________________
જીવનનાં આ ત્રણેય પાસાંઓથી સમગ્ર જીવન બને છે. એટલું જ નહીં બલકે સળંગ જીવન અને સમસ્ત જીવન અથવા વ્યક્તિમાંથી જ સમષ્ટિ જીવન બને છે. આમ તે જે કે ભક્તિને પાયે જીવનનાં સમગ્ર પાસાંઓમાં મજબૂતપણે રોપાઈ જ જોઈએ; એમ છતાં કેટલીકવાર જ્ઞાન અને કમની યોગિક તાલીમ મળ્યા પછી જ ભકિત સાર્થક થાય છે. એ રીતે ગીતા ઉપરાંત રામાયણ અને મહાભારત અભિનવ રૂપે લખાયા પછી જ આ ભક્તિ–ગ્રંથ ભાગવત લખાય તે પણ સહેતુક જ છે.”
આ દૃષ્ટિએ આ ગ્રંથ આલેખાય છે. તેમાં ભારતીય દર્શને અર્ક, અને સ્વધર્મ યુક્ત સેવાકર્મને મર્મ છવા સાથે સ્થળે રથને ક્ષાયિક સમકિતિ અને ભાવી તીર્થકર શ્રીકૃષ્ણ પ્રત્યેની ભક્તિને સમ્યફ ભક્તિમાં પરિણુત કરી છે. નરનારી એકષ અને પછાત શ્રમજીવી ગામડાને જીવમાત્ર સાથે એકતા સાધતા આત્મધમથી તે ભક્તિને પુષ્ટ પણ કરી છે. અહા ! ધન્ય છે દેહથા પર પ્રી-પુરુષના ભાવથી પર એવી અક્ષર પુરુષોત્તમ અવિનાશી શ્રીકૃષ્ણની કે સચિદાનંદ આત્મતત્વ રૂપ ભગવંતની ભગવતિઃ
આનુશ્રુતિક અતિહાસિક આધારે ભાગવત પુરાણ અનુશ્રુતિક છે. વ્યાસજીએ શુકદેવને, ગોકર્ણધંધુકારીને, શુકદેવ પરીક્ષિતને અને સનકાદિએ નારદજીને આ કહ્યું એમ કર્ણોપકર્ણ આ કથા ચાલી આવે છે માટે તે આનુશ્રુતિક ઇતિહાસ રૂપે છે. એમાં સૂર્યવંશ, ચંદ્રવંશ, દિતિ–અદિતિનાં સંતાન, મનુવંશ, યદુવંશ અને દેવ દાન તેમજ માનવોની વંશાવલી આવે છે. પાર્જીટર, ડોલરભાઈ માંકડ, કનૈયાલાલ મુન્શી વગેરે બીજાં પુરાણો તથા વંશાવલીના આધારે આપી તેને ઐતિહાસિક કડી તરીકે ગઠવે છે. થોડી રસની ક્ષતિ આવે તે વહોરી લઈને સંતબાલે પણ જ્યાં બની શકે ત્યાં આ વંશાવલીની પરંપરા જાળવી રાખી છે. આનુશ્રુતિક પરંપરા જાળવવા છતાં અને જુદા જુદા કાળે જન્મેલા મહા