Book Title: Abhamandal
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 212
________________ ૨૦૦ આભામંડળ આધાર છે. ક્યારેક એવું પણ થાય છે કે જેના ઘરે ચોરી થાય છે તેને એટલું દુ:ખ નથી થતું જેટલું બીજાને થાય છે. આમાં મનની સબળતા અને નિર્બળતા જ કારણ બને છે. એક બહેનના પતિ મરી ગયા. બહેનનું મન મજબૂત હતું. એ આ અનિવાર્ય ઘટનાને સહજરૂપમાં સ્વીકાર કરે છે અને મનમાં સંવેદનને સળવળવા દેતી નથી. બીજા લોકો એ બહેનની પાસે આવે છે. રડતાં રડતાં પોતાની સહાનુભૂતિ બતાડવા ચાહે છે. સહાનુભૂતિ હોવી એક વાત છે અને તેનું પ્રદર્શન કરવું એ બીજી વાત છે. ઘટનાનું ઘટિત થવું એ તદ્દન અલગ જ વાત છે. ભારતમાં ભિખારીઓ પ્રત્યે સહાનુભૂતિના નામ પર ભિખારીઓની પણ દુર્દશા થઈ અને દેશની પણ દુર્દશા થઈ. જ્યાં ભિખારીઓ માટે વ્યવસ્થા કરવામાં આવી, તેમના માટે કામની અને જીવનની બીજી વ્યવસ્થા કરવામાં આવી ત્યાં બધું બરાબર થયું. ભિખારીઓ દૂર થઈ ગયા. સહાનુભૂતિ વાસ્તવમાં આ છે કે વ્યવસ્થાનો પરિષ્કાર થાય. ઘણી વખત વ્યવસ્થાનો દેખાડો થાય છે. વાસ્તવિકતાનો અનુભવ નથી થતો. ધ્યાન દ્વારા એક એવી ચેતનાનું જાગરણ થશે કે જ્યાં કરવું જોઈએ ત્યાં તેવું જ થશે. સાથોસાથ જૂઠી વાતો પૂરી થઈ જશે. પ્રશ્ન : વ્યવસ્થા-તંત્રના કેટલાક નિયમ હોય છે. સાધક સાધના કરે છે તો એ વ્યવસ્થા-તંત્રના નિયમોનું પાલન કરે કે સાધના કરે? જવાબ : સાધક સાધના કરશે. વ્યવસ્થાનો એ જેટલો ઉપયોગ કરશે તેટલા નિયમોનું એ પાલન કરશે. એ જો એ ભૂમિકા પર પહોંચી જાય કે જ્યાં તેને વ્યવસ્થાનો ઉપયોગ કરવાની જરૂર ન રહે તો એ નિયમોનો સર્વથા અસ્વીકાર કરશે. એ એકલો જંગલમાં જઈને સાધના કરે અને જે કંઈ સહજ ઉપલબ્ધ થઈ જાય તે ખાય-પીએ તો વ્યવસ્થા-તંત્રના નિયમોની એને કોઈ જરૂર જ નહિ રહે. એ કલ્પનાતીત સ્થિતિમાં ચાલ્યો જાય છે. પરંતુ સાધક વ્યવસ્થા-તંત્રનો ઉપયોગ કરે છે ત્યાં સુધી તેણે તેના નિયમોનું ધ્યાન રાખવું પડશે. એ નિયમોનું તેણે પાલન કરવું પડશે. બંને સાપેક્ષ બાબતો છે. આજે જ ધ્યાનની શરૂઆત કરી અને આજે જ વ્યવસ્થા-તંત્રને નકારી કાઢયું, તો આ અસંગત વાત છે. અમુક અવસ્થાએ પહોંચીને જ વ્યવસ્થાતંત્રને નકારી શકાય. આ માટે ઘણી બધી તૈયારી અપેક્ષિત છે. પ્રશ્ન : આત્મામાં સત્ત્વ, રજસ અને તમોગુણ પ્રાપ્ત હોય છે? આત્મા સગુણ છે કે નિર્ગુણ? જવાબ : સત્ત્વ, તમસ અને રજસ – આ આત્માના ગુણ નથી. આ બધા બહારના પ્રકૃતિના ગુણ છે. આત્માનો ગુણ છે ચૈતન્ય. આ દૃષ્ટિએ આત્મા સગુણ છે અને શેષ સવ આદિ આત્માના ગુણ નથી– આ દૃષ્ટિએ આત્મા નિર્ગુણ છે. આત્માના મુખ્ય ગુણ ત્રણ: ચૈતન્ય, શક્તિ અને આનંદ. ચૈતન્ય છે ત્યાં શક્તિ છે અને શક્તિ છે ત્યાં આનંદ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 210 211 212 213 214 215 216 217 218 219 220