________________
છે જેથી મોક્ષમાર્ગમાં સારી રીતે પ્રવર્તવાનું બની શકે છે. આવાં અનેક કારણોથી આચાર્યોએ સ્વાધ્યાયને શ્રેષ્ઠતા કહ્યું છે અને તેમાં પ્રવર્તવા ગૃહસ્થને અને ત્યાગીને બન્નેને ઉપદેશ
કર્યો છે. પ્ર. ૬: સ્વાધ્યાય સિવાયનાં તપ કરવાં કે નહીં? ઉ. : તપ તો બધાય પ્રકારનાં કરવા યોગ્ય છે. પોતાની જેટલી
શક્તિ હોય તેટલું તપ કરવાનું છે, પરંતુ તપનું અનુષ્ઠાન કરતી વખતે પોતાની શક્તિ ગોપવવાની (છૂપાવવાની) નથી. કોઈક્યા પ્રકારનું તપ કરે તે અગત્યનું નથી પણ સમજી લેવું કે મુખ્ય તપ તે અંતર-તપ છે, અને જે બાહ્ય તપ છે તે અંતર–તપના સહકારી છે. અંતરતા આત્માની પરિણતિ સાથે સીધો સંબંધ ધરાવે છે તેથી ચિત્તની (ઉપયોગની) શુદ્ધિ અર્થે અંતરતપની મુખ્યતા છે. ઉપયોગની શુદ્ધિને અનુરૂપ મોક્ષ થાય છે, માત્ર બાહ્ય દેહાદિની ચેષ્ટાને અનુરૂપ મોક્ષ થતો નથી. એમ સ્પષ્ટપણે જાણવાથી દૃષ્ટિવિવેકસંપન્નરહે છે અને
સમ્યફ તપમાં પ્રવર્તન થાય છે. પ્ર. ૭ઃ તપની શું અગત્ય છે? ઉ. : પૂર્વાચાર્યોએ ચાર પ્રકારની આરાઘના મોક્ષનું કારણ કહી છે.
સાચી શ્રદ્ધા, સાચું જ્ઞાન, સાચું આચરણ અને સાચું તપ. આ ચતુર્વિધ આરાધનાથી ચાર ગતિઓનો નાશ કરી પંચમગતિ (સિદ્ધ-અવસ્થા) પ્રાપ્ત કરી શકાય છે. આમ મોક્ષની
આરાધનામાં તપ એક અગત્યનું અંગ છે. પ્ર. ૮: તપ કેવી રીતે કરવાથી આત્માનું કલ્યાણ થાય? ઉ. : “જે જે વખતે તપશ્ચર્યા કરવી તે તે વખતે સ્વચ્છેદથી ન કરવી,
અહંકારથી ન કરવી, લોકોને લીધે ન કરવી, જીવે જે કાંઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org