Book Title: Abhamandal
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 208
________________ ૧૬ આભામંડળ ચાલ્યા જઈએ છીએ કે જ્યાં જીવન અને મરણ બંને એક સંયોગ પ્રતીત થાય છે. અનિત્ય અનુપ્રેક્ષાનું આ સૂત્ર છેઃ “જીવન પણ એક સંયોગ છે અને મૃત્યુ પણ એક સંયોગ છે. ગીતા કહે છે : “જેમ માણસ જૂનાં કપડાં ઉતારીને નવાં પહેરે છે તેમ જ મૃત્યુ પછી આત્મા જૂના શરીરને છોડીને નવું શરીર ધારણ કરે છે.” મોતથી ડરવાની શી જરૂર છે? પરંતુ માણસ મૃત્યુ અંગે જાણે છે, સાંભળે છે, મૃત્યુનું નામ સાંભળતાં જ તેનું મન ભયથી ઘેરાઈ જાય છે, ભય જતો નથી, રહે છે. ઉપદેશ સાંભળવા માત્રથી ભય નથી જતો. ભય જાય છે ચેતનાની જાગૃતિથી. આગમોએ ઘણી મોટી સચ્ચાઈ પ્રગટ કરી છે. પરંતુ જ્યાં સુધી આ સચ્ચાઈ ચેતનામાં નહિ જાગે ત્યાં સુધી આગમ અને ગીતાની સચ્ચાઈ પકડમાં નહીં આવે. મહાવીરે કહ્યું, બુદ્ધે કહ્યું, કૃષ્ણ કહ્યું, ઈસુએ કહ્યું, બધાએ જ આ કહ્યું કે મૃત્યુ અનિવાર્ય છે, તેનાથી ડરો નહિ, તેનાથી ભયભીત ન બનો. પરંતુ આ સચ્ચાઈ ત્યાં સુધી સમજમાં નહિ આવે કે જ્યાં સુધી માણસ અનુભવના સ્તર પર પહોંચીને ધ્યાન દ્વારા પોતાની ચેતનાને જગાડે નહિ. એક કથાકાર મહાભારતની કથા કરી રહ્યો હતો. કથા પૂરી થયા પછી તેણે શ્રોતાઓને પૂછયું : “કથાનો સાર સમજી શક્યા? એક ભક્ત ઊભા થઈને કહ્યું: “હું આટલી વાત સમજી શક્યો છું. શ્રીકૃષ્ણ કૌરવોને કહ્યું કે પાંડવોને પાંચ ગામ આપી દો અને તમે પૂરું રાજ્ય કરો. ત્યારે દુર્યોધને કહ્યું કે “સૂયામપિ નો દાસ્ય, વિના યુદ્ધન કેશવ!' – કૃષણ! યુદ્ધ કર્યા વિના હું તેમને સોયની અણી જેટલો ભાગ પણ નહિ આપું. – આથી હું સમજી શક્યો છું કે મારા અધિકારમાં જે ધનસંપત્તિ છે, તે, લડ્યા કર્યા વિના મારા ભાઈઓને તેમાંથી સોય માત્ર પણ નહિ આપું. આ માણસ બરાબર સમજ્યો હતો. જ્યાં સુધી આપણે ધ્યાન દ્વારા પોતાની શક્તિને જગાડતા નથી ત્યાં સુધી ઉત્તમમાં ઉત્તમ ગ્રન્થો અને શાસ્ત્રોનું પારાયણ કરીને પણ એ જ સમજશું કે જે આપણા સ્વાર્થને સિદ્ધ કરનાર હોય. મહાવીરને સમજવા માટે મહાવીરની ભૂમિકા સુધી પહોંચવું જરૂરી છે. પરંતુ એ ભૂમિકા સુધી પહોંચવામાં ઘણો સમય લાગશે. પણ એટલું તો જરૂર થવું જોઈએ કે સાધક એ ભૂમિકાની દિશામાં પ્રયાણ પ્રારંભી દે. આપણે બુદ્ધને સમજવા ઇચ્છતા હોઈએ, રામને સમજવા ઇચ્છતા હોઈએ, કૃષ્ણ અને ઈસુને સમજવા ઇચ્છતા હોઈએ કે બીજા કોઈ અવતાર કે મહાપુરુષને સમજવા ચાહતા હોઈએ, તો જો આપણે એ ભૂમિકાની દિશામાં ડગ નહિ ભરીએ તો તેમના ઉપદેશમાંથી આપણે એ જ સાર લઈશું કે જે પેલા ભકતે લીધો હતો. જેટલા વ્યાખ્યાનકારોએ અનુભવના સ્તરે પહોંચ્યા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220