________________
૨૮
અધ્યાત્મશાન...વેશિક (૫) જુગાર, માંસાહાર, મદ્યપાન, વેશ્યાનો સંગ, શિકાર
(સંકલ્પપૂર્વકની ત્રસજીવની હિંસા), મોટી ચોરી અને
પરસ્ત્રીગમન; આ સાત વસ્તુનો સર્વથા ત્યાગ કરવો. (૬) સરકારના કાયદા પ્રમાણે કરવેરા આદિ ભરવામાં
નિયમિત અને પ્રામાણિક થવું. પ્ર. ૩ઃ નીતિ અને સામાન્ય સદાચારમાં તફાવત છે? નીતિ પાળવાથી
શું લાભ? ઉ. : નીતિના મુખ્ય છ પ્રકાર શાસ્ત્રોમાં કહ્યા છે. તેમાં અહીં જે
પ્રકાર કહેવાયો છે તેને સામાન્ય નીતિ કહે છે. આ નીતિ વડે કરીને પાત્રતા એટલે કે યોગ્યતા પ્રગટે તો તેવા યોગ્ય જીવને સદ્ગુરુના બોઘે વિશેષ સન્મુરુષાર્થ કરતાં આત્મિક ઘર્મ
પ્રગટે. પ્ર. ૪: યોગ્યતાદાયક આ નીતિ વિના શું સાચો ધર્મના પ્રગટે? ઉ. : યોગ્યતા વિના ઘર્મન પ્રગટી શકે, તેથી જ કહ્યું છેઃ
દશા ન એવી જ્યાં સુધી જીવ લહે નહીંગ, મોક્ષમાર્ગપામે નહીં, મટન અંતર રોગ.
(આત્મસિઢિશાસ્ત્રઃ ૩૯) પ્ર. ૫: ગૃહસ્થવ્યવહારમાં વર્તતા મુમુક્ષુ જીવે આ નીતિધર્મના
પાલનમાં કેવી દૃષ્ટિ રાખવી જોઈએ? ઉ. : “જે મુમુક્ષુજીવ ગૃહસ્થવ્યવહારમાં વર્તતા હોય તેણે તો અખંડ
નીતિનું મૂળ પ્રથમ આત્મામાં સ્થાપવું જોઈએ, નહીં તો ઉપદેશાદિનું નિષ્ફળપણું થાય છે. દ્રવ્યાદિ ઉત્પન્ન કરવા આદિમાં સાંગોપાંગ ન્યાયસંપન્ન રહેવું તેનું નામ નીતિ છે. એ નીતિ મૂક્યાં પ્રાણ જાય એવી દશા આવ્યું ત્યાગ વૈરાગ્ય ખરા સ્વરૂપમાં પ્રગટે છે અને તે જજીવને સન્દુરુષનાં વચનનું તથા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org