Book Title: Adhyatmagyan Praveshika
Author(s): Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 31
________________ પ્ર. ૧: ઉ. પ્ર. ૨: ઉ. તપ એટલે શું ? ઃ ઇચ્છાનો નિરોધ કરવો તેને તપ કહે છે. તપના કેટલા પ્રકાર છે? ૯ તપ અને તેની આરાધના : તપના બાર પ્રકાર છે. છ પ્રકારનાં બાહ્ય તપ અને છ પ્રકારનાં અંતરતપ. ૫. ૩: બાહ્ય તપ કયાં કયાં છે ? ઉ. : ઉપવાસ, ઊણોદરી, વૃત્તિનો સંક્ષેપ, રસોનો ત્યાગ, એકાંતસ્થાનસેવન અને કાયકલેશ. ૫. ૪: અંતરતપ કયાં કયાં છે ? ઉં. પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવૃત્ત્વ (રોગી સાધર્મીઓની સેવા-શુશ્રુષા), સ્વાધ્યાય, ધ્યાન અને વ્યુત્સર્ગ (મમતાનો ત્યાગ). પ્ર. ૫ : કયા તપ પ્રત્યે વિશેષ લક્ષ આપવું ? ઉ. : બધા પ્રકારનાં તપ આદરવા યોગ્ય છે પરંતુ સ્વાધ્યાયરૂપી તપમાં પ્રવર્તવાથી લાભ સૌથી વધારે છે અને કષ્ટ તદ્દન ઓછું છે. આ તપમાં ઉદ્યમવંત થવાથી આત્માનું, બંધનું, મોક્ષમાર્ગનું, મોક્ષનું, ભક્ષ્ય-અભક્ષ્યનું, તેમ જ છોડવા યોગ્ય, આદરવા યોગ્ય અને જાણવા યોગ્ય તત્ત્વોનું જ્ઞાન થાય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38