________________
સદાચાર
પ્ર. ૧ઃ સદાચાર એટલે શું? ઉ. : ઉત્તમ આચાર અને વિચારવાળા પુરુષોનું તે આચરણ કે જે
સત્ય એવા “આત્મા’ની પ્રાપ્તિમાં સહકારી કારણ થાય તેને સદાચાર કહીએ છીએ. તેનું બીજું નામ સામાન્ય નીતિ પણ
છે. પ્ર. ૨ઃ આ વાતને વિશેષ સ્પષ્ટપણે સમજાવી તેનું વ્યાવહારિક સ્વરૂપ
કહો.
ઉ. • જ્યાં મોટા દુર્ગુણો હોય, જ્યાં અસત્યને વિષે રુચિ હોય, જ્યાં
અંતરમાં તીવ્ર પાપભાવો વર્તતા હોય અને જ્યાં ઇન્દ્રિયો અને મનની પ્રવૃત્તિનું સ્વચ્છંદપણે અન્યાયપૂર્વક પ્રવર્તન હોય ત્યાં શીતળ એવું આત્મિક સુખ પ્રગટે નહીં અને તેથી આત્મજ્ઞાન પણ હોય નહીં. નીચે પ્રમાણે જીવનચર્યા બનાવવાથી સામાન્ય સદાચારનું પાલન થઈ શકે છે. તેથી મુમુક્ષુએ અત્યંત પ્રયત્નપૂર્વક તે સિદ્ધ કરવું આવશ્યક છે. (૧) કોઈ પણ મનુષ્ય સાથે વિશ્વાસઘાત કરવો નહીં. (૨) કોઈના ઉપર ખોટું આળ મૂક્યું નહીં. (૩) લેણદેણમાં ખોટી દાનત રાખી ઓછુંઅઘિક આપવું
નહીં કે ભેળસેળ કરીને આપવું નહીં. (૪) છળકપટથી બુદ્ધિપૂર્વક કોઈની સાથે છેતરપિંડી કરવી
નહીં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org