SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ મનુષ્યભવ પ્ર. ૧ઃ મનુષ્યભવ એટલે શું? ઉ. : દીર્ઘ કાળથી સંસારમાં ભ્રમણ કરી રહેલા આપણા આત્માને પાંચ ઈન્દ્રિયો અને મન સહિતના આ ઉત્તમ શરીરમાં અમુક ચોક્કસ કાળ સુધી રહેવાનો જે પરવાનો પ્રાપ્ત થયો છે તે જ આપણને મળેલો મનુષ્યભવ છે. પ્ર. ૨ઃ મનુષ્યભવને ઉત્તમ કેમ કહો છો? ઉ. : બીજાં શરીરો કરતાં આ શરીરમાં રહેલા આત્માઓમાં વિશેષ પ્રકારે સત્ય-વિવેક પામવાની સગવડ છે તેથી તેને ઉત્તમ કહીએ છીએ. પ્ર. ૩ઃ શું મનુષ્યભવને પામેલા બધા આત્માઓનું કલ્યાણ થાય છે? ઉ. : થાય વા ના પણ થાય. પ્ર. ૪: ક્યા મનુષ્ય-આત્માઓનું કલ્યાણ થાય? ઉ. : જેઓ સત્ય પુરુષાર્થ દ્વારા સદ્ગુરુ-સન્શાસ્ત્ર આદિથી પોતાનું સાચું સ્વરૂપ જાણવાનો ઉદ્યમ કરે અને સાચી શ્રદ્ધા, સાચા જ્ઞાન અને સાચા આચરણને સેવે તેમનું કલ્યાણ થાય. પ્ર. પઃ ક્યા મનુષ્ય-આત્માઓનું કલ્યાણન થાય? ઉ. : જે મનુષ્યો આળસ, ઊંઘ, અન્યની નિંદા, હિંસાદિ પાપભાવોમાં જતન્મય થઈ જાય અને સત્સંગ સદ્વિચારને સેવે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001356
Book TitleAdhyatmagyan Praveshika
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2003
Total Pages38
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Spiritual
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy