________________
૧૩
અધ્યાત્મશાન-પ્રવેશિકા
ધર્મસાધન તે નિત્ય ઉત્સાહથી અને એકાગ્રતાથી કરે છે. સત્પાત્રે દાન દેવાનું અને પ્રસંગોપાત્ત સત્સમાગમનો લાભ
લઈ લેવાનું તે કદાપિ ચૂકતો નથી. પ્ર. ૫ઃ તેમનો ગૃહવ્યવહાર અને અર્થોપાર્જન કેવાં હોય છે? ઉ. : કુટુંબમાં સંપની વૃદ્ધિ કરે છે. કોઈની ભૂલચૂક થાય તો મીઠો
ઠપકો આપી માફ કરે છે. પોતે વિચક્ષણતાથી વર્તી કુટુંબીજનોને વિનયી બનાવે છે. સ્વચ્છતા, ફરજ, આરોગ્ય અને મહત્તા પ્રત્યે સાવધાનપણે વર્તે છે. વેપારધંધાની લેણદેણમાં બને તેટલી સત્યનિષ્ઠા રાખે છે. બોલ્યું વચન અવશ્ય પાળે છે. તેના ઘરમાં સંસ્કારપોષક સાહિત્ય અને લલિત કળાઓને ઉત્તેજન મળે છે અને અતિથિઓને યોગ્ય સત્કાર પ્રાપ્ત થાય છે. આવો આર્યપુરુષોનો ગૃહસ્થાશ્રમ આ લોકમાં સુખશાંતિ, સુયશ અને પરલોકમાં ઉત્તમ ગતિનું
કારણ થાય છે. પ્ર. ૬: પૂર્વાચાર્યોએ બુદ્ધિમાન પુરુષોનો ગૃહસ્થાશ્રમ કેવો કહ્યો છે? ઉ. : નીચેના ગુણોથી જે વિભૂષિત હોય તે બુદ્ધિમાન પુરુષોનો
ગૃહસ્થાશ્રમ છે અને જ્યાં તેથી વિદ્ધપ્રકાર વર્તતો હોય ત્યાં મોહરૂપી જેલમાં પુરાયેલા કેદીરૂપે તે ગૃહસ્થને જાણવો, એવો આચાર્યોનો ઉપદેશ છેઃ (૧) પરમાત્મા(જિન)ની ભક્તિ. (૨) ગુરુઓનો વિનય. (૩) સગુણસંપન્ન ધર્મી જીવો પર પ્રીતિ. (૪) સુપાત્રે ભક્તિસહિત દાન અને અન્યત્ર અનુકંપાદાન. (પ) તત્ત્વજ્ઞાનનો અભ્યાસ. (૬) લીધેલાં વ્રતોનું દૃઢતાથી પાલન. (૭) શુદ્ધ શ્રદ્ધાનું ધારણ કરવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org