Book Title: Adhyatmasara
Author(s): Sunandaben Vohra
Publisher: Sunandaben Vohra

View full book text
Previous | Next

Page 474
________________ પ્રબંધ ૭મો અધિકાર ૨૧મો અથ પ્રશસ્તિ (સજ્જનસ્તુતિ) રત્નત્રયાદિ ગુણોને પ્રાપ્ત અનુભવી સાધકોની સર્જનોની સ્તુતિ કરવામાં આવે છે. [९३४] येषां कैरवकुन्दवृन्दशशभृत् कर्पूरशुभ्रा गुणाः । मालीन्यं व्यपनीय . चेतसि नृणां वैशयमातन्वते ॥ सन्तःसन्तु मयि प्रसन्नमनस-स्ते केऽपि गौणीकृत स्वार्था मुख्यपरोपकारविधयोत्युच्छृङ्खलःकिं खलैः ॥ १ ॥ મૂલાર્થ : જેના કૈરવ અને કુંદનાં પુષ્પો જેવા ચંદ્ર તથા કપૂરની જેવા ઉજ્વળ ગુણો મનુષ્યોના ચિત્તમાં મલિનતાને દૂર કરી નિર્મળતાને વિસ્તારે છે, તે સ્વાર્થને ગૌણ કરનારા અને પરોપકારની વિધિને મુખ્ય ગણનારા કોઈક પુરુષો મારા પર પ્રસન્ન મનવાળા થાઓ. ઉદ્ધત એવા ખળ પુરુષો વડે શું ? (ખળ પુરુષોનું શું પ્રયોજન છે ?) કાંઈ જ નહીં. ભાવાર્થ : ગ્રંથકારે ગ્રંથનો પ્રારંભ અધ્યાત્મ માહાસ્યથી કર્યો હતો, અને તેની ઈતિશ્રી અધ્યાત્મની પાત્રતાવાળા ગુણીજનોની સ્તુતિથી કરે છે. કારણ કે “ઉત્તમ સંગે ઉત્તમતા વધે” ગુણીજનોના ગુણની પ્રશસ્તિ, પ્રશસ્તભાવે કરેલી પ્રીતિ પણ સાધકને અધ્યાત્મરસની વૃદ્ધિ કરે છે. તે પ્રશસ્ત, સત્પરુષો કેવા છે ? આ સત્પરુષોનું જીવન નિઃસ્વાર્થ છે. તેમના ચિત્તની નિર્મળતા કોઈ પ્રત્યે લેવાદેવાની સ્વાર્થજનિત વૃત્તિને પેદા કરતી નથી. વળી નિષ્કારણ કરૂણાશીલ એવા તે સત્પરુષોને પરોપકાર સહજપણે પ્રગટ થયો છે. તેમના જીવનમાં તપ ત્યાગથી થયેલી સિદ્ધિઓ પણ પરોપકાર માટે જ હોય છે. જેમ ધર્મપ્રેમી ધનિકને પ્રભાતે નિદ્રામુક્ત થતાં ચિત્તમાં ભાવ ઊઠે કે આજનો દિવસ તનથી ધનથી કે મનથી અન્ય માટે પરોપકાર માટે યોજાય. તેમ સપુરુષોની પરોપકારવૃત્તિ અથ પ્રશસ્તિ (સજ્જનસ્તુતિ) : ૪૪૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490