________________
અધ્યાત્મજ્ઞાન-પ્રવેશિકા
૩૫
નિયત સ્થાન ગ્રહણ કરી પહેલાં માત્ર દૂધ, પછી માત્ર પાણી અને છેલ્લે ચારેય પ્રકારના આહારનો ત્યાગ કરે. પોતાની સંપત્તિમાંથી અમુક નિયત અંશને ધર્મકાર્યોમાં વાપરવાનો આદેશ કરે. બાકીની સંપત્તિનું સ્વજનપરિવારમાં વિવેકપૂર્વક દાન કરે. પંચ-પરમગુરૂ (પરમાત્મા અને સગુરૂ) નું સ્મરણ કરી તેમનું શરણ ગ્રહે અને સ્વજનોને કહે કે જયારે હું પ્રભુ નામનું રટણ કરતો બંધ થાઉં ત્યારે તમો પરમાત્માની વાણી મને સંભળાવજો. ધીરજથી, દૃઢતાથી, સહનશીલ અને વીર થઈને ધીમે ધીમે શરીર તન્ન કૃશ થતાં તે મહાપુરૂષ શરીર છોડી ભવાંતરને પ્રાપ્ત કરે છે. આમ, શાંતભાવ સહિત, આત્મા-પરમાત્માના સ્મરણપૂર્વક દેહ છોડવાની સામાન્ય વિધિ છે, વિશેષ સન્શાસ્ત્રોથી
જાણવી.* પ્ર. ૭ : સમાધિમરણનું ફળ શું? ઉ. : મરણ તે સાધકની ખરેખરી પરીક્ષા છે. જો સમાધિમરણ ન
થાય તો સાધનાનું મુખ્યપણે નિષ્ફળપણું જાણવું. સમાધિમરણથી રત્નત્રયને અન્ય ભવમાં પણ સાથે લઈ જવામાં આવે છે. તેથી સદ્ગતિ સહિત અલ્પકાળમાં મોક્ષની પ્રાપ્તિ થાય છે. આવા સમાધિમરણ માટે યોગ્ય પૂર્વતૈયારીઓ અને સતત સત્યપુરૂષાર્થ કર્તવ્ય છે.
* ભગવતી-આરાધના, ભગવતીસૂત્ર, રત્નકરંડશ્રાવકાચાર, મૃત્યુમહોત્સવ વગેરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org