Book Title: Abhinava Bhagawat Part 2
Author(s): Santbal
Publisher: Mahavir Sahitya Prakashan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 4
________________ વૃંદાવનવિહારી યોગેશ્વર શ્રીકૃષ્ણ અઢારેય પુરાણોનું હૃદય ભાગવત પુરાણ છે. એ લખીને ભગવાન વ્યાસજીએ પુષ્ટિ અને તુષ્ટિને સંતોષ અનુભવ્યું. ભાગવતનું હદય દશમ સ્કંધ છે. રસરાજ કૃષ્ણના હૃદયરસથી તે રસાયો છે અને દશમ સ્કંધનુંયે હૃદય કુળ, વ્રજ અને વૃંદાવનની રાસલીલા છે. શ્રીકૃષ્ણના બાલજીવન અને ગ્રામજીવનમાં નિર્દોષ હદયરને રસસાગર હેલે ચઢે છે અને નર-નારી માનવ-દાનવ અને સકલ સૃષ્ટિને માધુર્યથી મઢી દે છે. મધુરાપતિના એ માધુર્યની રસગાથા ગાતાં ગાતાં કવિઓ ઓછી ઓછી થઈ જાય છે, ભજનિક ભાન ભૂલી જાય છે, રસિકે રસમગ્ન બની રસસમાધિમાં લીન થઈ જાય છે, નૃત્યકારો તેનાં જ નૃત્ય, નાટચકારો તેનાં જ નાટક અને કથાકારો તેની કથામાં એવા તે મશગૂલ બની જાય છે કે પિતાની જાતને વિસરી સ્વયં કૃષ્ણમય બની જાય છે. શ્રીકૃષ્ણજીવનના સર્વાગી સૂર્યનાં સુવર્ણકારણે જે જે હિમકણિકા પર પડે છે તેમાંથી સપ્તરંગી મેઘધનુષ-શા વિવિધ રૂપાસનાં પ્રતિબિંબ પડી પડીને આ વિશ્વને શુદ્ધ સૌંદર્યથી શણગારે છે. શુદ્ધતામાંથી ઊઠતા સપ્તનાદો સુસંગીતથી વિશ્વસંવાદને સુર લો બનાવે છે. એમાંથી ઊછળ રસનિધિ સાહિત્ય-સષ્ટિને મધુર રસનું આસ્વાદન કરાવે છે, જગતને પ્રેમઘેલું બનાવે છે. એવા પ. માત્રથી માનવીની કાયા પ્રભુની સનસમી સૂષ્ટિની સેવામાં લાગી જાય છે અને પ્રભુના સત્કાર્યની સુરભિથી સગુણ સૃષ્ટિ મઘમરી છે. પાંચેય ઈન્દ્રિયે કેવળ શ્રીકૃષ્ણની પ્રેમલક્ષણા ભક્તિરસમાં નિમજજન કરી રસતરબોળ બની નૂતન જીવન પામે છે. એથી જ એ રસને

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 325