________________
૨૨
અધ્યાત્માનપ્રવેશિક (૨) જે વાંચવાથી ઉપશમ-વૈરાગ્યની વૃદ્ધિ થાય. (૩) જેમાં મતમતાંતરની ચર્ચા દ્વારા વાદવિવાદ અને
સંપ્રદાયવાદરૂપી પક્ષપાતને પોષનારું કથન ન હોય. (૪) જેમાં સ્પષ્ટપણે વસ્તુનું સ્વરૂપ પ્રત્યક્ષ-પરોક્ષ પ્રમાણથી
સિદ્ધ કર્યું હોય. (પ) જેમાં પૂર્વાપર વિરોધ ન હોય અને એકાંતનો હઠાગ્રહ
ન હોય. (૬) જેમાં શુદ્ધ આત્મજ્ઞાન અને સદાચારનો ઉપદેશ હોય. ) વિવિધ કક્ષાના સાધકના દોષો બતાવી તે દોષો કેવી રીતે દૂર થાય તેના ઉપાયો જેમાં સ્પષ્ટપણે વર્ણવ્યા હોય અને આ પ્રકારે આત્મશુદ્ધિના માર્ગનો પ્રકાશ કર્યો
હોય. પ્ર. ૫ઃ સ@ાસ્ત્રોનો પરિચય કેવી રીતે કરવો? ઉ. : શાસ્ત્રો વાંચવા અને સમજવાં. જ્યાં સમજણ ના પડે ત્યાં
વિશેષ જ્ઞાનીને પૂછવું. જે અર્થ સમજાયો હોય તેનું વારંવાર સ્મરણ-ચિંતન કરવું. વધારે ઉપયોગી બોધ નોંધપોથીમાં અવશ્ય લખવો. શાસ્ત્રનું પારાયણ કરવું અને તેનો ઉપદેશ કરવો તે પણ શાસ્ત્ર-સ્વાધ્યાયના જ પ્રકાર છે. ઉત્તમ પદો
કિંઠસ્થ કરવાં. પ્ર. ૬ઃ તેવો પરિચય કરવા નિયમ લેવો? ઉ. : હા. નિયમપૂર્વક અને નિયમિતપણે, પદ્ધતિસર, સત્સંગના
યોગે શાનની પ્રાપ્તિ કરવી સાઘને ખૂબ કલ્યાણકારી છે. થોડાંક શાસ્ત્ર અહીંતહીંથી વાંચી લેવાથી કલ્યાણ નથી પણ ધર્મનાં મુખ્યતત્ત્વોને સારી રીતે જાણવા અને શ્રદ્ધવાં. તો તેના ફળરૂપે વિવેક ઉત્પન્ન થાય, જે પ્રગટતાં સાધકનું અવશ્ય કલ્યાણ થાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org