Book Title: Adhyatmagyan Praveshika
Author(s): Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba
Catalog link: https://jainqq.org/explore/001356/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મજ્ઞાન-પ્રવેશિકા પ્રકાશક: શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર | (શ્રી સદ્ભુત સેવા સાધના કેન્દ્ર સંચાલિત) Page #2 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મજ્ઞાન-પ્રવેશિકા દ્રાક્ષ પ્રકાશક શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર (શ્રી સત્કૃત સેવા સાધના કેન્દ્ર) કોબા-૩૮૨ ૦૦૯ (જિ. ગાંધીનગર) Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક જયંતભાઇ એમ. શાહ, શ્રીમદ્ રાજચંદ્ર આધ્યત્મિક સાધના કેન્દ્ર કોબા-૩૮૨ ૦૦૯ (જિ. ગાંધીનગર) * સાત આવૃતિ નકલ સંખ્યા ૧૬,૦૦૦ આઠમી આવૃતિઃ ૨૦૦૦ આદમી, વિ.સં. ૨૦૫૯ ઈ.સ. ૨૦૦૩ મૂલ્ય : ૮-૦૦ મુદ્રક અમૃત પ્રકાશન ઇન્દ્રજીત કોમ્પલેક્ષ, પહેલો માળ, ૧૩, મનહર પ્લોટ, ગોડાઉન રોડ, રાજકોટ - ૩૬૦૦૦૧ ફોન: (૦૨૮૧) ૨૪૬ ૨૫૯૧ ફેક્સ: (૦૨૮૧) ૨૪૬ ૫૧૭૮ Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય નિવેદન મનુષ્યમાત્ર શાશ્વત આનંદની પ્રાપ્તિને ઝંખે છે. આ વાત પણ સર્વધર્મસંમત છે કે આવા આનંદની પ્રાપ્તિ એકમાત્ર આત્મજ્ઞાન વડે જ થઈ શકે છે. તે આત્મજ્ઞાન સત્યતત્ત્વના પરિણાનથી, વૈરાગ્યથી અને અભ્યાસથી ક્રમે કરીને પ્રગટી શકે છે. તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિ આ કાળે પ્રત્યક્ષ સગુરુના બોધના અનુપમ લાભ દ્વારા કોઈક વિરલા પુરુષોને જ થઈ શકે છે, તેથી જ્ઞાનપ્રાપ્તિનો મુખ્ય આધાર વર્તમાનમાં પૂર્વાચાર્યો અને સંતોની અનુભવવાણી અને તેઓએ રચેલાં સિદ્ધાંતશાસ્ત્રો છે. આવાં સિદ્ધાંતશાસ્ત્રો અને તેમની ગૂઢ અનુભવવાણી ખરેખર સમજવાની પાત્રતા આવે તે માટે અધ્યાત્મનું અલ્પ અને પ્રાથમિક કક્ષાનું જ્ઞાન પૂ. શ્રી આત્માનંદજીએ આ પુસ્તિકામાં અવતારિત કર્યું છે. તદ્દન સરળ ભાષામાં, મોક્ષસાધનામાં ઉપયોગી થાય એવા માત્રથોડા જમુખ્ય વિષયોને અહીં પ્રશ્નોત્તરરૂપે રજૂ કરેલ છે જેથી વાચન સરળ બને, જિજ્ઞાસમાં વિચારદશા ઉત્પન્ન થાય અને આમ થતાં અધ્યાત્મજ્ઞાનરૂપી સમુદ્રમાં પ્રવેશ કરવા માટે તે યોગ્ય બને. આ પ્રકાશન પાછળ આવો હેતુ રહેલો હોવાથી તેનું નામ “અધ્યાત્મજ્ઞાન-પ્રવેશિકા” રાખ્યું છે. કોઈ પણ તત્ત્વજિજ્ઞાસુને આ પુસ્તિકાના વાચન-મનનથી મહાજ્ઞાનીઓના અને પૂર્વાચાર્યોના ગ્રંથો વાંચવા પ્રત્યે સાચો ભાવ જાગે અને તે ભાવને અનુસરતાં, શુદ્ધ આત્માની પ્રતીતિ, લક્ષ અને અનુભવની તેને પ્રાપ્તિ થાય તેવી ભાવના ભાવી વિરમીએ છીએ. નિવેદકઃ સાહિત્ય પ્રકાશન સમિતિ Page #5 -------------------------------------------------------------------------- ________________ .. અનુક્રમ મનુષ્યભવ ૨. સુખનું સ્વરૂપ અને તેની પ્રાપ્તિ ૩. સગૃહસ્થ દાનધર્મ ગુરુનું સ્વરૂપ સત્શાસ્ત્રોનો પરિચય સાચું શાન અને સાચી શ્રદ્ધા ૪. ૫. ૬. ૭. ૮. સદાચાર ૯. તપ અને તેની આરાધના ૧૦. સમાધિમરણ 7 V ૧૨ ૧૫ ૧૮ ૨૧ ૨૪ ૨૭ ૩૦ ૩૩ Page #6 -------------------------------------------------------------------------- ________________ મનુષ્યભવ પ્ર. ૧ઃ મનુષ્યભવ એટલે શું? ઉ. : દીર્ઘ કાળથી સંસારમાં ભ્રમણ કરી રહેલા આપણા આત્માને પાંચ ઈન્દ્રિયો અને મન સહિતના આ ઉત્તમ શરીરમાં અમુક ચોક્કસ કાળ સુધી રહેવાનો જે પરવાનો પ્રાપ્ત થયો છે તે જ આપણને મળેલો મનુષ્યભવ છે. પ્ર. ૨ઃ મનુષ્યભવને ઉત્તમ કેમ કહો છો? ઉ. : બીજાં શરીરો કરતાં આ શરીરમાં રહેલા આત્માઓમાં વિશેષ પ્રકારે સત્ય-વિવેક પામવાની સગવડ છે તેથી તેને ઉત્તમ કહીએ છીએ. પ્ર. ૩ઃ શું મનુષ્યભવને પામેલા બધા આત્માઓનું કલ્યાણ થાય છે? ઉ. : થાય વા ના પણ થાય. પ્ર. ૪: ક્યા મનુષ્ય-આત્માઓનું કલ્યાણ થાય? ઉ. : જેઓ સત્ય પુરુષાર્થ દ્વારા સદ્ગુરુ-સન્શાસ્ત્ર આદિથી પોતાનું સાચું સ્વરૂપ જાણવાનો ઉદ્યમ કરે અને સાચી શ્રદ્ધા, સાચા જ્ઞાન અને સાચા આચરણને સેવે તેમનું કલ્યાણ થાય. પ્ર. પઃ ક્યા મનુષ્ય-આત્માઓનું કલ્યાણન થાય? ઉ. : જે મનુષ્યો આળસ, ઊંઘ, અન્યની નિંદા, હિંસાદિ પાપભાવોમાં જતન્મય થઈ જાય અને સત્સંગ સદ્વિચારને સેવે Page #7 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મજ્ઞાન-પ્રવેશિક નહીં તેમનું કલ્યાણ ન થાય. પ્ર. ૬ઃ તેવા મનુષ્યોનું કલ્યાણ ન થાય તો) શું થાય? ઉ. : તેવા મનુષ્યો આ જગતમાં અનેક પ્રકારની ચિંતા-ઉપાધિઓથી ઘેરાઈ જાય છે, મૃત્યુ પામતા સુધી લોભાદિને વશ થઈ આકુળવ્યાકુળ રહે છે અને આપમરણને* પામીને પરભવમાં પણ દુર્ગતિનાં અનેક દુઃખોને પામે છે. પ્ર. ૭ઃ મનુષ્યભવ દુર્લભ છે તે કેવી રીતે જાણી શકાય? ઉ. : સર્વસંતોની વાણીથી અને સન્શાસ્ત્રોથી આ વાત જાણીને ધર્મી જીવો તેને સત્ય માને છે. વળી પ્રત્યક્ષમાં પણ એક-ઇન્દ્રિયવાળાં વનસ્પતિ વગેરે કે ત્રણ-ઈન્દ્રિયવાળાં કીડી વગેરેની સંખ્યા જોતાં મનુષ્યોની સંખ્યા તદન ઓછી છે એમ જોઈ શકાય છે. આમ શાસ્ત્રો વડે, સંતોના ઉપદેશ વડે અને પ્રત્યક્ષ પ્રમાણ વડે મનુષ્યભવનું દુર્લભપણું જાણી શકાય છે. પ્ર. ૮: પૂર્વાચાર્યો અને સંતોએ મનુષ્યભવને દુર્લભ રત્નચિંતામણિ જેવો કહ્યો તેનાં શાં કારણ છે? ઉ. : () આત્માના સામાન્ય વિકાસક્રમમાં પણ મનુષ્ય, જેટલો આત્માનો વિકાસ અન્ય કોઈ પણ પ્રાણીને વિષે દેખાતો નથી તે તો આ જમાનામાં થયેલા વિજ્ઞાન અને કળાના વિકાસ પરથી પણ આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ. () જેમ કાર્યની વિશેષતાથી કારણની વિશેષતાનો નિશ્ચય થઈ શકે છે તેમ અનાદિકાળથી અનેકવિધ નીચ યોનિઓમાં ભટકતા એવા આ આત્માને પાંચ ઇન્દ્રિયો અને વિવેકયુક્ત એવા આ મનુષ્યભવની પ્રાપ્તિ પણ *કુગતિ-મરણ. Page #8 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મજ્ઞાન-પ્રવેશિકા વિશિષ્ટ એવા પુણ્યના ફળરૂપે જ થઈ છે એવો નિશ્ચય થઈ શકે છે. (6) સર્વ આત્માઓને વિષે માત્ર મનુષ્ય જ સર્વોત્કૃષ્ટ કાર્ય કરી શકે છે અને તે કાર્ય છે પૂર્ણ જ્ઞાન અને પૂર્ણ આનંદ પ્રગટ થવારૂપ મોક્ષ. આમ નિસ્વભાવને પરિપૂર્ણપણે પ્રગટ કરવાવાળા ઉત્તમ એવા મોક્ષરૂપી કાર્યની પ્રાપ્તિ એકમાત્ર આ મનુષ્યભવમાં જ થઈ શકે છે, અન્ય કોઈ પણ ભવમાં નહીં. તેથી આ ઉત્તમ કાર્યની પ્રાપ્તિના (બાહ્ય) કારણરૂપ એવા મનુષ્યભવની શ્રેષ્ઠતા છે એમ માનવું યુક્તિયુક્ત છે. પ્ર. ૯ : ઉ. : ‘ભલું વિચારો અને ભલું કરો.' એમ સંક્ષેપમાં તમારા પ્રશ્નનો ઉત્તર છે. તે થવાનાં ત્રણ શ્રેષ્ઠ અવલંબન જ્ઞાનીઓએ કહ્યાં છે તેનું આરાધન કરો. તે ત્રણ અવલંબન છે સત્સંગ, સત્શાસ્ત્ર અને સદાચાર. વિશેષ તો આત્માનુભવી ગુરુના પ્રત્યક્ષ સમાગમથી ક્રમે કરીને સમજશે. કલ્યાણ થાઓ ! આ મનુષ્યભવને સફળ કરવા અમારે શું કરવું? Page #9 -------------------------------------------------------------------------- ________________ સુખનું સ્વરૂપ અને તેની પ્રાપ્તિ પ્ર. ૧: સુખ શું છે? ઉ. : ઈદ્રિયોને જે ગમે તેવી વસ્તુઓને ગ્રહણ કરીને જગતના જીવો જે ભાવનો અનુભવ કરે છે તેને સામાન્યપણે સુખ કહેવામાં આવે છે. તે પ્ર. ૨ઃ શું આ સુખ સાચું છે? ઉ. : ના. પ્ર. ૩: શા માટે તે સાચું નથી? ઉ. : પ્રથમ તો તે ક્ષણિક-અલ્પકાલીન છે અને બીજું કે તે પરાધીન છે. જગતના મનગમતા પદાર્થોનો સંયોગ કોઈને પણ કાયમ રહેતો નથી પણ ભાગ્યાધીન હોવાથી બદલાયા કરે છે, તેથી તે સંયોગોનો વિયોગ થવાથી જગતના જીવોદુઃખનો અનુભવ કરે છે. પ્ર. ૪: કોઈને મનગમતા પદાર્થો મળ્યા જ કરે તો તેટલો સમય તો તે સુખી ખરો કે નહીં? ઉ. : ખરેખર તે સુખી નથી પણ કલ્પનાથી પોતાને સુખી માને છે; કારણકે એક ઈચ્છિત વસ્તુ પ્રાપ્ત થઈ કે તરત જ બીજી વસ્તુની ઇચ્છા ઉત્પન્ન થાય છે. આમ જ્યાં સુધી ઇચ્છાઓ વર્યા કરે ત્યાં સુધી જીવ ઇચ્છાથી આકુળવ્યાકુળ રહ્યા કરે છે અને સાચા સુખ–નિરાકુળ સુખને પામી શકતો નથી. Page #10 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્માનપ્રવેશિક પ્ર. ૫ઃ અમને તો આકુળતામાં પણ દુઃખ લાગતું નથી, સુખ જ લાગે છે. ઉ. : જેમ કોઈએ સોનું કદાપિ જોયું ન હોય તો તે પિત્તળને જ સોનું માને પણ પિત્તળ તે પિત્તળ છે અને સોનું તે સોનું છે, તેમ ઈન્દ્રિયસુખ તે ઇન્દ્રિયસુખ છે અને અતીન્દ્રિય (આત્મિક) સુખ તે અતીન્દ્રિય સુખ છે. જ્યાં આત્મિક સુખનો અનુભવ નથી ત્યાં ઇન્દ્રિયસુખને સાચું સુખ માનવાની અશાનજાનિત પ્રવૃત્તિ મટતી નથી. છેલ્લે દેહ અને ઇન્દ્રિયો ક્ષીણ થાય ત્યારે ઈન્દ્રિયસુખની પ્રાપ્તિ થઈ શક્તી નથી તેથી વૃદ્ધાવસ્થા અને મૃત્યુ સમયે જગતના જીવો પરવશતા અને અત્યંત ખેદખિન્નતાનો જ અનુભવ કરે છે. પ્ર. ૬ઃ તો સાચું સુખ શું છે? ઉ. : જે અપૂર્વ છે, આત્મિક છે, વિષય-નિરપેક્ષ છે, અનુપમ છે, અનંત છે અને હાનિવૃદ્ધિ વગરનું છે તે સુખ સાચું છે. આવો નિશ્ચય વિવેકી પુરુષોએ કરવા યોગ્ય છે. પ્ર. ૭ઃ આવો નિશ્ચય કરવાથી શો ફાયદો? ઉ. : આવો નિશ્ચય કરવાથી શાશ્વત આનંદના માર્ગ પ્રત્યેવળવાની યોગ્યતા આવે છે અને ક્રમે કરીને શાશ્વત આનંદની પ્રાપ્તિ થઈ શકે છે. પ્ર. ૮: અમને આ વાતની પ્રત્યક્ષ પ્રતીતિ કેવી રીતે થઈ શકે? ઉ. : શાશ્વત આનંદની પ્રાપ્તિની શરૂઆત આત્મિક ગુણોના ક્રમિક વિકાસથી થાય છે. વ્યવહારજીવનમાં પણ જેટલા પ્રમાણમાં ક્ષમા, સંતોષ, સરળતા, સત્ય આદિ ખરેખર પ્રગટ્યાં હોય તેટલા પ્રમાણમાં આનંદ અને શાંતિનો અનુભવ થાય છે. જો Page #11 -------------------------------------------------------------------------- ________________ ૧૦ અધ્યાત્મશાન-પ્રવેશિક આ વાત ન બેસતી હોય તો ક્રોધ અને ક્ષમાના ભાવો વખતની તમારી દશાનું પૃથક્કરણ કરી જુઓ અને નિષ્પક્ષતાથી કહો કે તમે કયા સમયે વધારે સ્વસ્થ, પ્રસન્ન અને આનંદીહો છો? પ્ર. ૯ઃ શમા આદિ આત્મિક ગુણો સુખરૂપ છે એમ તો લાગે છે પણ ખરેખર જેવો આત્માનો આનંદ વર્ણવ્યો છે તેવો શું અમને આ જમાનામાં પ્રાપ્ત થઈ શકે? ઉ. : આ જમાનામાં પણ આત્માનો આનંદ પોતાના પુરુષાર્થના પ્રમાણમાં જરૂર પ્રાપ્ત થઈ શકે છે. આ વાત શાસ્ત્રથી, યુક્તિથી અને સ્વાનુભવથી સિદ્ધ થયેલી કહીએ છીએ. પ્ર. ૧૦ઃ આવા આનંદની પ્રાપ્તિનો વ્યાવહારિક