Book Title: Abhamandal
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 216
________________ ૨૦૪ આભામંડળ દસ મિનિટ સુધી નીલા રંગના તરંગોથી માણસ થાક અનુભવે છે. નીલાં (ભૂરાં–આસમાની કપડાં અને નીલું ફનચર માણસને થાકની અનુભૂતિ કરાવે છે. તેની સાથે બીજા રંગોનું મિશ્રણ હોય તો કોઈ વાંધો નથી નડતો. તે સત્ય, સમર્પણ, શાંતિ, પ્રામાણિકતા તથા આંતરિક જ્ઞાન અને પ્રાતિજ જ્ઞાનનો સૂચક રંગ છે. ] જાંબુડી રંગ Indigo colour આ રંગ થાઇરૉઇડ લૅન્ડને નિષ્ક્રિય બનાવીને પેરાથાઇરૉઇડ ગ્લૅન્ડને સક્રિય કરે છે. તે માંસપેશીઓની શક્તિને વધારે છે. લોહીને શુદ્ધ કરે છે અને શ્વાસોચ્છવાસને મંદ કરે છે. રોગી કોઈ રંગીન ચશ્માંથી જાંબુડી રંગ તરફ અપલક જુએ છે. અને સજાગ રહેતા પોતાના શરીરના અવયવના દર્દ પ્રત્યે શૂન્ય થઈ જાય છે. આ જાંબુડી રંગ ચેતનાને એટલાં ઊંચાં પ્રકંપનો સુધી પહોંચાડી દે છે કે એ હાલતમાં તેને પોતાના શરીરનું પણ ભાન નથી રહેતું. આ રંગ સૂક્ષ્મ શરીરોની આંતરિક વિદ્યુતનો આંતરિક વિઘ તને તેમ જ સહસ્ત્રાર ચક્રને નિયંત્રિત કરે છે. તે ભાવનાત્મક અને આધ્યાત્મિક સ્તર પર શ્રવણ અને સુગંધની શક્તિને પ્રભાવિત કરે છે. [] રીંગણી (વાયોલેટ) રંગ violet colour આ ઉપરના મગજને પોષણ દેનારો રંગ છે. તે પિત્તને પ્રભાવિત કરે છે. કાર્યવાહી નાડી-તંત્રને સુસ્ત બનાવે છે. લોહીની શુદ્ધિમાં અને હાડકાની વૃદ્ધિમાં સહાયક થાય છે. હિંસાત્મક ગાંડપણથી છુટકારો મેળવવા આ રંગ ઘણો ઉપયોગી છે. તે પ્રેરણાદાયક અને અત્યધિક ભૂખ પર નિયંત્રણ સ્થાપિત કરવામાં સહયોગ આપે છે. તે સ્વાથ્યનો પ્રતીક છે. અને સ્વાધિષ્ઠાન ચક્રને સંયમિત કરે છે. કેટલાક વિદ્વાનોનું માનવું છે કે વાયોલેટ પ્રકાશમાં ધ્યાન દસગણું સારું થાય છે. જડ કાચથી વાયોલેટ પ્રકાશ નાખવામાં આવે તો ધ્યાન-શક્તિમાં વિકાસ થાય છે. | હળવો પીળો કે લીલો-પીળો Lemon colour મગજને ઉત્તેજિત કરનાર આ રંગ છે. થાઈમસ શ્લેન્ડમાં યુરેનિયમ હોય છે. આ શારીરિક સંવર્ધનમાં તે સહાયક થાય છે. યુરેનિયમ પૂરું થઈ જાય છે ત્યારે બુદ્ધિ રોકાઈ જાય છે. આ રંગ થાઇમસ શ્લેન્ડને સક્રિય બનાવે છે. તેમાં લીલા અને પીળા બંને રંગના ગુણ હોય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 214 215 216 217 218 219 220