________________
અધ્યાત્મજ્ઞાન-પ્રવેશિક નહીં તેમનું કલ્યાણ ન થાય. પ્ર. ૬ઃ તેવા મનુષ્યોનું કલ્યાણ ન થાય તો) શું થાય? ઉ. : તેવા મનુષ્યો આ જગતમાં અનેક પ્રકારની
ચિંતા-ઉપાધિઓથી ઘેરાઈ જાય છે, મૃત્યુ પામતા સુધી લોભાદિને વશ થઈ આકુળવ્યાકુળ રહે છે અને આપમરણને*
પામીને પરભવમાં પણ દુર્ગતિનાં અનેક દુઃખોને પામે છે. પ્ર. ૭ઃ મનુષ્યભવ દુર્લભ છે તે કેવી રીતે જાણી શકાય? ઉ. : સર્વસંતોની વાણીથી અને સન્શાસ્ત્રોથી આ વાત જાણીને ધર્મી
જીવો તેને સત્ય માને છે. વળી પ્રત્યક્ષમાં પણ એક-ઇન્દ્રિયવાળાં વનસ્પતિ વગેરે કે ત્રણ-ઈન્દ્રિયવાળાં કીડી વગેરેની સંખ્યા જોતાં મનુષ્યોની સંખ્યા તદન ઓછી છે એમ જોઈ શકાય છે. આમ શાસ્ત્રો વડે, સંતોના ઉપદેશ વડે અને
પ્રત્યક્ષ પ્રમાણ વડે મનુષ્યભવનું દુર્લભપણું જાણી શકાય છે. પ્ર. ૮: પૂર્વાચાર્યો અને સંતોએ મનુષ્યભવને દુર્લભ રત્નચિંતામણિ
જેવો કહ્યો તેનાં શાં કારણ છે? ઉ. : () આત્માના સામાન્ય વિકાસક્રમમાં પણ મનુષ્ય, જેટલો
આત્માનો વિકાસ અન્ય કોઈ પણ પ્રાણીને વિષે દેખાતો નથી તે તો આ જમાનામાં થયેલા વિજ્ઞાન અને કળાના વિકાસ પરથી પણ આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ
છીએ. () જેમ કાર્યની વિશેષતાથી કારણની વિશેષતાનો નિશ્ચય
થઈ શકે છે તેમ અનાદિકાળથી અનેકવિધ નીચ યોનિઓમાં ભટકતા એવા આ આત્માને પાંચ ઇન્દ્રિયો
અને વિવેકયુક્ત એવા આ મનુષ્યભવની પ્રાપ્તિ પણ *કુગતિ-મરણ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org