માર્ગ શો છો તે કહો. ઉ. : અતિ સંક્ષેપમાં શાશ્વત આનંદનો ઉપાય નીચે પ્રમાણે જાણવોઃ (4) સગુરુની શોધ કરી, વારંવાર અથવા નિરંતર તેમનો સંગ કરવો. (4) જ્યાં આવો સર્વોત્તમ યોગ ન બની શકે ત્યાં સત્સંગનો આશ્રય કરી, સાસ્ત્રોનું અધ્યયન કરી, આત્મસ્વરૂપનો યથાર્થ નિર્ણય કરવો. () વ્યસનરહિત, શાંત, સંતોષી, સાદા, વિનયવાન, પરોપકારી અને દયાળુ બનીને સાચા મુમુક્ષુપણાને પોતાના જીવનમાં પ્રગટાવવું. (૬) મુમુક્ષતા સહિત, સદ્ગુરુના અને પરમાત્માના ગુણોનું, મુદ્રાનું અને ચારિત્રનું વારંવાર સ્મરણ કરી ચિત્તવૃત્તિને નિર્મળ અને એકાગ્ર કરવાનો અભ્યાસ કરવો. (૩) છેલ્લે, શુદ્ધ-સચ્ચિદાનંદ પરમશાનવાન-અખંડ, Page #12 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્માન-પ્રવેશિક ૧૧ એકાકાર, અભેદ આત્મસ્વરૂપની ભાવના કરી વારંવાર તેમાં લીન થવું. સાચી શ્રદ્ધાથી, સતત અભ્યાસથી, વૈરાગ્યથી, સત્સમાગમથી અને અડગ નિશ્ચયથી આત્મિક આનંદની પ્રાપ્તિ થઈ શકે છે, જરૂર થઈ શકે છે. Page #13 -------------------------------------------------------------------------- ________________ સગૃહસ્થ પ્ર. ૧ઃ સદ્ગુહસ્થ કોને કહેવો? ઉ. : જે ગૃહસ્થાશ્રમી મનુષ્ય “સતીને અનુસરનારો હોય તેને સામાન્ય રીતે સંગ્રહસ્થ કહીએ. પ્ર. ૨ઃ “સતુને અનુસરનારો એટલે કેવો? ઉ. : “સતુનો વિશાળ અર્થ એમ સમજવો કે તે મનુષ્ય(૩) પોતાનાં લેણદેણ, વચન-વ્યવહાર કે અન્ય લૌકિક કાર્યો કરતાં અને ત્યાં સુધી સત્યમય રીતે વર્તે. () પોતાના જીવનવિકાસ માટે જે સત્ દેવ-ગુરુ-ધર્મનું શરણ સ્વીકારે. () પરમાર્થે “સતુ' સ્વરૂપ એવા પોતાના આત્માની ઓળખાણનો પ્રયત્ન કરનારો હોય. પ્ર. ૩ઃ પોતાના જીવનમાં તે કયા ન્યાયને અનુસરે છે? ઉ. : ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એમ ચારેય પ્રકારના પુરુષાર્થને અવિરોઘપણે સાઘતો હોવા છતાં ઘર્મપૂર્વકના અર્થોપાર્જનને અને ન્યાયપૂર્વકની જીવન - ઈચ્છાઓ તે અનુસરે છે. આમ હોવાથી તેનું જીવનસહજપણે ઘનિષ્ઠાવાળું બની જાય છે. પ્ર. ૪ઃ તેની દૈનિક જીવનચર્યામાં ધર્મનાં કયાં કયાં મુખ્ય અંગો હોય છે? ઉ. : દોઢેક કલાક પ્રભુની ભક્તિ-પૂજા, એકાદ કલાક સાસ્ત્રોનું વાચન તથા લગભગ પોણો કલાક તત્ત્વનું ચિંતન. આટલું Page #14 -------------------------------------------------------------------------- ________________ ૧૩ અધ્યાત્મશાન-પ્રવેશિકા ધર્મસાધન તે નિત્ય ઉત્સાહથી અને એકાગ્રતાથી કરે છે. સત્પાત્રે દાન દેવાનું અને પ્રસંગોપાત્ત સત્સમાગમનો લાભ લઈ લેવાનું તે કદાપિ ચૂકતો નથી. પ્ર. ૫ઃ તેમનો ગૃહવ્યવહાર અને અર્થોપાર્જન કેવાં હોય છે? ઉ. : કુટુંબમાં સંપની વૃદ્ધિ કરે છે. કોઈની ભૂલચૂક થાય તો મીઠો ઠપકો આપી માફ કરે છે. પોતે વિચક્ષણતાથી વર્તી કુટુંબીજનોને વિનયી બનાવે છે. સ્વચ્છતા, ફરજ, આરોગ્ય અને મહત્તા પ્રત્યે સાવધાનપણે વર્તે છે. વેપારધંધાની લેણદેણમાં બને તેટલી સત્યનિષ્ઠા રાખે છે. બોલ્યું વચન અવશ્ય પાળે છે. તેના ઘરમાં સંસ્કારપોષક સાહિત્ય અને લલિત કળાઓને ઉત્તેજન મળે છે અને અતિથિઓને યોગ્ય સત્કાર પ્રાપ્ત થાય છે. આવો આર્યપુરુષોનો ગૃહસ્થાશ્રમ આ લોકમાં સુખશાંતિ, સુયશ અને પરલોકમાં ઉત્તમ ગતિનું કારણ થાય છે. પ્ર. ૬: પૂર્વાચાર્યોએ બુદ્ધિમાન પુરુષોનો ગૃહસ્થાશ્રમ કેવો કહ્યો છે? ઉ. : નીચેના ગુણોથી જે વિભૂષિત હોય તે બુદ્ધિમાન પુરુષોનો ગૃહસ્થાશ્રમ છે અને જ્યાં તેથી વિદ્ધપ્રકાર વર્તતો હોય ત્યાં મોહરૂપી જેલમાં પુરાયેલા કેદીરૂપે તે ગૃહસ્થને જાણવો, એવો આચાર્યોનો ઉપદેશ છેઃ (૧) પરમાત્મા(જિન)ની ભક્તિ. (૨) ગુરુઓનો વિનય. (૩) સગુણસંપન્ન ધર્મી જીવો પર પ્રીતિ. (૪) સુપાત્રે ભક્તિસહિત દાન અને અન્યત્ર અનુકંપાદાન. (પ) તત્ત્વજ્ઞાનનો અભ્યાસ. (૬) લીધેલાં વ્રતોનું દૃઢતાથી પાલન. (૭) શુદ્ધ શ્રદ્ધાનું ધારણ કરવું. Page #15 -------------------------------------------------------------------------- ________________ ૧૪ અધ્યાત્મશાન-પ્રવેશિક પ્ર. ૭ઃ સદ્દગૃહસ્થના સંયમધર્મનું વૈજ્ઞાનિક સ્વરૂપ શું છે? ઉ. : (અ) પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત - આ બાર વ્રતોને ગૃહસ્થનો એકદેશસંયમ કહે છે. (વ) ઇન્દ્રિયો, મન અને પ્રાણીઘાતના વિશેષ વિશેષ સંયમને સાધતી અગિયાર પ્રતિમાઓ અથવા પડિમાઓ પણ ગૃહસ્થના સંયમનું શ્રેણીબદ્ધ નિરૂપણ કરે છે, તે આચાર્યોના લખેલા શ્રાવકાચારના ગ્રંથોના આધારે આગળ ઉપરના અભ્યાસમાં આપણે જોઈશું.. પ્ર. ૮: ગૃહસ્વધર્મના સમ્યકુપાલનનું અંતિમ ફળશું છે? ઉ. : ગૃહસ્થઘર્મની આરાધના કરતાં જ્યારે સંયમ પ્રત્યે રુચિ ઘણી વધી જાય ત્યારે મુનિપદના મહાવ્રતને ધારણ કરી મોક્ષપદની ઉગ્ર આરાધના કરી મોક્ષની પ્રાપ્તિ થાય છે. Page #16 -------------------------------------------------------------------------- ________________ દાનધર્મ પ્ર. ૧ઃ દાન એટલે શું? ઉ. : પોતાના અને પરના કલ્યાણ માટે પોતાની ધનાદિ સંપત્તિને આપી દેવી તે દાન કહેવાય. પ્ર. ૨ઃ દાનથી કલ્યાણ કેવી રીતે થાય? ઉ. : દાન આપવાથી પોતાનો લોભ ઘટે, પાત્રતા વધે, સ્વય પુણ્યસંચય થાય તથા સાધકોને સગવડ મળતાં તેઓ પણ ધર્મ-આરાધનામાં નિશ્ચિત થઈ પ્રવર્તી શકે. પ્ર. ૩ઃ દાનથી સમાજકલ્યાણ થાય? ઉ. : યોગ્ય સ્થળે દાન આપવાથી તેનો સદુપયોગ થતાં સમાજોપયોગી કાર્યો પણ થાય છે. અનાથાલયો, વનિતાવિશ્રામ, કૉલેજ, નિશાળો, હૉસ્ટેલો, ઘરડાનાં ઘરો, પુસ્તકાલયો, ટાઉનહૉલ, વ્યાયામશાળાઓ તથા નિરાધાર મનુષ્યો અને પશુઓને રહેવાનાં સ્થાનોનું નિર્માણ થતાં સમાજ-સુખાકારી વધે. પ્ર.