Book Title: Abhamandal
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 214
________________ ૨૦૨ આભામંડળ o alla 201 Red colour આ અગ્નિ તત્ત્વ છે. એ નાડ-તંત્ર અને લોહીને સક્રિય બનાવે છે. એ જ્ઞાનવાહી નાડીઓને ક્રિયાશીલ બનાવે છે. પાંચે ઈન્દ્રિયોની સક્રિયતા આ રંગ પર આધારિત છે. આ સેરિબ્રોસ્પાઇનલ દ્રવ્ય પદાર્થને પ્રેરિત કરે છે. લાલ રંગ ગરમી પેદા કરે છે અને શરીરમાં શક્તિનો સંચાર કરે છે. આ કિરણો લિવર અને માંસપેશીઓ માટે લાભદાયી થાય છે. લાલ રંગ મગજના જમણા ભાગને સક્રિય કરે છે. લાલ કિરણો શરીરનાં ક્ષાર દ્રવ્યોને તોડીને આયોનાઇઝેશન કરે છે. તેના વિના શરીર બહારથી કશું નથી લઈ શકતું. એ આયોન્સ વિદ્યુત-ચુંબકીય શક્તિના વાહક હોય છે. મનોવિજ્ઞાનની દૃષ્ટિએ લાલ રંગ સ્વાથ્યપ્રદ મનાય છે. તે પ્રતિરોધાત્મક હોય છે. લાલ રંગનો વારંવાર ઉપયોગ કરવામાં આવે તો તે તાવ અને નબળાઈને પેદા કરે છે. તેની સાથે લીલા રંગનો ઉપયોગ કરવો જોઈએ. O ulun zal Yellow colour આ રંગ ક્રિયાવાહી નાડીઓને સક્રિય અને માંસપેશીઓને શક્તિશાળી બનાવે છે. આ સ્વતંત્ર રંગ નથી. લાલ અને લીલા રંગનું એ મિશ્રણ છે. તેમાં લાલ અને લીલા રંગના અર્ધા અર્ધા ગુણ છે. એ મૃત સેલોને સજીવ પણ કરે છે અને તેને સક્રિય પણ બનાવે છે. તેમાં પ્રૉઝિટિવ ચુંબકીય વિદ્યુત હોય છે. આ વિદ્યુત નાડી-તંત્રને શક્તિશાળી અને મગજને સક્રિય કરે છે. આ પીળો રંગ બુદ્ધિ અને દર્શનનો રંગ છે, તર્કનો નહિ. તેનાથી માનસિક નબળાઈ અને ઉદાસીનતા દૂર થાય છે. એ પ્રસન્નતા અને આનંદનો સૂચક રંગ છે. | નારંગી રંગ Orange colour આ લાલ અને પીળા રંગનું મિશ્રણ છે. આ બંને રંગોથી પણ આ : રંગ વધુ ગરમીવાળો છે. તે ગરમી, આગ, સંકલ્પ અને ભૌતિક શક્તિઓનો વાચક રંગ છે. તે શ્વાસને પ્રભાવિત કરે છે અને થાઇરૉઇડ ગ્લૅન્ડને સક્રિય બનાવે છે. આ રંગનાં પ્રકંપન ફેફસાંને પહોળાં અને બળવાન બનાવે છે. તેનાથી સ્ત્રીઓના ધાવણમાં વૃદ્ધિ થાય છે. એ પેન્ક્રિયાસને સહયોગ આપે છે. એ પિત્તના મિશ્રણ અને તેની ગતિશીલતામાં સહાયક થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 212 213 214 215 216 217 218 219 220