Book Title: Adhyatmagyan Praveshika
Author(s): Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 15
________________ ૧૪ અધ્યાત્મશાન-પ્રવેશિક પ્ર. ૭ઃ સદ્દગૃહસ્થના સંયમધર્મનું વૈજ્ઞાનિક સ્વરૂપ શું છે? ઉ. : (અ) પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત - આ બાર વ્રતોને ગૃહસ્થનો એકદેશસંયમ કહે છે. (વ) ઇન્દ્રિયો, મન અને પ્રાણીઘાતના વિશેષ વિશેષ સંયમને સાધતી અગિયાર પ્રતિમાઓ અથવા પડિમાઓ પણ ગૃહસ્થના સંયમનું શ્રેણીબદ્ધ નિરૂપણ કરે છે, તે આચાર્યોના લખેલા શ્રાવકાચારના ગ્રંથોના આધારે આગળ ઉપરના અભ્યાસમાં આપણે જોઈશું.. પ્ર. ૮: ગૃહસ્વધર્મના સમ્યકુપાલનનું અંતિમ ફળશું છે? ઉ. : ગૃહસ્થઘર્મની આરાધના કરતાં જ્યારે સંયમ પ્રત્યે રુચિ ઘણી વધી જાય ત્યારે મુનિપદના મહાવ્રતને ધારણ કરી મોક્ષપદની ઉગ્ર આરાધના કરી મોક્ષની પ્રાપ્તિ થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38