૪ઃ દાનના કેટલા પ્રકારો કહ્યા છે? ઉ. : દાનના મુખ્ય પાંચ પ્રકારો કહ્યાછેઃ આહારદાન, વિદ્યાદાન, ઔષધદાન, અભયદાન (કોઈને પોતાનાથી ભય ન પમાડવો), અને વસતિકા-દાન (ત્યાગી પુરુષોને રહેવાને સ્થાન આપવું તે.) Page #17 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મશાન-પ્રશિદ્ધ પ્ર. ૫ઃ દાતા પુરુષમાં શાં લક્ષણ હોવાં જોઈએ? ઉ. : દાતાનાં મુખ્ય સાત લક્ષણો છેઃ ૧. શ્રદ્ધા, ૨. સંતોષ, ૩. ભક્તિ, ૪. વિજ્ઞાન, ૫. અલુબ્ધતા, ૬. શમા, ૭. શક્તિ. પ્ર. ૬ઃ દાન કોને આપવું જોઈએ? ઉ. : દાન સુપાત્રે આપવું જોઈએ. પ્ર. ૭ઃ સુપાત્ર કોને ગણવા? ઉ. : જ્ઞાન અને સંયમની આરાધનામાં ઉદ્યમી આત્માઓને સુપાત્ર ગણવા. પ્ર. ૮: સુપાત્રદાન કેવી રીતે આપવું? ઉ. : અંતરમાં ભક્તિભાવ સહિત, વિનયપૂર્વક, જ્ઞાન અને સંયમની આરાધનાની વૃદ્ધિ થાય તેવી યોગ્ય વસ્તુઓનું દાન આપવું. પ્ર. ૯ઃ સુપાત્ર ન મળે તો દાન આપવું કે નહીં? ઉ. : સુપાત્ર ન મળે તોપણ કરુણાથી તો દાન આપવું જ જોઈએ. ગરીબને, ભૂખ્યાને, તરસ્યાને કે બીજાં દુઃખોથી પીડિતોને પ્રીતિપૂર્વક દાન આપવું તે કરુણાદાન અથવા અનુકંપાદાન કહેવાય છે. પ્ર. ૧૦ સૌથી શ્રેષ્ઠ દાન કર્યું? ઉ. 3. સૌથી શ્રેષ્ઠ દાન શાનદાન છે, જેને કોઈ વાર ઘર્મદાન પણ કહેવામાં આવે છે. પ્ર: ૧૧ તે શા માટે શ્રેષ્ઠ છે? ઉ. : બીજા દાનથી જગતના જીવોને થોડા કાળ માટે સુખશાંતિ Page #18 -------------------------------------------------------------------------- ________________ ૧૭ અધ્યાત્મશાન-પ્રવેશિકા ઊપજે છે પણ જો શાનદાનની ખરેખર પ્રાપ્તિ થઈ જાય તો સર્વકાળ માટે પરમ આનંદની પ્રાપ્તિ થઈ સંસારપરિભ્રમણથી કાયમનો છુટકારો થઈ જાય છે. પ્ર. ૧૨ શાનદાન કોણ કરી શકે? ઉ. : ઉત્તમ આત્મજ્ઞાન અને સચ્ચારિત્રના ઘારક સદ્ગુરુ-સંતોમાં જ તેવું મહાન કાર્ય કરવાની યોગ્યતા છે. પ્ર. ૧૩: દાનનો મહિમા કેવો છે? ઉ. : આ લોકમાં અને પરલોકમાં અનેક પ્રકારની કલ્યાણપરંપરાઓને પ્રાપ્ત કરાવી, મોક્ષની પણ પ્રાપ્તિ કરાવનાર એવું આ સમજણપૂર્વકનું દાન ગૃહસ્થોનો એક શ્રેષ્ઠ ઘર્મ છે. માટે તેમાં અવશ્ય પ્રવર્તવું એવો આચાર્યોનો ઉપદેશ Page #19 -------------------------------------------------------------------------- ________________ ગુરુનું સ્વરૂપ પ્ર. ૧: ગુરુના મુખ્ય કેટલા પ્રકાર છે? ઉ. : ગુરુના મુખ્ય ત્રણ પ્રકાર છે: (૩) પોતે તરે અને પોતાના આશ્રિતોને પણ તારે તે ઉત્તમ કાષ્ઠ સમાન ગુરુ જાણવા. (૧) બીજા કાગળસ્વરૂપ–જે પુણ્યસંચય કરે પણ પોતે તરી શકે નહીં કે બીજાને તારી શકે નહીં. () ત્રીજા પથ્થરસ્વરૂપ – જે પોતે ડૂબે અને પોતાના આશ્રિતોને પણ ડુબાડે. પ્ર. ૨: સદ્દગુરુ એટલે શું? ઉ. : જે મહાત્મા, જિજ્ઞાસુઓને અધ્યાત્મસાધનામાં વિશિષ્ટ માર્ગદર્શન આપવાની યોગ્યતાવાળા હોય તેમને સગુરુ કહે પ્ર. ૩: એ યોગ્યતાસૂચક લક્ષણો કયાં? ઉ. : (૧) આત્મજ્ઞાન– આત્મસાક્ષાત્કાર. (૨) સમદર્શિતા – સમતા, સમાધિ. (૩) એક સ્થળે કાયમી નિવાસ કરીને રહેતા નથી. (૪) આત્માર્થપ્રેરક બોધના દેનારા હોય છે. (૫) સર્વસાસ્ત્રોનાં રહસ્યના અદ્દભુત જ્ઞાતા હોય છે. Page #20 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મશાન-પ્રવેશિકા ૫. ૪ : સદ્ગુરુ અને સત્પુરુષ એક જ છે ? ઉ. પ્ર. ૫ : ઉ. તે બન્નેમાં અમુક સામ્ય હોવા છતાં સદ્ગુરુ પદ ઘણું ઊંચું છે. આત્માની સાચી ઓળખાણથી સત્પુરુષ બની શકાય, પણ સદ્ગુરુ થવા માટે તો તે ઉપરાંત, ઉપર કહ્યા તેવા અનેક ગુણો આવશ્યક છે. ૧૯ ઉપર કહ્યાં તેવાં બધાંય લક્ષણો ન હોય તો સદ્ગુરુ કહેવા ? : ઉપર કહ્યાં તે માર્ગપ્રભાવક વિશિષ્ટ સદ્ગુરુનાં લક્ષણો છે અને તે જ મહાન ગુરુપદને શોભાવી શકે છે. એ ગુણોમાં જેટલી ન્યૂનતા (ઓછપ) હોય તેટલી સદ્ગુરુમાં પણ ન્યૂનતા સમજવી. પ્ર. ૬ : સદ્ગુરુના ઉપદેશ વિના જ્ઞાન પામી શકાય ? ઉ. : સદ્ગુરુના ઉપદેશ વિના જ્ઞાન પામી શકાય નહીં. કોઈ પૂર્વભવનો આરાધક સ્વયં જ્ઞાન પામે તેમ કહેવાય પણ તેને પણ આગલા ભવમાં સદ્ગુરુનો ઉપદેશ મળેલો હોય છે. સદ્ગુરુ આત્મજ્ઞાનપ્રાપ્તિમાં કેવી રીતે ઉપકારી છે ? પ્ર. ૭ : ઉ. : (૪) પ્રથમ તો પોતે આત્મજ્ઞાન પામ્યા હોવાથી સાધનામાર્ગનો તેમને જાતઅનુભવ છે. (૬) વિશિષ્ટ પ્રજ્ઞાવાન હોવાથી મોક્ષમાર્ગનું સર્વતોમુખી જ્ઞાન તેમને હોય છે. જેમ સૂર્ય અંધકારને ભેદી નાખે છે તેમ સદ્ગુરુની અપૂર્વ અનુભવવાણી દ્વારા સાધક-શિષ્યના અજ્ઞાન અંધકારનો અને સર્વપ્રકારના સંશયોનો વ્યુચ્છેદ થઈ જાય છે. () દિવ્યત્વથી વ્યાપ્ત એવા શ્રી સદ્ગુરુનું સમસ્ત વ્યક્તિત્વ અલૌકિક હોય છે. તેમની સૌમ્ય મુદ્રા, નિર્દોષ Page #21 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મશાન...