________________
અધ્યાત્માનપ્રવેશિક પ્ર. ૫ઃ અમને તો આકુળતામાં પણ દુઃખ લાગતું નથી, સુખ જ લાગે
છે. ઉ. : જેમ કોઈએ સોનું કદાપિ જોયું ન હોય તો તે પિત્તળને જ સોનું
માને પણ પિત્તળ તે પિત્તળ છે અને સોનું તે સોનું છે, તેમ ઈન્દ્રિયસુખ તે ઇન્દ્રિયસુખ છે અને અતીન્દ્રિય (આત્મિક) સુખ તે અતીન્દ્રિય સુખ છે. જ્યાં આત્મિક સુખનો અનુભવ નથી ત્યાં ઇન્દ્રિયસુખને સાચું સુખ માનવાની અશાનજાનિત પ્રવૃત્તિ મટતી નથી. છેલ્લે દેહ અને ઇન્દ્રિયો ક્ષીણ થાય ત્યારે ઈન્દ્રિયસુખની પ્રાપ્તિ થઈ શક્તી નથી તેથી વૃદ્ધાવસ્થા અને મૃત્યુ સમયે જગતના જીવો પરવશતા અને અત્યંત
ખેદખિન્નતાનો જ અનુભવ કરે છે. પ્ર. ૬ઃ તો સાચું સુખ શું છે? ઉ. : જે અપૂર્વ છે, આત્મિક છે, વિષય-નિરપેક્ષ છે, અનુપમ છે,
અનંત છે અને હાનિવૃદ્ધિ વગરનું છે તે સુખ સાચું છે. આવો
નિશ્ચય વિવેકી પુરુષોએ કરવા યોગ્ય છે. પ્ર. ૭ઃ આવો નિશ્ચય કરવાથી શો ફાયદો? ઉ. : આવો નિશ્ચય કરવાથી શાશ્વત આનંદના માર્ગ પ્રત્યેવળવાની
યોગ્યતા આવે છે અને ક્રમે કરીને શાશ્વત આનંદની પ્રાપ્તિ થઈ
શકે છે. પ્ર. ૮: અમને આ વાતની પ્રત્યક્ષ પ્રતીતિ કેવી રીતે થઈ શકે? ઉ. : શાશ્વત આનંદની પ્રાપ્તિની શરૂઆત આત્મિક ગુણોના ક્રમિક
વિકાસથી થાય છે. વ્યવહારજીવનમાં પણ જેટલા પ્રમાણમાં ક્ષમા, સંતોષ, સરળતા, સત્ય આદિ ખરેખર પ્રગટ્યાં હોય તેટલા પ્રમાણમાં આનંદ અને શાંતિનો અનુભવ થાય છે. જો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org