Book Title: Abhamandal
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 205
________________ લેશ્યા : એક પ્રેરણા છે જાગરણની ૧૯૩ સ્પર્શ નથી કરતો. નિશ્ચયની ભૂમિકા અલગ છે અને વ્યવહારની ભૂમિકા પણ અલગ છે. આપણે સૌ વ્યવહારથી જોડાયેલા જીવી રહ્યા છીએ. શરીર છે ત્યાં સુધી વ્યવહારને તોડી નહિ શકાય. શરીરમાં રહેતાં જે વ્યવહારાતીત બનવાની વાત કરે છે, વિચારે છે તે ભ્રમમાં છે. એમ કહી, વિચારી એ ખુદ પોતાને ધોખો આપે છે અને બીજાને પણ ધોખામાં નાખે છે. શરીર રહે છે ત્યાં સુધી વ્યવહાર છોડી નથી શકાતા. શરીર છૂટતાં વ્યવહાર આપોઆપ છૂટી જશે. શરીર છે, શરીરને ચલાવવાનું છે, જીવન-યાત્રા ચલાવવાની છે તો સાથોસાથ વ્યવહારને પણ ચલાવવો પડશે. હું માનું છું કે ભાવ-શુદ્ધિની સાધના કરનાર માણસના વ્યવહાર તૂટતા નથી પણ એ વાસ્તવિક બની જાય છે. વ્યવહાર વિઘટિત નથી થતા, એ સફળ થાય છે. આને સમજવા માટે ઊંડાણમાં વિચારવું પડશે. એક છે ઘટના, અને બીજી છે કલ્પના. માણસ જીવનમાં કયારેક સુખનો અનુભવ કરે છે, કયારેક દુ:ખનો અનુભવ કરે છે તો કયારેક અપ્રિયતાનો અનુભવ કરે છે. કયારેક અનુકૂળતા અનુભવે છે, તો કયારેક પ્રતિકૂળતા. આપણી સમક્ષ પ્રસંગ—ઘટના-બનાવ એટલો મોટો નથી હોતો, જેટલી મોટી હોય છે સંવેદના અને કલ્પના. કેટલાક માણસ ખૂબ જ સંવેદનશીલ હોય છે. કલ્પનાશીલ હોય છે. નાના બનાવને પણ તેઓ મોટો બનાવી દે છે, રાઈનો પર્વત કરી દે છે. જે માણસે સંવેદન પર નિયંત્રણ મેળવી લીધું, જેણે પોતાની કલ્પનાઓ પર મેળવી લીધો તેના મનમાં એવી શક્તિ જાગે છે કે તે પર્વતને પણ રાઈ બનાવી દે છે. પહાડ જેવી મોટી ઘટનાને પણ તે રાઈ જેવી નાનકડી બનાવી શકે છે. ઘટના કયારેય મોટી નથી હોતી. મોટી હોય છે આપણી સંવેદના. મોટી હોય છે આપણી અનુભૂતિની પ્રક્રિયા. આને હું એક ઘટનાથી સમજાવું. કાબૂ ઘટના છે ઈંગ્લંડની. એક વખત ત્યાં લશ્કરમાં ફરજિયાત ભરતીની વિચારણા થઈ. જાહેરાત થવાની હતી કે દરેક નાગરિકે લશ્કરમાં ફરજિયાત ભરતી થવું પડશે. એક માણસ ચિંતામાં પડી ગયો. એક મોટા માણસ પાસે જઈને તેણે કહ્યું : શું તમને બીક નથી લાગતી? ફરજિયાત ભરતી થવાની જાહેરાત થવાની છે. હું તો આ સમાચાર જાણીને જ ગભરાઈ ગયો છું. મારું તો મગજ કામ નથી કરતું. શું તમને કોઈ જ ડર નથી લાગતો ?” પેલા માણસે કહ્યું : “બીક અને ડર શાનાં? હજી તો કોઈ જાહેરાત નથી થઈ. માનો કે જાહેરાત થઈ તો કોને ખબર કે તે મને સેનામાં ભરતી કરી દેશે? ભરતી કરી પણ દે તો કોને ખબર કે એ મને મોરચા પર જ મોકલશે ? માની લો કે મોરચા પર મોકલે તો દુશ્મનની ગોળી મને જ લાગશે અને તેનાથી હું મરી જ જઈશ, એની પણ કયાં ખબર છે? અને કદાચ ગોળી આ. ૧૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220