________________
અધ્યાત્મશાન-પ્રવેશિકા
૨૫
પ્રમાણમાં અશાનના અંશો છે એમ સાપેક્ષપણે જાણો.
પ્ર.૪ઃ અધ્યાત્મપરિભાષામાં સાચું જ્ઞાન કોને કહે છે? તેની સાધના
શી? ઉ. : દેહાદિ જડ પદાર્થોથી હું શુદ્ધ ચૈતન્યસ્વરૂપી આત્મા ખરેખર
જુદો છું એમ જ સદ્ગુરુના બોધથી યથાર્થપણે જાણે અને અભ્યાસે તેનું જ્ઞાન ક્રમે કરીને સાચું થઈ જાય છે. આમ
સ્વ-પરનો વિવેક, આત્મા-અનાત્માનો વિવેક, સારાસારનો વિવેક જેના અંતરમાં પ્રગટે તેને સાચું જ્ઞાન થાય. જેમ તલવાર અને મ્યાન જુદાં છે, દૂધ અને પાણી જુદાં છે, મેલા પાણીમાં મલિનતા અને પાણી જુદાં છે અને સુવર્ણરજમાં સોનું અને માટી જુદાં છે, તેમ દેહ અને આત્માનું ભિન્નપણું લક્ષણ દ્વારા જાણવું જોઈએ અને જાણીને અભ્યાસવું જોઈએ. દેહાધ્યાસ ઘટાડવો અને આત્માભ્યાસ વધારવો એમ સતત તત્ત્વાભ્યાસરૂપ સાધના કલ્યાણકારી છે. જે જ્ઞાન કર્મબંધનાં કારણોને માત્ર જાણે જ પરંતુ તેથી નિવર્તે નહીં તે જ્ઞાન પણ અજ્ઞાન જ છે. “જે વાંચવાથી, સમજવાથી તથા વિચારવાથી આત્મા વિભાવથી, વિભાવનાં કાર્યોથી અને વિભાવના પરિણામથી ઉદાસ ન થયો, વિભાવનો ત્યાગી ન થયો, વિભાવનાં કાર્યોનો અને વિભાવનાં ફળનો ત્યાગીન થયો, તે વાંચવું, તે વિચારવું અને તે સમજવું અજ્ઞાન છે. વિચારવૃત્તિ સાથે ત્યાગવૃત્તિ ઉત્પન્ન કરવી તે જ વિચાર સફળ છે, એમ કહેવાનો શાનીનો પરમાર્થ છે.” આ પ્રકારે જેમ જેમ સાચા જ્ઞાનની સાધના કરે તેમ તેમ આત્માની શુદ્ધિ વધતી જાય અને આ જ સાચું જ્ઞાન (જ્ઞાનમાર્ગી છે એમ જાણો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org