Book Title: Abhamandal
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 186
________________ ૧૭૪ આભામંડળ ગઈ. શરીરની સારવારની સાથોસાથ તે મન અને ભાવોની પણ સારવાર કરતો હતો. વહુએ કહ્યું: “મને ખૂબ જ ગુસ્સો ચડી આવે છે. તેની તમે દવા આપો.” પેલાએ તેને એક શીશી આપીને કહ્યું: ‘જ્યારે ગુસ્સો આવે ત્યારે આ દવાનો એક ઘૂંટડો મોંમાં ભરી લેવો અને દસ પંદર મિનિટ પછી તેનો કોગળો કરી નાખવો. ગુસ્સો ઉતારવાની આ રામબાણ દવા છે.” વહુએ વિશ્વાસની આ વાતને ભાવ-તંત્ર સુધી પહોંચાડી દીધી. એ શીશીમાં શું દવા હતી? માત્ર પાણી હતું. વહુએ તેનો પ્રયોગ કર્યો. દસ દિવસમાં તેનો ગુસ્સો ગાયબ થઈ ગયો. ગુજિયેફ રશિયાનો ઘણો મોટો સાધક હતો. એક વખત તેના પિતાએ કહ્યું : “બેટા! મારી એક વાત માનજે. જ્યારે ગુસ્સો આવે ત્યાર પછી ચોવીસ કલાકે ગુસ્સો કરજે. એ પહેલાં નહિ.” આ એક નાનકડી વાતે ગુજકને મહાન સાધક બનાવી દીધો. શું કોઈ ચોવીસ કલાક પછી ગુસ્સો કરી શકે ખરું? ક્યારેય એમ ન બને. ત્યારે ગુસ્સો ઓસરી જાય છે. ગુસ્સાની ગરમી આવે ત્યારે કરી લેવાય તો એ ગુસ્સો છે. એ પછી ગુસ્સો નથી રહેતો. ગરમી ઊતરી જાય છે. શબ્દો ભાવોને બદલવાનું સબળ સાધન છે. આપણે શબ્દને જ્યારે માણસના ભાવ-તંત્ર સુધી પહોંચાડી દઈએ છીએ ત્યારે યથેચ્છ કામ થઈ જાય છે. યોગ્ય શબ્દોની પસંદગી કરીએ, યોગ્ય શબ્દોનો પ્રયોગ કરીએ. એવા શબ્દો અને નિર્દેશોને પસંદ કરીએ અને તેને ભાવ-તંત્ર સુધી પહોંચાડીએ. તેને આંદોલિત કરીએ, તેમાં પ્રક્ષોભ કરીએ, તેને પ્રકંપિત કરીએ અને મોહનાં સ્પંદનોને શાંત કરીએ તો સાચે જ ભાવ-પરિવર્તનની પ્રક્રિયા શરૂ થઈ જાય છે. દુનિયામાં જેટલી પણ સમજદાર વ્યક્તિઓ થઈ છે તેમણે શબ્દોની પસંદગી પર ઘણું ધ્યાન આપ્યું છે. બોલવાનો વિવેક અને શબ્દોની પસંદગી ઘણી જ મહત્ત્વની વાત છે. માણસ કોઈ ઉપાયથી બદલાતો નથી. શબ્દની સાચી પસંદગી કરે. માણસ બદલાઈ જશે. એક માણસ હતો. તેને દહીં ઘણું ભાવતું. એ દહીં છોડી નહોતો શકતો. એક વખત તે બીમાર પડ્યો. સખત ખાંસી થઈ. વૈદ આવતા, દવા આપતા અને દહીં ન ખાવાનું કહેતા. એ દવા લેતો નહિ. વૈદ બધા નિરાશ થઈ ગયા. એક દિવસ બીજો એક વૈદ આવ્યો. તે શરીરની સમસ્યાઓ તો જાણતો જ હતો, મન અને ભાવોની સમસ્યાઓથી પણ પરિચિત હતો. બીમારે કહ્યું: ‘તમારે દવા આપવી હોય તો આપો. હું દહીં ખાવાનું નહીં છોડું.' વૈદે કહ્યું: “હું તને દહીંની મનાઈ નથી કરતો. ખૂબ દહીં ખાઓ.” આ સાંભળતાં જ બીમાર માણસનું કુતૂહલ વધી ગયું, તેણે પૂછ્યું: ‘વૈદરાજ! બધા જ દહીં નહિ ખાવાનું કહે છે અને તમે તે ખાવાની છુટ કેમ આપો છો?” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220