________________
દાનધર્મ
પ્ર. ૧ઃ દાન એટલે શું? ઉ. : પોતાના અને પરના કલ્યાણ માટે પોતાની ધનાદિ સંપત્તિને
આપી દેવી તે દાન કહેવાય. પ્ર. ૨ઃ દાનથી કલ્યાણ કેવી રીતે થાય? ઉ. : દાન આપવાથી પોતાનો લોભ ઘટે, પાત્રતા વધે, સ્વય
પુણ્યસંચય થાય તથા સાધકોને સગવડ મળતાં તેઓ પણ
ધર્મ-આરાધનામાં નિશ્ચિત થઈ પ્રવર્તી શકે. પ્ર. ૩ઃ દાનથી સમાજકલ્યાણ થાય? ઉ. : યોગ્ય સ્થળે દાન આપવાથી તેનો સદુપયોગ થતાં
સમાજોપયોગી કાર્યો પણ થાય છે. અનાથાલયો, વનિતાવિશ્રામ, કૉલેજ, નિશાળો, હૉસ્ટેલો, ઘરડાનાં ઘરો, પુસ્તકાલયો, ટાઉનહૉલ, વ્યાયામશાળાઓ તથા નિરાધાર મનુષ્યો અને પશુઓને રહેવાનાં સ્થાનોનું નિર્માણ થતાં
સમાજ-સુખાકારી વધે. પ્ર.૪ઃ દાનના કેટલા પ્રકારો કહ્યા છે? ઉ. : દાનના મુખ્ય પાંચ પ્રકારો કહ્યાછેઃ આહારદાન, વિદ્યાદાન,
ઔષધદાન, અભયદાન (કોઈને પોતાનાથી ભય ન પમાડવો), અને વસતિકા-દાન (ત્યાગી પુરુષોને રહેવાને સ્થાન આપવું તે.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org