________________
અધ્યાત્મશાન-પ્રવેશિકા
૫. ૪ : સદ્ગુરુ અને સત્પુરુષ એક જ છે ?
ઉ.
પ્ર. ૫ :
ઉ.
તે બન્નેમાં અમુક સામ્ય હોવા છતાં સદ્ગુરુ પદ ઘણું ઊંચું છે. આત્માની સાચી ઓળખાણથી સત્પુરુષ બની શકાય, પણ સદ્ગુરુ થવા માટે તો તે ઉપરાંત, ઉપર કહ્યા તેવા અનેક ગુણો આવશ્યક છે.
૧૯
ઉપર કહ્યાં તેવાં બધાંય લક્ષણો ન હોય તો સદ્ગુરુ કહેવા ?
:
ઉપર કહ્યાં તે માર્ગપ્રભાવક વિશિષ્ટ સદ્ગુરુનાં લક્ષણો છે અને તે જ મહાન ગુરુપદને શોભાવી શકે છે. એ ગુણોમાં જેટલી ન્યૂનતા (ઓછપ) હોય તેટલી સદ્ગુરુમાં પણ ન્યૂનતા સમજવી.
પ્ર. ૬ : સદ્ગુરુના ઉપદેશ વિના જ્ઞાન પામી શકાય ?
ઉ. : સદ્ગુરુના ઉપદેશ વિના જ્ઞાન પામી શકાય નહીં. કોઈ પૂર્વભવનો આરાધક સ્વયં જ્ઞાન પામે તેમ કહેવાય પણ તેને પણ આગલા ભવમાં સદ્ગુરુનો ઉપદેશ મળેલો હોય છે. સદ્ગુરુ આત્મજ્ઞાનપ્રાપ્તિમાં કેવી રીતે ઉપકારી છે ?
પ્ર. ૭ :
ઉ. : (૪) પ્રથમ તો પોતે આત્મજ્ઞાન પામ્યા હોવાથી સાધનામાર્ગનો તેમને જાતઅનુભવ છે.
(૬) વિશિષ્ટ પ્રજ્ઞાવાન હોવાથી મોક્ષમાર્ગનું સર્વતોમુખી જ્ઞાન તેમને હોય છે. જેમ સૂર્ય અંધકારને ભેદી નાખે છે તેમ સદ્ગુરુની અપૂર્વ અનુભવવાણી દ્વારા સાધક-શિષ્યના અજ્ઞાન અંધકારનો અને સર્વપ્રકારના સંશયોનો વ્યુચ્છેદ થઈ જાય છે.
() દિવ્યત્વથી વ્યાપ્ત એવા શ્રી સદ્ગુરુનું સમસ્ત વ્યક્તિત્વ અલૌકિક હોય છે. તેમની સૌમ્ય મુદ્રા, નિર્દોષ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org