Book Title: Abhinava Bhagawat Part 1 Author(s): Santbal Publisher: Mahavir Sahitya Prakashan Mandir Ahmedabad View full book textPage 7
________________ પિષક છે તેમજ નિશ્ચયે વ્યક્તિની તનની, મનની આત્માની શુદ્ધિ કરતો સમાજને પણ સત્વશુદ્ધિ ને શ્રેય પ્રત્યે પ્રેરી મોક્ષમાર્ગ પ્રતિ દેરી જાય છે, તેને શોધી શેાધીને સંતબાલજીએ ઉચિત સ્થાને સારી રીતે ઉપસાવ્યાં છે અને અભિનવ સાધનાને અંગરૂપ બનાવી છે. એથી જ આ ગ્રંથ અભિનવ રામાયણ, અભિનવ મહાભારત અને અભિનવ ભાગવતનું નામ પામ્યા છે. વિશ્વ વાત્સલ્યમાં તે પ્રાસંગિક મહાભારત ને પ્રાસંગિક ભાગવતરૂપે લખાયા છે. તત્વ મૌલિક અને શાશ્વત છે પણ પ્રસંગેને પ્રગટ કરવાની શૈલી અને રજૂઆત અભિનવ છે. એની નવીનતા એમાં છે કે કેવળ વાત, મનોરંજન, કે મિથ્યા ગણુતા આ લોક-પરલેકનાં ફળે માટે થતાં અનુષ્ઠાને કે ક્રિયાકાંડાય ચિત્તશુદ્ધિ, વ્યવહારશુદ્ધિ અને સમાજશુદ્ધિનાં સાધનો બની જાય તે રીતે તેની સજાવટ કરી છે. આવી સજાવટ આત્મવિવેક અથવા તે સમ્યફ દૃષ્ટિનાં લોચનિયા ઊઘડ્યાં હેય ત્યાં જ સંભવે છે તે દૃષ્ટિએ અભિનવ ભાગવતને હું મૂલવું છે. ભાગવત મહિમા સમ્યક નેત્રથી જોતાં સંસારનાં ભૌતિક સુખે નિર્માણ કરતાં મિથ્યા શાસ્ત્રો પણ સર્વહિત કરતાં સમ્યફ પરિણામમાં પલટી જાય છે તે ભાગવત જેવું ભક્તિરસ સીંચતું શાસ્ત્ર સમ્યફ જ્ઞાનદર્શન અને ચારિત્રને પુષ્ટ કરે તેમાં શી નવાઈ ? સમ્યફ દર્શન એ છે કે જે આત્મતત્વને જાણી, જીવમાત્રને આત્મવત માની સર્વ સાથે આત્મવત રહેવાનું શીખવે છે. સંતબાલજી કહે છે કે સાચા જ્ઞાની શુકદેવજીના મુખેથી ભાગવત પ્રગટયું તે સમ્યક જ્ઞાનના પ્રકાશથી જીવનને અજવાળે છે. કેમકે આત્મવત સર્વભૂતેષુ' એ સૂત્ર જેમણે વણ્ય; આ ભાગવત તે ત્યાગી શુકજીના મુખે સયું.” (પા. ૧૪)Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 362