Book Title: Abhinava Bhagawat Part 1 Author(s): Santbal Publisher: Mahavir Sahitya Prakashan Mandir Ahmedabad View full book textPage 9
________________ પ્રાપ્તિ જેમ ગીતાજીએ કહી છે તે જ વાતને સમ્યક્ જ્ઞાન, દર્શન અને ચારિત્રથી મુક્તિ રૂપે જૈન દર્શને વર્ણવી છે. ભક્તિને જૈને શ્રદ્ઘાપૂર્વક સમકિત કહે તે અને સમકિતની દૃઢતા, સ્થિરતા અને પ્રાપ્તિ માટે ધર્મકથાનુયાગના મહિમા ભગવાને વખાણ્યા છે, ભાગવતને સ ંતબાલજી ધર્મકથાનુયોગના અંશ રૂપે આત્મ-પરિણામમાં કેવી રીતે પ્રયાજે છે તેના ક્રમ જોતાં એ પ્રત્યેાજનમાં તેના સ્પષ્ટ દર્શનની વિશિષ્ટતા નજરે તરે તેવી છે. બીજા જૈન સાહિત્યકારા અને સંતબાલમાં એક વિશિષ્ટ પ્રકારના તફાવત જોવા મળે છે. તે એ છે કે તેઓ જૈન રામાયણુ, અહાભારત કે પદ્યુમ્નરિત્ર વગેરેમાં ત્રેસઠ સલાકા પુરુષને અથવા હરિપુરાણુ આદિપુરાણુ જેવા જૈન પુરાણને આધાર ગ્રંથ માની રામકૃષ્ણાદિનું ચરિત્રચિત્રણ કરવામાં આવે છે, જ્યારે સતબાલજી સજનમાન્ય અને ખાસ કરીને હિંદુધર્માંના તુલસી, વ્યાસજી વાલ્મીકિજીના આધાર ગ્રંથની વસ્તુને એમનેમ રાખી તેમાં નવા અથ અને અભિનવ મૂલ્યાનું સિંચન કરે છે, જે સિંચનમાં બ્રાહ્મણુ અને શ્રમણુ: પરંપરાના સુંદર, શુભ અને શુદ્ધ સંસ્કારના સંવાદસભર સમન્વય જોવા મળે છે અને એથી જ એમના ગ્રંથાનું નામ રાખ્યું છે અભિનવ રામાયણુ અભિનવ મહાભારત અને અભિનવ ભાગવત. આ અભિનવ પ્રયાગમાં જૈનત્વની સ્યાદ મુદ્રાને સધર્મ ઉપાસના રૂપે જે વિકાસ જોવા મળે છે તે તેની વિશિષ્ટતા છે, ષડ્કર્શીન જિન અંગ ભણજે તત્ત્વને પેાતાની ઉપાસનામાં વણી હિંદુ દર્શનના પ્રાણુ સમાં રામાયણુ, મહાભારત, ભાગવત અને ગીતાજીની પાછળ રહેલ શુભ અને શુદ્ધ દૃષ્ટિને તેના યથાર્થ સ્થાને મૂકી જિન-ભજનામાં બ્રહ્મ-ભજનાને એકાકાર કરે છે. સાકાર નિરાકાર, સગુણુ-નિગુણ અને જિનદષ્ટિ બ્રહ્મષ્ટિનાં સાપેક્ષ મૂલ્યાને અનેકાંતશાસ્ત્રમાં સમાવી લેવાની તેની અનેાખી શૈલી જેમ જૈન દૃષ્ટિ ગીતામાં જોવા મળે છે તેમ રામાયણ મહાભારત અને ભાગવતમાં પણ તે જ તત્ત્વદષ્ટિ વૈવિધ્યપૂર્વક વ્યાપકPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 362