Book Title: Adhyatmasara
Author(s): Sunandaben Vohra
Publisher: Sunandaben Vohra

View full book text
Previous | Next

Page 475
________________ અન્યને પણ પ્રેરણારૂપ બને છે. અનેક પ્રકારના ગુણોરૂપી પુષ્પોના સમૂહથી જેમનું જીવન સુવાસિત છે, તેઓનો સંપર્ક પણ મનુષ્યોના ચિત્તની મલિનતાને દૂર કરી નિર્મળતાનો પ્રસાર કરે છે. તેવા સપુરુષો મારા પર પ્રસન્ન થાઓ. સંતુષ્ટ થાઓ. પછી આ જગતમાં ધર્મમર્યાદાથી રહિત દુર્જનોની અસ્તિનો કે તેમની અપ્રસન્નતાનો મને ભય નથી. [९३५] ग्रन्थार्थान् प्रगुणीकरोति सुकविः, यत्नेन तेषां प्रथा मातन्वन्ति कृपाकटाक्षलहरी-लावण्यतः सजनाः ॥ माकन्दद्रुममञ्चरी वितनुते, चित्रा मधुश्रीस्ततः । सौभाग्यं प्रथयन्ति पञ्चमचम-त्कारेण पुंस्कोकिला ॥ २ ॥ મૂલાઈ : સતકવિ યત્નવડે ગ્રંથના અર્થોને સરલ (તૈયાર) કરે છે, પણ તેમની ખ્યાતિ તો સજ્જનોની કૃપાકટાક્ષની લહરીના લાવણ્યથી વિસ્તાર છે. જેમ સુંદર વસંત ઋતુની લક્ષ્મી આમ્રવૃક્ષની મંજરીને વિસ્તારે છે, પણ તેના સૌભાગ્યને તો કોકિલ પક્ષીઓ પંચમ સ્વરના ચમત્કારવડે સર્વત્ર પ્રસિદ્ધ કરે છે. ભાવાર્થ : જેમ વસંતઋતુના આગમનથી આમ્રવૃક્ષ મહોર-મંજરીની શોભાથી વૃદ્ધિ પામે છે. છતાં તેની શોભાની વાસ્તવિક્તા, પ્રચુરતા તો કોકિલ પક્ષીઓના મધુર સ્વરથી જનસમુહમાં પ્રસિદ્ધિ પામે છે. તે પ્રમાણે શુદ્ધ ધર્મને વરેલા કવિ, શાસ્ત્રના સૂક્ષ્મ તત્ત્વને જાણતા પંડિતો ગૂઢાર્થને પ્રગટ કરે છે. તે ગૂઢાર્થથી ભરપૂર ગ્રંથોની પ્રસિદ્ધિ સજ્જનો કે સતપુરુષના અનુગ્રહથી, નિર્મળ દૃષ્ટિના લક્ષ્યવડે, અનુભવવડે પરિણામ પામેલા બોધની શ્રેણીવડે, તથા અત્યંત આદરવડે તેનો પ્રસાર કરે છે. [९३६] दोषोल्लेखविषः खलाननबिलादु-त्थाय कोपाज्ज्वलन् । जिह्वाहिँननु के गुणं न गुणिनां, बालं क्षयं प्रापयेत् ॥ न स्याच्चेत्प्रबलप्रभावभवनं दिव्यौषधिः सनिधौ । शास्त्रार्थोपनिषद्विदां शुभहृदां, कारुण्यपुण्यप्रथा ॥ ३ ॥ મૂલાર્થ : જો શાસ્ત્રાર્થના ઉપનિષદને જાણનારા અને શુભ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490