વેશિકા સ્વભાવ, પ્રેમપૂર્ણ વ્યવહાર, નિઃસ્પૃહતા, સહજવાણી, કડક નિચર્યા, પ્રસન્નતા, પરહિતનિરતતા અને પ્રમત્ત આત્મખોજ, ઉપદેશન આપતા હોય ત્યારે પણ નિરંતર સાધક-શિષ્યોને એક અભુત પ્રેરકબળ અને ધ્યેયનિષ્ઠા પ્રઘન કરે છે. આમ અનેક પ્રકારે સદ્ગુરુ સાધક-શિષ્યોને ઉપકારી છે. તેમના ઉપકારનું વર્ણન કરવા વાણી અસમર્થ છે, તેથી ભવ્ય જીવોને તેમના સાનિધ્યના લાભનો સ્વયં અનુભવ કરવા વિનંતી છે. પ્ર. ૮: સદ્ગુરુ ન મળે તો શું કરવું? ઉ. : સત્યની પ્રાપ્તિ માટે નિરંતર ખોજ ચાલુ રાખી, યથાસંભવ મુમુક્ષુઓના સંગમાં રહી, સદાચારપૂર્વક તત્ત્વનો અભ્યાસ કરવો. તીર્થયાત્રા વગેરે વખતે વિશેષપણે સદ્દગુરુની ખોજ કરવી, કારણ કે આ જમાનામાં આત્મજ્ઞાની મહાત્માઓ મોટે ભાગે એકાંતવાસમાં રહી પોતાની આત્મસાધના આગળ ચલાવતા હોય છે. એકનિષ્ઠાથી સગુરુની ખોજ ચલાવવામાં આવે તો વહેલામોડા જરૂર ગુરુનો ભેટો થાય છે અને સાધક સત્યરુષાર્થ દ્વારા ઉત્તમ જ્ઞાનસંયમરૂપ સમાધિના આનંદને પ્રાપ્ત કરે છે. પ્ર. ૯ઃ સદ્ગુરુની ભક્તિ શા માટે કરવી? ઉ. : સદ્ગુરુની ભક્તિ કરવાથી તેમના આત્માની ચેષ્યને વિષે વૃત્તિ રહે છે. અપૂર્વ ગુણ દૃષ્ટિગોચર થઈ અન્ય સ્વચ્છંદ મટે છે અને સહેજે આત્મબોધ થાય છે. આમ સર્વતોમુખી કલ્યાણનું કારણ હોવાથી સદ્ગુરુની ભક્તિ કરવી જોઈએ. Page #22 -------------------------------------------------------------------------- ________________ સશાસ્ત્રોનો પરિચય પ્ર. ૧ઃ સાસ્ત્રો શું છે? ઉ. : આત્મજ્ઞાનાદિ પવિત્ર અને આનંદમય ભાવોને પામેલા મહાત્માઓનાં વચનો તે જ સશાસ્ત્રો છે. તે સાસ્ત્રોના મૂળરૂપ શ્રીસર્વશ પરમાત્મા છે. કારણ કે તેમના પૂર્ણજ્ઞાન વડે નીપજેલા જ્ઞાનના આધારે જ પ્રજ્ઞાવંત પૂર્વાચાર્યો અને જ્ઞાની મહાત્માઓએ શાસ્ત્રાદિકની રચના કરી છે. પ્ર. ૨ઃ સશાસ્ત્રોનો પરિચય શું છે? -ઉ. : શાંત રસનું જેમાં મુખ્યપણું છે, શાંત રસના હેતુએ જેનો સમસ્ત ઉપદેશ છે; સર્વરસ શાંત રસગર્ભિત જેમાં વર્ણવ્યા છે એવાં શાસ્ત્રનો પરિચય તે સાસ્ત્રોનો પરિચય છે. પ્ર. ૩ઃ શાની અને સર્વત્ર પરમાત્માનું જ્ઞાન સરખું છે? ઉ. : જાતિની અપેક્ષાએ જોતાં, બન્નેનું જ્ઞાન સમ્યજ્ઞાન છે. જ્ઞાનીનું શાનતો અલ્પ અને પરોક્ષ છે જ્યારે સર્વશનું શાનતો પરિપૂર્ણ અને સકળપ્રત્યક્ષ છે. આમ હોવા છતાં બન્નેનાં વચનો માત્ર વીતરાગતાનો ઉપદેશ આપે છે અને સત્ય છે. તત્ત્વ સમજાવે છે તે અપેક્ષાએ સરખા છે. પ્ર. ૪: કેવાં શાસ્ત્રોનો પરિચય કરવો? , ઉ. : (૧) જેમાં વીતરાગતાનો ઉપદેશ આપ્યો હોય. - Page #23 -------------------------------------------------------------------------- ________________ ૨૨ અધ્યાત્માનપ્રવેશિક (૨) જે વાંચવાથી ઉપશમ-વૈરાગ્યની વૃદ્ધિ થાય. (૩) જેમાં મતમતાંતરની ચર્ચા દ્વારા વાદવિવાદ અને સંપ્રદાયવાદરૂપી પક્ષપાતને પોષનારું કથન ન હોય. (૪) જેમાં સ્પષ્ટપણે વસ્તુનું સ્વરૂપ પ્રત્યક્ષ-પરોક્ષ પ્રમાણથી સિદ્ધ કર્યું હોય. (પ) જેમાં પૂર્વાપર વિરોધ ન હોય અને એકાંતનો હઠાગ્રહ ન હોય. (૬) જેમાં શુદ્ધ આત્મજ્ઞાન અને સદાચારનો ઉપદેશ હોય. ) વિવિધ કક્ષાના સાધકના દોષો બતાવી તે દોષો કેવી રીતે દૂર થાય તેના ઉપાયો જેમાં સ્પષ્ટપણે વર્ણવ્યા હોય અને આ પ્રકારે આત્મશુદ્ધિના માર્ગનો પ્રકાશ કર્યો હોય. પ્ર. ૫ઃ સ@ાસ્ત્રોનો પરિચય કેવી રીતે કરવો? ઉ. : શાસ્ત્રો વાંચવા અને સમજવાં. જ્યાં સમજણ ના પડે ત્યાં વિશેષ જ્ઞાનીને પૂછવું. જે અર્થ સમજાયો હોય તેનું વારંવાર સ્મરણ-ચિંતન કરવું. વધારે ઉપયોગી બોધ નોંધપોથીમાં અવશ્ય લખવો. શાસ્ત્રનું પારાયણ કરવું અને તેનો ઉપદેશ કરવો તે પણ શાસ્ત્ર-સ્વાધ્યાયના જ પ્રકાર છે. ઉત્તમ પદો કિંઠસ્થ કરવાં. પ્ર. ૬ઃ તેવો પરિચય કરવા નિયમ લેવો? ઉ. : હા. નિયમપૂર્વક અને નિયમિતપણે, પદ્ધતિસર, સત્સંગના યોગે શાનની પ્રાપ્તિ કરવી સાઘને ખૂબ કલ્યાણકારી છે. થોડાંક શાસ્ત્ર અહીંતહીંથી વાંચી લેવાથી કલ્યાણ નથી પણ ધર્મનાં મુખ્યતત્ત્વોને સારી રીતે જાણવા અને શ્રદ્ધવાં. તો તેના ફળરૂપે વિવેક ઉત્પન્ન થાય, જે પ્રગટતાં સાધકનું અવશ્ય કલ્યાણ થાય. Page #24 -------------------------------------------------------------------------- ________________ ૨૩ અધ્યાત્મજ્ઞાનપ્રવેશિકા પ્ર. ૭ઃ સ@ાસ્ત્રોના પરિચયનું ફળ શું છે? ઉ. : સદ્દગુરુ કે સત્સંગનો આશ્રય કરીને સાસ્ત્રનો પરિચય કરવાથી અલ્પ કાળમાં મહાન ફળની પ્રાપ્તિ થાય છે. જ્યારે સદ્ગુરુનો યોગ ન હોય ત્યારે સાસ્ત્રોનું અવશ્ય અવલંબન લેવું, જેથી પરમાર્થમાર્ગમાં ચિત્ત લાગ્યું રહે. શાસ્ત્રોનો મહિમા અપાર છે. પરોક્ષ વસ્તુઓનું જ્ઞાન કરાવનાર, અનેક સંશયોને છેદનાર, સત્યતત્ત્વોને દર્શાવનાર આ શાસ્ત્રો જ છે. વળી તે અનુભવી પુરુષનાં વચનો હોવાથી સાધકને મોક્ષમાર્ગમાં પરમ કલ્યાણરૂપ અને પ્રત્યક્ષ માર્ગદર્શક જેવું કાર્ય કરવા પણ સમર્થ છે. આમ, પ્રાથમિક મુમુક્ષુપણું પ્રગટાવવાથી