Book Title: Abhamandal
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 203
________________ ક્ષેશ્યા; એક પ્રેરણા છે જાગરણની ૧૯૧ રહ્યો. જેવો જાગ્યો પડદો દૂર થઈ ગયો. જેવું આવરણ હટવું, વિઘ્નના ખડક, અંતરાયની દીવાલોના ચૂરેચૂરા થઈ ગયા અને તત્ક્ષણ કેવળજ્ઞાન ઉપલબ્ધ થઈ ગયું. સર્વ પ્રથમ મૂર્છા તૂટવી જોઈએ. મૂર્છા તૂટયા વિના આવરણ દૂર નથી થતું. મૂર્છા તૂટયા વિના જ્ઞાનનું આવરણ દૂર નથી થતું. શક્તિનો અવરોધ દૂર નથી થતો. જ્ઞાનનો વિકાસ ત્યારે જ સંભવે છે કે જ્યારે મૂર્છા તૂટે, મોહનો સંપૂર્ણ વિલય થાય. મૂર્છાને તોડયા વિના બંને બાબત નથી બનતી. પહેલાં જ્ઞાન મેળવવાનો પ્રયત્ન ન કરો, પહેલાં અંતરાયને દૂર કરવાનો પ્રયત્ન ન કરો. સર્વ પ્રથમ મૂર્છાને તોડવાનો પ્રયત્ન કરો, જાગો, જાગવાનો એકમાત્ર ઉપાય છે, ચેતનાને જગાડવી. ધ્યાન દ્વારા જ્યાં સુધી ચેતનાનું સંપૂર્ણ જાગરણ નથી થતું —સારી ચેતના જાગ્રત નથી બનતી ત્યાં સુધી ભાવ-તંત્રની મૂર્છાને તોડવી શકય નથી બનતી. આપણો પ્રયત્ન આ હોય કે ભાવ-તંત્રની મૂર્છા તૂટે. લેશ્યાનો સિદ્ધાંત જાગરણની પ્રેરણા છે. આપણે જાગીએ. મન દોડી રહ્યું છે, મન પ્રત્યે જાગીએ, મનની ચંચળતા પ્રત્યે જાગીએ. હાથ હાલી. રહ્યા છે, હાથ પ્રત્યે જાગીએ. આ મૂલ્યવાન છે પણ આટલું મૂલ્યવાન નથી. ઘણું મૂલ્યવાન છે ભાવ પ્રત્યે જાગવાનું. જે ભાવના કારણે આ મન વિક્ષેપ ઉત્પન્ન કરી રહ્યું છે, મનનો ઘોડો દોડી રહ્યો છે, તે મનના પ્રત્યે જાગવાથી મન સ્થિર નથી થતું. હાથ પ્રત્યે જાગવાથી હાથ સ્થિર નહિ થાય. હાથમાં જે શક્તિ પ્રકંપન પેદા કરી રહી છે મનને જે શક્તિ ચલાવી રહી છે, તે છે તમામ ભાવની શક્તિ, આ ભૌતિક શરીરથી આગળ એક તંત્ર છે જે પોતાની શક્તિનું વિકિરણ કરે છે. જે આંતરિક શક્તિનું ઉત્પાદક છે, તે છે લેશ્યા-તંત્ર, ભાવ-તંત્ર. આપણે જ્યારે ભાવ-તંત્ર પ્રત્યે જાગીએ છીએ ત્યારે પરિવર્તન થાય છે. ભાવ-તંત્રને જાગ્રત ન રાખવાનો એકમાત્ર ઉપાય છે, સતત જાગૃતિ, અપ્રમાદ. આપણે આપણા અસ્તિત્વ પ્રત્યે, ચૈતન્ય પ્રત્યે જાગ્રત બનીએ, મૂચ્છિત ન બનીએ, આપણામાં શૂન્યતા ન આવે. મૂર્છા આવે છે પણ આપણને કોઈ ખબર નથી પડતી. ઊંઘ આવે છે, આપણને કોઈ જાણ નથી થતી. ચેતનાને જગાડવા માટે માદક પદાર્થોનું સેવન કરવાની કોઈ જરૂર નથી. ધ્યાન માટે માદક પદાર્થોનું સેવન જરૂરી નથી. ધ્યાન માટે મૂર્છા વધારનાર ઉપાયો અને ઉપક્રમની કોઈ જ જરૂર નથી. જરૂર છે સતત જાગૃતિની, પ્રતિપળ જાગરણની. આપણે આપણા ચૈતન્ય પ્રત્યે જાગ્રત રહીએ, મનને શૂન્ય બનાવીએ. મનને શૂન્ય બનાવવું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220