ્રેમાશ્રુજળ નીકળે છે, એ આશ્ચર્ય છે. ભાવાર્થ : આ શાસ્ત્રની પ્રશસ્તિમાં ચાર પદવાળા શ્લોકની રચના એક ધારા પ્રવાહવાળી છે. તેમાંથી સત્યવિઓ, સજ્જનો શાંત રસપ્રતિપાદક બોધનો ધારાબદ્ધ વિસ્તાર કરે છે. વળી નિર્દોષ મનવડે છેવટ સુધી તેને યોગ્ય ન્યાય આપેલો છે. તેથી વિરોધી જનોની કે દુર્જનોની તેને જોતાં કે વિચારતા ઉત્કટતા શમે છે. તેમના વિરોધનું બળ તૂટી જાય છે. તેઓ ત્યાં ટકી શકતા નથી. પણ આ અધ્યાત્મશાસ્ત્રોને નેત્રયુગલ વડે જોતાં પરમાર્થને જાણનારાને હૃદયનો નિર્મળ પ્રેમ ઉછળે છે. તેમના નયનો હર્ષાશ્રુથી ઉભરાય છે. કેવું આશ્ચર્ય છે કે એક જ સાધન પાત્ર જીવોને અમૃત સમાન નિવડે છે. અને અપાત્રને તે સાધન વિષરૂપે દેખાય છે, તેમાં સાધનનો દોષ નથી પણ દૃષ્ટિનો વિકાર છે. મધુપ્રમેહના દર્દીને સાકરનો ઉપયોગ હાનિ કરે છે. અને સશક્તને પુષ્ટિ આપે છે. તેમાં સાકરનો શું દોષ ? [९४२] पाथोदः पद्यवन्धैर्विपुलरसभरं, वर्षति ग्रथनकर्ता । प्रेम्णां पुरैस्तु चेतः सर इह सुहृदां, प्लाव्यते वेगवद्भिः ।। त्रुट्यन्ति स्वान्तबन्धः पुनरसमगुण- द्वेषिणां दुर्जनानाम् । चित्रं भावज्ञनेत्रात् प्रणयरसवशात्, निःसरत्यश्रुनीरम् ॥ ९ ॥ મૂલાર્થ સતકવિઓના ઊંચા પ્રકારના ગ્રંથના ભાવાર્થને વિસ્તારવાથી ૪૫૬ : અધ્યાત્મસાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 479 480 481 482 483 484 485 486 487 488 489 490