માંડીને અંતે પૂર્ણ આત્મસમાધિ પ્રાપ્ત કરાવવારૂપી ઉત્તમ ફળો આપવાની શક્તિ જેનામાં છે તેવાં શાસ્ત્રો સાધકને મોક્ષમાર્ગમાં એક અદ્દભુત અને અનિવાર્ય અવલંબન છે. Page #25 -------------------------------------------------------------------------- ________________ - સાચું જ્ઞાન અને સાચી શ્રદ્ધા પ્ર. ૧ઃ સાચું જ્ઞાન એટલે શું? ઉ. : જગતના પદાર્થો ખરેખર જેવા છે તે સ્વરૂપે તેમને યથાર્થ રીતે જાણવા તે સાચું જ્ઞાન અને તેવી જ અંતરંગ માન્યતા કરવી તે સાચી શ્રદ્ધા. પ્ર. ૨ઃ અમે સોનાને સોનું, લોઢાને લોઢું વગેરે પ્રકારે જાણીએ છીએ તો અમારું જ્ઞાન સાચું છે ને? ઉ. : અહીં પરમાર્થનું પ્રયોજન છે તેથી તે પદાર્થો જાણતાં જ તેમાં મોહ ઉત્પન્ન થઈ જાય તો તે જ્ઞાન, રાગમિશ્રિત હોવાથી, અજ્ઞાન છે (જેને કુશાન પણ કહે છે). આત્મસ્વરૂપનું જ્ઞાન થયા પહેલાં કોઈ પણ જીવને અન્ય પદાર્થનું જ્ઞાન પરમાર્થે સાચું હોતું નથી. પ્ર. ૩ઃ શાનીને પણ રાગ તો હોય છે તો તેના જ્ઞાનને સાચું કેમ કહો છો? ઉ. : જ્ઞાનીઓ આત્માને યથાર્થ રીતે જાણ્યો અને અનુભવ્યો છે, તેથી જગતના જીવો જેવો રાગ તેમને થતો નથી. વળી શાન અને રાગને તે જુદા જુદા સ્વભાવવાળા જાણે છે તેથી આવા ભેદજ્ઞાનના વિદ્યમાનપણામાં તેમનું જ્ઞાન સાચું કહીએ છીએ. આમ છતાં જ્યાં સુધી જેટલો રાગ છે ત્યાં સુધી તેટલા Page #26 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મશાન-પ્રવેશિકા ૨૫ પ્રમાણમાં અશાનના અંશો છે એમ સાપેક્ષપણે જાણો. પ્ર.૪ઃ અધ્યાત્મપરિભાષામાં સાચું જ્ઞાન કોને કહે છે? તેની સાધના શી? ઉ. : દેહાદિ જડ પદાર્થોથી હું શુદ્ધ ચૈતન્યસ્વરૂપી આત્મા ખરેખર જુદો છું એમ જ સદ્ગુરુના બોધથી યથાર્થપણે જાણે અને અભ્યાસે તેનું જ્ઞાન ક્રમે કરીને સાચું થઈ જાય છે. આમ સ્વ-પરનો વિવેક, આત્મા-અનાત્માનો વિવેક, સારાસારનો વિવેક જેના અંતરમાં પ્રગટે તેને સાચું જ્ઞાન થાય. જેમ તલવાર અને મ્યાન જુદાં છે, દૂધ અને પાણી જુદાં છે, મેલા પાણીમાં મલિનતા અને પાણી જુદાં છે અને સુવર્ણરજમાં સોનું અને માટી જુદાં છે, તેમ દેહ અને આત્માનું ભિન્નપણું લક્ષણ દ્વારા જાણવું જોઈએ અને જાણીને અભ્યાસવું જોઈએ. દેહાધ્યાસ ઘટાડવો અને આત્માભ્યાસ વધારવો એમ સતત તત્ત્વાભ્યાસરૂપ સાધના કલ્યાણકારી છે. જે જ્ઞાન કર્મબંધનાં કારણોને માત્ર જાણે જ પરંતુ તેથી નિવર્તે નહીં તે જ્ઞાન પણ અજ્ઞાન જ છે. “જે વાંચવાથી, સમજવાથી તથા વિચારવાથી આત્મા વિભાવથી, વિભાવનાં કાર્યોથી અને વિભાવના પરિણામથી ઉદાસ ન થયો, વિભાવનો ત્યાગી ન થયો, વિભાવનાં કાર્યોનો અને વિભાવનાં ફળનો ત્યાગીન થયો, તે વાંચવું, તે વિચારવું અને તે સમજવું અજ્ઞાન છે. વિચારવૃત્તિ સાથે ત્યાગવૃત્તિ ઉત્પન્ન કરવી તે જ વિચાર સફળ છે, એમ કહેવાનો શાનીનો પરમાર્થ છે.” આ પ્રકારે જેમ જેમ સાચા જ્ઞાનની સાધના કરે તેમ તેમ આત્માની શુદ્ધિ વધતી જાય અને આ જ સાચું જ્ઞાન (જ્ઞાનમાર્ગી છે એમ જાણો. Page #27 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મશાન-પ્રવેશિક પ્ર. ૫ઃ સાચું જ્ઞાન થયું છે તે કેમ માલૂમ પડે? ઉ. : જેને સાચું જ્ઞાન થાય તેને “વૃત્તિ બાહ્યમાં જતી રોકાય, સંસાર પરથી ખરેખર પ્રીતિ ઘટે, સાચાને સાચું જાણે. જેના વડે આત્મામાં ગુણ પ્રગટે તેનું નામ જ્ઞાન.” આવું જીવન થાય તો જાણવું કે જ્ઞાન પ્રગટ્યું છે. Page #28 -------------------------------------------------------------------------- ________________ સદાચાર પ્ર. ૧ઃ સદાચાર એટલે શું? ઉ. : ઉત્તમ આચાર અને વિચારવાળા પુરુષોનું તે આચરણ કે જે સત્ય એવા “આત્મા’ની પ્રાપ્તિમાં સહકારી કારણ થાય તેને સદાચાર કહીએ છીએ. તેનું બીજું નામ સામાન્ય નીતિ પણ છે. પ્ર. ૨ઃ આ વાતને વિશેષ સ્પષ્ટપણે સમજાવી તેનું વ્યાવહારિક સ્વરૂપ કહો. ઉ. • જ્યાં મોટા દુર્ગુણો હોય, જ્યાં અસત્યને વિષે રુચિ હોય, જ્યાં અંતરમાં તીવ્ર પાપભાવો વર્તતા હોય અને જ્યાં ઇન્દ્રિયો અને મનની પ્રવૃત્તિનું સ્વચ્છંદપણે અન્યાયપૂર્વક પ્રવર્તન હોય ત્યાં શીતળ એવું આત્મિક સુખ પ્રગટે નહીં અને તેથી આત્મજ્ઞાન પણ હોય નહીં. નીચે પ્રમાણે જીવનચર્યા બનાવવાથી સામાન્ય સદાચારનું પાલન થઈ શકે છે. તેથી મુમુક્ષુએ અત્યંત પ્રયત્નપૂર્વક તે સિદ્ધ કરવું આવશ્યક છે. (૧) કોઈ પણ મનુષ્ય સાથે વિશ્વાસઘાત કરવો નહીં. (૨) કોઈના ઉપર ખોટું આળ મૂક્યું નહીં. (૩) લેણદેણમાં ખોટી દાનત રાખી ઓછુંઅઘિક આપવું નહીં કે ભેળસેળ કરીને આપવું નહીં. (૪) છળકપટથી બુદ્ધિપૂર્વક કોઈની સાથે છેતરપિંડી કરવી નહીં. Page #29 -------------------------------------------------------------------------- ________________ ૨૮ અધ્યાત્મશાન...