Book Title: Adhyatmasara
Author(s): Sunandaben Vohra
Publisher: Sunandaben Vohra

View full book text
Previous | Next

Page 477
________________ મેળે જ જાણવાથી નિઃસાર માને છે, અને ગંભીર અર્થ કહેવામાં કઠિનતાનો દોષ આપે છે. તેથી કરીને એવો ક્યો ગુણ, ક્યો સત્કવિ અને ક્યું કાવ્ય હોય ? કે જે આવા પ્રકારની સ્થિતિને ઉચ્છેદ કરનારી બુદ્ધિને સત્પુરુષોની નિયત વ્યવસ્થા જોવાથી હરણ કરે. ભાવાર્થ : આંખે કમળો હોય તો પીળું દેખાય. મોતિયો હોય તો ઝાંખું દેખાય. કાળાં ચશ્માંથી જુએ તો કાળું દેખાય. તેમ કહે છે કે જેને શાસ્ત્રોક્ત કથનમાં રુચિ નથી. સત્પુરુષોની વાણીમાં આદર નથી, તેવા ક્ષુદ્રજનો જ્યારે ગદ્ય કે પદ્ય રચનાના શાસ્ત્રાર્થને સાંભળે છે, ત્યારે જો અત્યંત સુગમ અને સરળ પદ્ધતિવાળા હોય તો કહે છે કે ‘આ પ્રવચન આદિમાં કંઈ સાર નથી. તદ્દન તુચ્છ અને નિઃસાર છે.' વળી જો શાસ્ત્રના ગૂઢાર્થની કે સૂક્ષ્મ ભાવાર્થની રચનાવાળી વાણી સાંભળે તો તેને તે કઠિન લાગે છે. અને તેથી તેને તે નિરૂપયોગી જણાય છે. અને કહે છે એ શાસ્ત્રોની શૈલી કઠણ છે. હવે સરળ છે તે ક્ષુદ્ર લાગે, ગૂઢાર્થ કઠિન લાગે તો ક્યો ગ્રંથકાર કે સજ્જન તેનું સમાધાન કરે ? પ્રાકૃતમાં સમજાય નહિ, ગુજરાતીમાં ક્ષુદ્ર લાગે, ત્યારે ભાઈ તારે માટે કઈ ભાષા નિર્માણ કરવી ? જેને ધર્મમાર્ગે જવું નથી, ગુણો પ્રત્યે પ્રીતિ નથી તેની દોષારોપણ યુક્ત બુદ્ધિનું સમાધાન કોણ કરે ? છતાં સત્પુરુષોની શુદ્ધ પરંપરા શાસ્ત્રના સિદ્ધાંતોના મહિમા દ્વારા તેનું નિવારણ કરવા સમર્થ છે. [૨૬] અધ્યાત્મામૃતર્ષિળીતિ થા-માપીય સન્તઃ સુચન્દ્ર | गाहन्ते विषमुद्गरन्ति खलाः, वैषम्यमेतत्कुतः ॥ नेदं चाद्भुतमिन्दुदीधितिपिबाः प्रीताश्चकोरा भृशम् । किं न स्युर्बत चक्रवाकतरुणाः त्वत्यन्तखेदातुराः ॥ ५ ॥ મૂલાર્થ : અધ્યાત્મરૂપી અમૃતની વૃષ્ટિ કરનારી કથાનું પાન Jain Education International " ૪૫૨ : અધ્યાત્મસાર For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490