Book Title: Adhyatmagyan Praveshika
Author(s): Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 35
________________ ૩૪ અધ્યાત્માન-પ્રવેશિકા થાય. બાલ-પંડિત-મરણઃ શાની પણ સંયમી ન હોય તેવા સમ્યગ્દષ્ટિને પ્રાપ્ત થાય છે. આ ત્રણ સમાધિમરણના પ્રકાર છે. બીજા બે પ્રકારનાં મરણ નીચે પ્રમાણે છે: બાળમરણ : સત્પષની તથા તત્ત્વની વ્યાવહારિક શ્રદ્ધા કરે પણ પારમાર્થિક શ્રદ્ધા ન કરે અને તત્ત્વનું ભાવભાસન ન થયું હોય તો ઓઘસંજ્ઞાએ કે લોકસંજ્ઞાએ આરાધના કર્યા કરે તેવા પુરુષને આવું બાળમરણ થાય. (૬) બાળ-બાળમરણ પરમાર્થથી સર્વથા વિમુખ એવા જગતના ઘર્મરહિત જીવોને આવું મરણ હોય. પ્ર. ૫: સલ્લેખના ક્યારે લેવી જોઈએ? ઉ. : અતિશય વૃદ્ધાવસ્થા, અસાધ્ય રોગ, દુકાળ કે ઘોર ઉપસર્ગથી જ્યારે મૃત્યુ સમીપ લાગે ત્યારે ઘર્મની રક્ષા કાજે શરીરનો ત્યાગ કરવો જોઈએ. આ સાધનાને સલ્લેખના કહે છે. પ્ર. ૬ઃ સલ્લેખના દ્વારા સમાધિમરણની શું વિધિ છે? ઉ. : સમાધિમરણમાં કષાયને પાતળા પાડવાના છે અને સાથે સાથે શરીરને પણ કુશ કરવાનું છે. જ્યારે સમાધિમરણનો નિશ્ચય કરે ત્યારે મુમુક્ષુ શુદ્ધ મનથી સ્નેહ, વેર, સંગ અને પરિગ્રહનો ત્યાગ કરે અને તે માટે સૌ સ્વજન-મિત્રાદિને સાચા દિલથી ક્ષમા આપે અને પોતાના સર્વદોષોની અને અપરાધોની માફી આપવા વિનંતી કરે. જો મુનિજનોનો સમાગમ થઈ શકે તો ઘરનો ત્યાગ કરી, સાધુસમાગમમાં રહે અને ઉપચારથી મહાવ્રતોને અંગીકાર કરે. તેટલી શક્તિ અને સંયોગ ન હોય તો ઘરમાં રહી એક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38