Book Title: Adhyatmasara
Author(s): Sunandaben Vohra
Publisher: Sunandaben Vohra

View full book text
Previous | Next

Page 461
________________ મૂલાર્થ : જ્યારે મન એક પદાર્થનો આશ્રય કરીને તે વિના બીજું કાંઈ પણ ચિંતવે નહીં, ત્યારે જેને ઈધન પ્રાપ્ત થયાં નથી એવા અગ્નિની જેમ તે મન (પરિણામ) શાંત થાય છે. - ભાવાર્થ : તે કેવી રીતે તે કહે છે કે જેમ અગ્નિને બંધન ન મળે તો તે શાંત થાય છે તેમ ચિત્ત જ્યારે એક જ અવલંબનમાં સ્થિર થાય છે, ચિત્તમાં કંઈ પણ વિકલ્પ ન ઊઠે ત્યારે ચિત્ત પણ શાંત થઈ જાય છે કારણ કે તેને વિકલ્પોનું કારણ મળતું ન હોવાથી સ્વયે શાંત થઈ જાય છે. [९०६] शोकमदमदनमत्सर-कलहकदाग्रहविषादवैराणि । લીયને શત્તહરામનુમવ વાત્ર સાક્ષી નઃ || ૧ // મૂલાર્થ : શાંત હૃદયવાળાના શોક, મદ, કામ મત્સર, કલહ કદાગ્રહ વિષવાદ અને વૈર એને સર્વે ક્ષીણ થાય છે. આ બાબતમાં અમારો અનુભવ જ સાલીરૂપ છે. ભાવાર્થ : અહો ! ગ્રંથકારે આ શ્લોકમાં અનુભવવાણી ઉચ્ચારી છે, કે વિકલ્પ રહિત શાંત ચિત્તવાળા યોગીને શોકાદિ સર્વ પ્રકારના વિભાવ ક્ષીણ થાય છે. તેમ અમારો (શાસ્ત્રકાર - યોગીઓનો) અનુભવ છે. યોગીઓને જગતના જીવો સાથે રાગાદિ સંબંધ ન હોવાથી તેમના વિયોગનો શોક ઊપજતો નથી. કષાયોનો પરિહાર થયો હોવાથી મદ કે કામ ઉત્તેજિત થતો નથી. અન્ય જીવો સાથે સમભાવ હોવાથી તેમના પ્રત્યે દ્વેષ કે અહં પેદા થતા નથી. કોઈ પદાર્થમાં મારાપણાનો ભાવ ન હોવાથી કલેશ થતો નથી. શુભ હો, અશુભ હો ચિત્તમાં કોઈ આકાંક્ષા ન હોવાથી આગ્રહ પણ નથી અને કોઈ સાથે મત ભેદ ન હોવાથી યોગી સદાય વિખવાદ રહિત પ્રસન્ન છે, તે અનુભવસિદ્ધ છે. [९०७] शान्ते मनसि ज्योतिः, प्रकाशते शान्तमात्मनः सहजम् । મમ્મીમવત્રવિદ્યા, મોદદ્ધાન્ત વિનયતિ ૧૨ મૂલાર્થ : મન શાંત થયે છતે આત્માની સ્વાભાવિક અને શાંત જ્યોતિ પ્રકાશે છે. અવિદ્યા ભસ્મીભૂત થાય છે અને મોહરૂપી ૪૩૬ : અધ્યાત્મસાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490