________________
૨૩
અધ્યાત્મજ્ઞાનપ્રવેશિકા પ્ર. ૭ઃ સ@ાસ્ત્રોના પરિચયનું ફળ શું છે? ઉ. : સદ્દગુરુ કે સત્સંગનો આશ્રય કરીને સાસ્ત્રનો પરિચય
કરવાથી અલ્પ કાળમાં મહાન ફળની પ્રાપ્તિ થાય છે. જ્યારે સદ્ગુરુનો યોગ ન હોય ત્યારે સાસ્ત્રોનું અવશ્ય અવલંબન લેવું, જેથી પરમાર્થમાર્ગમાં ચિત્ત લાગ્યું રહે. શાસ્ત્રોનો મહિમા અપાર છે. પરોક્ષ વસ્તુઓનું જ્ઞાન કરાવનાર, અનેક સંશયોને છેદનાર, સત્યતત્ત્વોને દર્શાવનાર આ શાસ્ત્રો જ છે. વળી તે અનુભવી પુરુષનાં વચનો હોવાથી સાધકને મોક્ષમાર્ગમાં પરમ કલ્યાણરૂપ અને પ્રત્યક્ષ માર્ગદર્શક જેવું કાર્ય કરવા પણ સમર્થ છે. આમ, પ્રાથમિક મુમુક્ષુપણું પ્રગટાવવાથી માંડીને અંતે પૂર્ણ આત્મસમાધિ પ્રાપ્ત કરાવવારૂપી ઉત્તમ ફળો આપવાની શક્તિ જેનામાં છે તેવાં શાસ્ત્રો સાધકને મોક્ષમાર્ગમાં એક અદ્દભુત અને અનિવાર્ય અવલંબન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org