________________
સુખનું સ્વરૂપ અને તેની પ્રાપ્તિ
પ્ર. ૧: સુખ શું છે? ઉ. : ઈદ્રિયોને જે ગમે તેવી વસ્તુઓને ગ્રહણ કરીને જગતના જીવો
જે ભાવનો અનુભવ કરે છે તેને સામાન્યપણે સુખ કહેવામાં
આવે છે. તે પ્ર. ૨ઃ શું આ સુખ સાચું છે? ઉ. : ના. પ્ર. ૩: શા માટે તે સાચું નથી? ઉ. : પ્રથમ તો તે ક્ષણિક-અલ્પકાલીન છે અને બીજું કે તે પરાધીન
છે. જગતના મનગમતા પદાર્થોનો સંયોગ કોઈને પણ કાયમ રહેતો નથી પણ ભાગ્યાધીન હોવાથી બદલાયા કરે છે, તેથી તે સંયોગોનો વિયોગ થવાથી જગતના જીવોદુઃખનો અનુભવ
કરે છે. પ્ર. ૪: કોઈને મનગમતા પદાર્થો મળ્યા જ કરે તો તેટલો સમય તો તે
સુખી ખરો કે નહીં? ઉ. : ખરેખર તે સુખી નથી પણ કલ્પનાથી પોતાને સુખી માને છે;
કારણકે એક ઈચ્છિત વસ્તુ પ્રાપ્ત થઈ કે તરત જ બીજી વસ્તુની ઇચ્છા ઉત્પન્ન થાય છે. આમ જ્યાં સુધી ઇચ્છાઓ વર્યા કરે ત્યાં સુધી જીવ ઇચ્છાથી આકુળવ્યાકુળ રહ્યા કરે છે અને સાચા સુખ–નિરાકુળ સુખને પામી શકતો નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org