Book Title: Abhamandal
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 210
________________ ૧૯૮ આભામંડળ બની જાય છે. વ્યવહારની મૂંઝવણો મટી જાય છે, વ્યવહાર નિશ્વળ થઈ જાય છે. કોઈ પણ માણસ તેને ખુલ્લા પાનાની જેમ વાંચી શકે છે. સચ્ચાઈ આ છે. સાચું આ છે કે સફળ જીવન જીવવા માટે, મૃદુ અને નિશ્ચળ વ્યવહાર માટે અધ્યાત્મ-ચેતનાની જાગૃતિ જરૂરી છે. આંતરિક વિકાસ અને શક્તિને જગાડવા માટે, જ્ઞાનના અવરોધોને દૂર કરવા માટે, અંતરાયની દીવાલો તોડવા માટે, અને મૂર્છાના દુર્ગમ પહાડો ફૂંકી મારવા માટે ચેતનાનું જાગરણ જરૂરી છે. જીવનવ્યવહારને સુખમય, કલહમુક્ત અને મૃદુ બનાવવા માટે અધ્યાત્મની ચેતનાને જગાડવી જરૂરી છે. જે ધ્યાનની સાધના માટે હાજર છે, તે બધી ભ્રમણાઓને વટાવીને, આવનાર તાર્કિક પ્રશ્નોમાં ન ફસાય — મૂંઝાય. ઊંડે ઊતરીને એ સત્યનો સાક્ષાત્કાર કરે. અનુભવને પ્રધાનતા આપીને સચ્ચાઈનો સ્વયં સ્પર્શ કરે. એણે બીજા પર નિર્ભર નથી રહેવાનું. તેનું સૂત્ર છે : ‘અર્પણા સમેસેજા’ —— સ્વયં સત્યને શોધો. માત્ર બીજાનું માનીને ન ચાલો. જ્યારે સ્વયં શોધવાની વાત અંત:ચેતનામાં બેસી જશે, જ્યારે ધ્યાન દ્વારા આપણે અનુભવના સ્તર પર પહોંચી જઈશું એ દિવસે આપણી આંતરિક મૂર્છા અને વ્યવહારની સમસ્યાઓનું પૂર્ણવિરામ મુકાઈ જશે અને આપણે સફળ અને આનંદમય જીવન જીવવા સક્ષમ બનીશું. પ્રશ્ન : ધ્યાનના ઊંડાણમાં જનાર કેટલાક સાધક હસવા લાગે છે, રડવા લાગે છે. તેમને તેમનાં કપડાંનું ભાન નથી રહેતું. આ શું આધ્યાત્મિકતા છે? જવાબ : સાધનામાં મૂર્છા હોય છે ત્યારે આવું બધું બને છે. પરંતુ જાગૃતિની સ્થિતિમાં એવું નથી બનતું. આ સાચું છે કે માણસમાં હસવાનો પણ ભાવ છે અને રડવાનો પણ ભાવ છે. કપડાં પહેરવાની પણ ટેવ છે. હસવું અને રડવું સૂક્ષ્મ ભાવ છે અને કપડાં પહેરવા એ સ્થૂળ ભાવ છે. હું માનું છું કે આ બધા સંમોહનના પ્રયોગ છે. સંમોહનના પ્રયોગમાં હસાવી શકાય છે, રડાવી શકાય છે, કારણ આ વૃત્તિઓ તો માણસમાં છે જ. સંમોહનનો પ્રયોગ કર્યો અને પ્રગટ થઈ જાય છે. ચેતનાને જગાડવાનો પ્રશ્ન છે ત્યાં આ વૃત્તિઓને આ પ્રકારે રેચન કરવાની જરૂર નથી. એ ખરું છે કે તેનું રેચન કરવું પડશે. હસવાનું, રડવાનું, ભયનું – આ બધાંનું રેચન કરવાનું છે. પરંતુ આ જરૂરી નથી કે હસાવીને જ હસવાનું રેચન કરાય, રડાવીને રડવાનું રેચન કરાય, કે ભોગ કે અબ્રહ્મચર્યમાં લઈ જઈને જ કામવાસનાનું રેચન કરાય. રેચનની ઘણી બધી પ્રક્રિયાઓ છે. હસાવ્યા વિના હસવાનું અને રડાવ્યા વિના રડવાનું રેચન થઈ જશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220