Book Title: Adhyatmasara
Author(s): Sunandaben Vohra
Publisher: Sunandaben Vohra

View full book text
Previous | Next

Page 441
________________ મૂલાર્થ: તેથી કરીને શુદ્ધનયનો આશ્રય કરનાર પુરુષે પ્રથમ વ્યવહારનયનો નિશ્ચય કરીને પછી આત્મજ્ઞાનને વિષે આસક્ત થઈ ઉત્કૃષ્ટ એવી સમતાનો આશ્રય કરવો. ભાવાર્થઃ વસ્તુના સ્વરૂપને યથાર્થ રીતે પ્રતિપાદન કરનાર શુદ્ધનય છે, તેને ગ્રહણ કરીને તથા ક્રિયાની વિધિનો અને નિશ્ચયનો યથાર્થ નિશ્ચય કરનાર વ્યવહારનય છે, તેને ગ્રહણ કરીને આત્મજ્ઞાનમાં આસક્ત થવું. આત્મ સ્વરૂપને જાણવામાં પ્રસન્ન ચિત્તે સમતાના સ્વભાવનો આશ્રય કરવો. આમ નિશ્ચય અને વ્યવહાર એ બંને નયોનો યથાર્થ ઉપદેશ આપી આચાર્યે સમજાવ્યું કે નિશ્ચય અને વ્યવહાર બંનેના ઉપર પ્રીતિવાળા થવું તે મોક્ષસાધનાનો વાસ્તવિક ઉપાય છે. સાધકઅવસ્થામાં શક્યનો આરંભ તે વ્યવહારનય છે. નિશ્ચયનું લક્ષ્ય એ કર્તવ્ય છે. અર્થાતુ નિશ્ચયનય અને વ્યવહારનય રથના બે ચક્રો જેવા છે. રથ ગતિ કરે ત્યારે તેના બંને ચક્રો સાથે ચાલે છે તેમ જ્યાં સુધી આત્મદશા નયાતીત ન હોય ત્યાં સુધી બંને નય સંભવિત છે. સાધકની ભૂમિકા પ્રમાણે તેમાં ગૌણ મુખ્યતા થાય. જેમકે શ્રેણિની અવસ્થામાં આવશ્યકાદિ ક્રિયાનો વ્યવહાર ગૌણ થાય. તેની નીચેની દિશામાં તે વ્યવહારની આવશ્યકતા રહે છે. સાતમા ગુણસ્થાનકની દશામાં પ્રતિક્રમણ જેવી ક્રિયાનો વિકલ્પ ન હોય પણ છઠ્ઠામાં તે ક્રિયાઓની સંભાવના છે. આમ બંને નય સાથે રહે છે. બંનેમાંથી એકને જ મુખ્ય કરનાર નયાભાસી બને ઈતિ આત્મજ્ઞાનાધિકાર પૂર્ણ ૪૧૬ : અધ્યાત્મસાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490