________________
પ્રકાશકીય નિવેદન
મનુષ્યમાત્ર શાશ્વત આનંદની પ્રાપ્તિને ઝંખે છે. આ વાત પણ સર્વધર્મસંમત છે કે આવા આનંદની પ્રાપ્તિ એકમાત્ર આત્મજ્ઞાન વડે જ થઈ શકે છે. તે આત્મજ્ઞાન સત્યતત્ત્વના પરિણાનથી, વૈરાગ્યથી અને અભ્યાસથી ક્રમે કરીને પ્રગટી શકે છે.
તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિ આ કાળે પ્રત્યક્ષ સગુરુના બોધના અનુપમ લાભ દ્વારા કોઈક વિરલા પુરુષોને જ થઈ શકે છે, તેથી જ્ઞાનપ્રાપ્તિનો મુખ્ય આધાર વર્તમાનમાં પૂર્વાચાર્યો અને સંતોની અનુભવવાણી અને તેઓએ રચેલાં સિદ્ધાંતશાસ્ત્રો છે.
આવાં સિદ્ધાંતશાસ્ત્રો અને તેમની ગૂઢ અનુભવવાણી ખરેખર સમજવાની પાત્રતા આવે તે માટે અધ્યાત્મનું અલ્પ અને પ્રાથમિક કક્ષાનું જ્ઞાન પૂ. શ્રી આત્માનંદજીએ આ પુસ્તિકામાં અવતારિત કર્યું છે. તદ્દન સરળ ભાષામાં, મોક્ષસાધનામાં ઉપયોગી થાય એવા માત્રથોડા જમુખ્ય વિષયોને અહીં પ્રશ્નોત્તરરૂપે રજૂ કરેલ છે જેથી વાચન સરળ બને, જિજ્ઞાસમાં વિચારદશા ઉત્પન્ન થાય અને આમ થતાં અધ્યાત્મજ્ઞાનરૂપી સમુદ્રમાં પ્રવેશ કરવા માટે તે યોગ્ય બને. આ પ્રકાશન પાછળ આવો હેતુ રહેલો હોવાથી તેનું નામ “અધ્યાત્મજ્ઞાન-પ્રવેશિકા” રાખ્યું છે.
કોઈ પણ તત્ત્વજિજ્ઞાસુને આ પુસ્તિકાના વાચન-મનનથી મહાજ્ઞાનીઓના અને પૂર્વાચાર્યોના ગ્રંથો વાંચવા પ્રત્યે સાચો ભાવ જાગે અને તે ભાવને અનુસરતાં, શુદ્ધ આત્માની પ્રતીતિ, લક્ષ અને અનુભવની તેને પ્રાપ્તિ થાય તેવી ભાવના ભાવી વિરમીએ છીએ.
નિવેદકઃ સાહિત્ય પ્રકાશન સમિતિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org