________________
અધ્યાત્મશાન...વેશિકા સ્વભાવ, પ્રેમપૂર્ણ વ્યવહાર, નિઃસ્પૃહતા, સહજવાણી, કડક નિચર્યા, પ્રસન્નતા, પરહિતનિરતતા અને પ્રમત્ત આત્મખોજ, ઉપદેશન આપતા હોય ત્યારે પણ નિરંતર સાધક-શિષ્યોને એક
અભુત પ્રેરકબળ અને ધ્યેયનિષ્ઠા પ્રઘન કરે છે. આમ અનેક પ્રકારે સદ્ગુરુ સાધક-શિષ્યોને ઉપકારી છે. તેમના ઉપકારનું વર્ણન કરવા વાણી અસમર્થ છે, તેથી ભવ્ય
જીવોને તેમના સાનિધ્યના લાભનો સ્વયં અનુભવ કરવા
વિનંતી છે. પ્ર. ૮: સદ્ગુરુ ન મળે તો શું કરવું? ઉ. : સત્યની પ્રાપ્તિ માટે નિરંતર ખોજ ચાલુ રાખી, યથાસંભવ
મુમુક્ષુઓના સંગમાં રહી, સદાચારપૂર્વક તત્ત્વનો અભ્યાસ કરવો. તીર્થયાત્રા વગેરે વખતે વિશેષપણે સદ્દગુરુની ખોજ કરવી, કારણ કે આ જમાનામાં આત્મજ્ઞાની મહાત્માઓ મોટે ભાગે એકાંતવાસમાં રહી પોતાની આત્મસાધના આગળ ચલાવતા હોય છે. એકનિષ્ઠાથી સગુરુની ખોજ ચલાવવામાં આવે તો વહેલામોડા જરૂર ગુરુનો ભેટો થાય છે અને સાધક સત્યરુષાર્થ દ્વારા ઉત્તમ જ્ઞાનસંયમરૂપ સમાધિના આનંદને
પ્રાપ્ત કરે છે. પ્ર. ૯ઃ સદ્ગુરુની ભક્તિ શા માટે કરવી? ઉ. : સદ્ગુરુની ભક્તિ કરવાથી તેમના આત્માની ચેષ્યને વિષે
વૃત્તિ રહે છે. અપૂર્વ ગુણ દૃષ્ટિગોચર થઈ અન્ય સ્વચ્છંદ મટે છે અને સહેજે આત્મબોધ થાય છે. આમ સર્વતોમુખી કલ્યાણનું કારણ હોવાથી સદ્ગુરુની ભક્તિ કરવી જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org