________________
અધ્યાત્મજ્ઞાન-પ્રવેશિક કરવું તે સ્વચ્છેદે નકરવું. અત્ર તો લોકસંશાએ, ઓળસંશાએ, માનાર્થે, પૂજાથે, પદના મહત્ત્વાર્થે, શ્રાવકાદિના પોતાપણાર્થે કે એવાં બીજાં કારણથી જપતપાદિ, વ્યાખ્યાનાદિ કરવાનું પ્રવર્તન થઈ ગયું છે, તે આત્માર્થ કોઈ રીતે નથી, આત્માર્થના પ્રતિબંધરૂપ છે. ગમે તે ક્રિયા જપ, તપ અને શાસ્ત્રવાચન કરીને પણ એક જ કાર્ય સિદ્ધ કરવાનું છે, તે એ કે ગતની વિસ્મૃતિ કરવી અને સતના ચરણમાં રહેવું, અને એ એક જ લા ઉપર પ્રવૃત્તિ કરવાથી જીવને પોતાને શું કરવું યોગ્ય છે, અને શું કરવું અયોગ્ય છે તે સમજાય છે, સમજાતું જાય છે. એ લક્ષ આગળ થયા વિના જપ, તપ, ધ્યાન કેદાન કોઈની યથાયોગ્ય સિદ્ધિ નથી અને ત્યાં સુધી ધ્યાનાદિક નહીં જેવાં કામનાં છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org