________________
- સાચું જ્ઞાન અને સાચી શ્રદ્ધા પ્ર. ૧ઃ સાચું જ્ઞાન એટલે શું? ઉ. : જગતના પદાર્થો ખરેખર જેવા છે તે સ્વરૂપે તેમને યથાર્થ રીતે
જાણવા તે સાચું જ્ઞાન અને તેવી જ અંતરંગ માન્યતા કરવી તે
સાચી શ્રદ્ધા. પ્ર. ૨ઃ અમે સોનાને સોનું, લોઢાને લોઢું વગેરે પ્રકારે જાણીએ છીએ
તો અમારું જ્ઞાન સાચું છે ને? ઉ. : અહીં પરમાર્થનું પ્રયોજન છે તેથી તે પદાર્થો જાણતાં જ તેમાં
મોહ ઉત્પન્ન થઈ જાય તો તે જ્ઞાન, રાગમિશ્રિત હોવાથી, અજ્ઞાન છે (જેને કુશાન પણ કહે છે). આત્મસ્વરૂપનું જ્ઞાન થયા પહેલાં કોઈ પણ જીવને અન્ય પદાર્થનું જ્ઞાન પરમાર્થે
સાચું હોતું નથી. પ્ર. ૩ઃ શાનીને પણ રાગ તો હોય છે તો તેના જ્ઞાનને સાચું કેમ કહો
છો? ઉ. : જ્ઞાનીઓ આત્માને યથાર્થ રીતે જાણ્યો અને અનુભવ્યો છે,
તેથી જગતના જીવો જેવો રાગ તેમને થતો નથી. વળી શાન અને રાગને તે જુદા જુદા સ્વભાવવાળા જાણે છે તેથી આવા ભેદજ્ઞાનના વિદ્યમાનપણામાં તેમનું જ્ઞાન સાચું કહીએ છીએ. આમ છતાં જ્યાં સુધી જેટલો રાગ છે ત્યાં સુધી તેટલા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org