વેશિક (૫) જુગાર, માંસાહાર, મદ્યપાન, વેશ્યાનો સંગ, શિકાર (સંકલ્પપૂર્વકની ત્રસજીવની હિંસા), મોટી ચોરી અને પરસ્ત્રીગમન; આ સાત વસ્તુનો સર્વથા ત્યાગ કરવો. (૬) સરકારના કાયદા પ્રમાણે કરવેરા આદિ ભરવામાં નિયમિત અને પ્રામાણિક થવું. પ્ર. ૩ઃ નીતિ અને સામાન્ય સદાચારમાં તફાવત છે? નીતિ પાળવાથી શું લાભ? ઉ. : નીતિના મુખ્ય છ પ્રકાર શાસ્ત્રોમાં કહ્યા છે. તેમાં અહીં જે પ્રકાર કહેવાયો છે તેને સામાન્ય નીતિ કહે છે. આ નીતિ વડે કરીને પાત્રતા એટલે કે યોગ્યતા પ્રગટે તો તેવા યોગ્ય જીવને સદ્ગુરુના બોઘે વિશેષ સન્મુરુષાર્થ કરતાં આત્મિક ઘર્મ પ્રગટે. પ્ર. ૪: યોગ્યતાદાયક આ નીતિ વિના શું સાચો ધર્મના પ્રગટે? ઉ. : યોગ્યતા વિના ઘર્મન પ્રગટી શકે, તેથી જ કહ્યું છેઃ દશા ન એવી જ્યાં સુધી જીવ લહે નહીંગ, મોક્ષમાર્ગપામે નહીં, મટન અંતર રોગ. (આત્મસિઢિશાસ્ત્રઃ ૩૯) પ્ર. ૫: ગૃહસ્થવ્યવહારમાં વર્તતા મુમુક્ષુ જીવે આ નીતિધર્મના પાલનમાં કેવી દૃષ્ટિ રાખવી જોઈએ? ઉ. : “જે મુમુક્ષુજીવ ગૃહસ્થવ્યવહારમાં વર્તતા હોય તેણે તો અખંડ નીતિનું મૂળ પ્રથમ આત્મામાં સ્થાપવું જોઈએ, નહીં તો ઉપદેશાદિનું નિષ્ફળપણું થાય છે. દ્રવ્યાદિ ઉત્પન્ન કરવા આદિમાં સાંગોપાંગ ન્યાયસંપન્ન રહેવું તેનું નામ નીતિ છે. એ નીતિ મૂક્યાં પ્રાણ જાય એવી દશા આવ્યું ત્યાગ વૈરાગ્ય ખરા સ્વરૂપમાં પ્રગટે છે અને તે જજીવને સન્દુરુષનાં વચનનું તથા Page #30 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મશાન-પ્રવેશિકા આજ્ઞાધર્મનું અદ્ભુત સામર્થ્ય, માહાત્મ્ય અને રહસ્ય સમજાય છે. જે જીવ કલ્યાણની આકાંક્ષા રાખે છે, અને પ્રત્યક્ષ સત્પુરુષનો નિશ્ચય છે, તેને પ્રથમ ભૂમિકામાં એ નીતિ મુખ્ય આધાર છે. કઠણ વાત છે માટે ન બને, એ કલ્પના મુમુક્ષુને અહિતકારી છે અને છોડી દેવા યોગ્ય છે.’ પ્ર. ૬: સદાચારમાં કેવી રીતે સ્થિર થઈ શકાય તે ટૂંકમાં કહો. ૨૯ ઉ. : સભ્યતા, સજ્જનતા, સદ્ભાવના, સાહસ અને સત્કૃત્યોમાં તત્પરતા રાખવાથી સદાચારી બની શકાય છે, જે સતત કર્તવ્યરૂપ છે એમ મહાજ્ઞાનીઓનો આદેશ છે. Page #31 -------------------------------------------------------------------------- ________________ પ્ર. ૧: ઉ. પ્ર. ૨: ઉ. તપ એટલે શું ? ઃ ઇચ્છાનો નિરોધ કરવો તેને તપ કહે છે. તપના કેટલા પ્રકાર છે? ૯ તપ અને તેની આરાધના : તપના બાર પ્રકાર છે. છ પ્રકારનાં બાહ્ય તપ અને છ પ્રકારનાં અંતરતપ. ૫. ૩: બાહ્ય તપ કયાં કયાં છે ? ઉ. : ઉપવાસ, ઊણોદરી, વૃત્તિનો સંક્ષેપ, રસોનો ત્યાગ, એકાંતસ્થાનસેવન અને કાયકલેશ. ૫. ૪: અંતરતપ કયાં કયાં છે ? ઉં. પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવૃત્ત્વ (રોગી સાધર્મીઓની સેવા-શુશ્રુષા), સ્વાધ્યાય, ધ્યાન અને વ્યુત્સર્ગ (મમતાનો ત્યાગ). પ્ર. ૫ : કયા તપ પ્રત્યે વિશેષ લક્ષ આપવું ? ઉ. : બધા પ્રકારનાં તપ આદરવા યોગ્ય છે પરંતુ સ્વાધ્યાયરૂપી તપમાં પ્રવર્તવાથી લાભ સૌથી વધારે છે અને કષ્ટ તદ્દન ઓછું છે. આ તપમાં ઉદ્યમવંત થવાથી આત્માનું, બંધનું, મોક્ષમાર્ગનું, મોક્ષનું, ભક્ષ્ય-અભક્ષ્યનું, તેમ જ છોડવા યોગ્ય, આદરવા યોગ્ય અને જાણવા યોગ્ય તત્ત્વોનું જ્ઞાન થાય Page #32 -------------------------------------------------------------------------- ________________ છે જેથી મોક્ષમાર્ગમાં સારી રીતે પ્રવર્તવાનું બની શકે છે. આવાં અનેક કારણોથી આચાર્યોએ સ્વાધ્યાયને શ્રેષ્ઠતા કહ્યું છે અને તેમાં પ્રવર્તવા ગૃહસ્થને અને ત્યાગીને બન્નેને ઉપદેશ કર્યો છે. પ્ર. ૬: સ્વાધ્યાય સિવાયનાં તપ કરવાં કે નહીં? ઉ. : તપ તો બધાય પ્રકારનાં કરવા યોગ્ય છે. પોતાની જેટલી શક્તિ હોય તેટલું તપ કરવાનું છે, પરંતુ તપનું અનુષ્ઠાન કરતી વખતે પોતાની શક્તિ ગોપવવાની (છૂપાવવાની) નથી. કોઈક્યા પ્રકારનું તપ કરે તે અગત્યનું નથી પણ સમજી લેવું કે મુખ્ય તપ તે અંતર-તપ છે, અને જે બાહ્ય તપ છે તે અંતર–તપના સહકારી છે. અંતરતા આત્માની પરિણતિ સાથે સીધો સંબંધ ધરાવે છે તેથી ચિત્તની (ઉપયોગની) શુદ્ધિ અર્થે અંતરતપની મુખ્યતા છે. ઉપયોગની શુદ્ધિને અનુરૂપ મોક્ષ થાય છે, માત્ર બાહ્ય દેહાદિની ચેષ્ટાને અનુરૂપ મોક્ષ થતો નથી. એમ સ્પષ્ટપણે જાણવાથી દૃષ્ટિવિવેકસંપન્નરહે છે અને સમ્યફ તપમાં પ્રવર્તન થાય છે. પ્ર. ૭ઃ તપની શું અગત્ય છે? ઉ. : પૂર્વાચાર્યોએ ચાર પ્રકારની આરાઘના મોક્ષનું કારણ કહી છે. સાચી શ્રદ્ધા, સાચું જ્ઞાન, સાચું આચરણ અને સાચું તપ. આ ચતુર્વિધ આરાધનાથી ચાર ગતિઓનો નાશ કરી પંચમગતિ (સિદ્ધ-અવસ્થા) પ્રાપ્ત કરી શકાય છે. આમ મોક્ષની આરાધનામાં તપ એક અગત્યનું અંગ છે. પ્ર. ૮: તપ કેવી રીતે કરવાથી આત્માનું કલ્યાણ થાય? ઉ. : “જે જે વખતે તપશ્ચર્યા કરવી તે તે વખતે સ્વચ્છેદથી ન કરવી, અહંકારથી ન કરવી, લોકોને લીધે ન કરવી, જીવે જે કાંઈ Page #33 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મજ્ઞાન-પ્રવેશિક કરવું તે સ્વચ્છેદે નકરવું. અત્ર તો લોકસંશાએ, ઓળસંશાએ, માનાર્થે, પૂજાથે, પદના મહત્ત્વાર્થે, શ્રાવકાદિના પોતાપણાર્થે કે એવાં બીજાં કારણથી જપતપાદિ, વ્યાખ્યાનાદિ કરવાનું પ્રવર્તન થઈ ગયું છે, તે આત્માર્થ કોઈ રીતે નથી, આત્માર્થના પ્રતિબંધરૂપ છે. ગમે તે ક્રિયા જપ, તપ અને શાસ્ત્રવાચન કરીને પણ એક જ કાર્ય સિદ્ધ કરવાનું છે, તે એ કે ગતની વિસ્મૃતિ કરવી અને સતના ચરણમાં રહેવું, અને એ એક જ લા ઉપર પ્રવૃત્તિ કરવાથી જીવને પોતાને શું કરવું યોગ્ય છે, અને શું કરવું અયોગ્ય છે તે સમજાય છે, સમજાતું જાય છે. એ લક્ષ આગળ થયા વિના જપ, તપ, ધ્યાન કેદાન કોઈની યથાયોગ્ય સિદ્ધિ નથી અને ત્યાં સુધી ધ્યાનાદિક નહીં જેવાં કામનાં છે.” Page #34 -------------------------------------------------------------------------- ________________ ૧૦ સમાધિમરણ પ્ર. ૧: સમાધિમરણ એટલે શું? ઉ. : આત્મજ્ઞાનાદિ પ્રગટ કરવાં તેનું નામ બોધિ અને પ્રાપ્ત કરેલાં આત્મજ્ઞાનાદિને આત્મજાગૃતિરૂપ પુરુષાર્થ દ્વારા મૃત્યુ સમયે ભવાંતરમાં સાથે લઈ જવાં તેને સમાધિમરણ કહે છે. પ્ર. ૨ઃ સમાધિમરણ કોને થાય? ઉ. : સાચું સમાધિમરણ માત્ર જ્ઞાની પુરુષને જ થઈ શકે છે. પ્ર. ૩ઃ મુમુક્ષુને પ્રભુસ્મરણપૂર્વક જે મરણ થાય તે સમાધિમરણ છે કે નહીં? ઉ. : તેવા મૃત્યુને સુગતિમરણ કહે છે. તે મુમુક્ષુ સાધનાના સંસ્કાર - સાથે લઈ જાય છે પણ આત્મજ્ઞાનાદિ પ્રગટ્યાં જ નથી તો તેને અન્ય ભવમાં કેવી રીતે સાથે લઈ જાય ? માટે મુમુક્ષુને સુગતિમરણ થાય છે એમ પરમાર્થથી જાણવું. પ્ર. ૪: સમાધિમરણના કેટલા પ્રકાર છે? ઉ. : પૂર્વાચાર્યોએ મુખ્ય સત્તર પ્રકારનાં મરણો કહ્યાં છે તેને સંક્ષેપમાં વિચારતાં પાંચ પ્રકારનીચે પ્રમાણે ગણવામાં આવ્યા () પંડિત-પડિતમરણ પરમાત્મા (અરિહંત)ને હોય છે. () પંડિતમરણ: આત્મશાન સહિત સંયમ હોય તેને પ્રાપ્ત Page #35 -------------------------------------------------------------------------- ________________ ૩૪ અધ્યાત્માન-પ્રવેશિકા થાય. બાલ-પંડિત-મરણઃ શાની પણ સંયમી ન હોય તેવા સમ્યગ્દષ્ટિને પ્રાપ્ત થાય છે. આ ત્રણ સમાધિમરણના પ્રકાર છે. બીજા બે પ્રકારનાં મરણ નીચે પ્રમાણે છે: બાળમરણ : સત્પષની તથા તત્ત્વની વ્યાવહારિક શ્રદ્ધા કરે પણ પારમાર્થિક શ્રદ્ધા ન કરે અને તત્ત્વનું ભાવભાસન ન થયું હોય તો ઓઘસંજ્ઞાએ કે લોકસંજ્ઞાએ આરાધના કર્યા કરે તેવા પુરુષને આવું બાળમરણ થાય. (૬) બાળ-બાળમરણ પરમાર્થથી સર્વથા વિમુખ એવા જગતના ઘર્મરહિત જીવોને આવું મરણ હોય. પ્ર. ૫: સલ્લેખના ક્યારે લેવી જોઈએ? ઉ. : અતિશય વૃદ્ધાવસ્થા, અસાધ્ય રોગ, દુકાળ કે ઘોર ઉપસર્ગથી જ્યારે મૃત્યુ સમીપ લાગે ત્યારે ઘર્મની રક્ષા કાજે શરીરનો ત્યાગ કરવો જોઈએ. આ સાધનાને સલ્લેખના કહે છે. પ્ર. ૬ઃ સલ્લેખના દ્વારા સમાધિમરણની શું વિધિ છે? ઉ. : સમાધિમરણમાં કષાયને પાતળા પાડવાના છે અને સાથે સાથે શરીરને પણ કુશ કરવાનું છે. જ્યારે સમાધિમરણનો નિશ્ચય કરે ત્યારે મુમુક્ષુ શુદ્ધ મનથી સ્નેહ, વેર, સંગ અને પરિગ્રહનો ત્યાગ કરે અને તે માટે સૌ સ્વજન-મિત્રાદિને સાચા દિલથી ક્ષમા આપે અને પોતાના સર્વદોષોની અને અપરાધોની માફી આપવા વિનંતી કરે. જો મુનિજનોનો સમાગમ થઈ શકે તો ઘરનો ત્યાગ કરી, સાધુસમાગમમાં રહે અને ઉપચારથી મહાવ્રતોને અંગીકાર કરે. તેટલી શક્તિ અને સંયોગ ન હોય તો ઘરમાં રહી એક Page #36 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મજ્ઞાન-પ્રવેશિકા ૩૫ નિયત સ્થાન ગ્રહણ કરી પહેલાં માત્ર દૂધ, પછી માત્ર પાણી અને છેલ્લે ચારેય પ્રકારના આહારનો ત્યાગ કરે. પોતાની સંપત્તિમાંથી અમુક નિયત અંશને ધર્મકાર્યોમાં વાપરવાનો આદેશ કરે. બાકીની સંપત્તિનું સ્વજનપરિવારમાં વિવેકપૂર્વક દાન કરે. પંચ-પરમગુરૂ (પરમાત્મા અને સગુરૂ) નું સ્મરણ કરી તેમનું શરણ ગ્રહે અને સ્વજનોને કહે કે જયારે હું પ્રભુ નામનું રટણ કરતો બંધ થાઉં ત્યારે તમો પરમાત્માની વાણી મને સંભળાવજો. ધીરજથી, દૃઢતાથી, સહનશીલ અને વીર થઈને ધીમે ધીમે શરીર તન્ન કૃશ થતાં તે મહાપુરૂષ શરીર છોડી ભવાંતરને પ્રાપ્ત કરે છે. આમ, શાંતભાવ સહિત, આત્મા-પરમાત્માના સ્મરણપૂર્વક દેહ છોડવાની સામાન્ય વિધિ છે, વિશેષ સન્શાસ્ત્રોથી જાણવી.* પ્ર. ૭ : સમાધિમરણનું ફળ શું? ઉ. : મરણ તે સાધકની ખરેખરી પરીક્ષા છે. જો સમાધિમરણ ન થાય તો સાધનાનું મુખ્યપણે નિષ્ફળપણું જાણવું. સમાધિમરણથી રત્નત્રયને અન્ય ભવમાં પણ સાથે લઈ જવામાં આવે છે. તેથી સદ્ગતિ સહિત અલ્પકાળમાં મોક્ષની પ્રાપ્તિ થાય છે. આવા સમાધિમરણ માટે યોગ્ય પૂર્વતૈયારીઓ અને સતત સત્યપુરૂષાર્થ કર્તવ્ય છે. * ભગવતી-આરાધના, ભગવતીસૂત્ર, રત્નકરંડશ્રાવકાચાર, મૃત્યુમહોત્સવ વગેરે. Page #37 -------------------------------------------------------------------------- ________________ તું ગમે તે ધર્મ માનતો હોય તેનો મને પક્ષપાત નથી, માત્ર કહેવાનું તાત્પર્ય કે જે રાહથી સંસારમળ નાશ થાય તે ભક્તિ, તે ધર્મ અને તે સદાચારને તું સેવજે.” - શ્રીમદ્ રાજચંદ્ર Page #38 -------------------------------------------------------------------------- ________________ હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.” શ્રી આત્માનંદજી (ાટે સીધો 40 ના કેન્દ્ર કે ધ્યાન રઢ આધ્યિામિ, / સત્સંગ ) (સ્વાધ્યાય સંગીત હકી, રાજચન સેવા પ્રકાશક: શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર (શ્રી સદ્ભુત સેવા સાધના કેન્દ્ર સંચાલિત) કોબા.-૩૮૨ 009. (જી. ગાંધીનગર)