________________
૧૭૪ આભામંડળ ગઈ. શરીરની સારવારની સાથોસાથ તે મન અને ભાવોની પણ સારવાર કરતો હતો. વહુએ કહ્યું: “મને ખૂબ જ ગુસ્સો ચડી આવે છે. તેની તમે દવા આપો.” પેલાએ તેને એક શીશી આપીને કહ્યું: ‘જ્યારે ગુસ્સો આવે ત્યારે આ દવાનો એક ઘૂંટડો મોંમાં ભરી લેવો અને દસ પંદર મિનિટ પછી તેનો કોગળો કરી નાખવો. ગુસ્સો ઉતારવાની આ રામબાણ દવા છે.” વહુએ વિશ્વાસની આ વાતને ભાવ-તંત્ર સુધી પહોંચાડી દીધી. એ શીશીમાં શું દવા હતી? માત્ર પાણી હતું. વહુએ તેનો પ્રયોગ કર્યો. દસ દિવસમાં તેનો ગુસ્સો ગાયબ થઈ ગયો.
ગુજિયેફ રશિયાનો ઘણો મોટો સાધક હતો. એક વખત તેના પિતાએ કહ્યું : “બેટા! મારી એક વાત માનજે. જ્યારે ગુસ્સો આવે ત્યાર પછી ચોવીસ કલાકે ગુસ્સો કરજે. એ પહેલાં નહિ.” આ એક નાનકડી વાતે ગુજકને મહાન સાધક બનાવી દીધો. શું કોઈ ચોવીસ કલાક પછી ગુસ્સો કરી શકે ખરું? ક્યારેય એમ ન બને. ત્યારે ગુસ્સો ઓસરી જાય છે. ગુસ્સાની ગરમી આવે ત્યારે કરી લેવાય તો એ ગુસ્સો છે. એ પછી ગુસ્સો નથી રહેતો. ગરમી ઊતરી જાય છે.
શબ્દો ભાવોને બદલવાનું સબળ સાધન છે. આપણે શબ્દને જ્યારે માણસના ભાવ-તંત્ર સુધી પહોંચાડી દઈએ છીએ ત્યારે યથેચ્છ કામ થઈ જાય છે. યોગ્ય શબ્દોની પસંદગી કરીએ, યોગ્ય શબ્દોનો પ્રયોગ કરીએ. એવા શબ્દો અને નિર્દેશોને પસંદ કરીએ અને તેને ભાવ-તંત્ર સુધી પહોંચાડીએ. તેને આંદોલિત કરીએ, તેમાં પ્રક્ષોભ કરીએ, તેને પ્રકંપિત કરીએ અને મોહનાં
સ્પંદનોને શાંત કરીએ તો સાચે જ ભાવ-પરિવર્તનની પ્રક્રિયા શરૂ થઈ જાય છે. દુનિયામાં જેટલી પણ સમજદાર વ્યક્તિઓ થઈ છે તેમણે શબ્દોની પસંદગી પર ઘણું ધ્યાન આપ્યું છે. બોલવાનો વિવેક અને શબ્દોની પસંદગી ઘણી જ મહત્ત્વની વાત છે. માણસ કોઈ ઉપાયથી બદલાતો નથી. શબ્દની સાચી પસંદગી કરે. માણસ બદલાઈ જશે.
એક માણસ હતો. તેને દહીં ઘણું ભાવતું. એ દહીં છોડી નહોતો શકતો. એક વખત તે બીમાર પડ્યો. સખત ખાંસી થઈ. વૈદ આવતા, દવા આપતા અને દહીં ન ખાવાનું કહેતા. એ દવા લેતો નહિ. વૈદ બધા નિરાશ થઈ ગયા. એક દિવસ બીજો એક વૈદ આવ્યો. તે શરીરની સમસ્યાઓ તો જાણતો જ હતો, મન અને ભાવોની સમસ્યાઓથી પણ પરિચિત હતો. બીમારે કહ્યું: ‘તમારે દવા આપવી હોય તો આપો. હું દહીં ખાવાનું નહીં છોડું.' વૈદે કહ્યું: “હું તને દહીંની મનાઈ નથી કરતો. ખૂબ દહીં ખાઓ.” આ સાંભળતાં જ બીમાર માણસનું કુતૂહલ વધી ગયું, તેણે પૂછ્યું: ‘વૈદરાજ! બધા જ દહીં નહિ ખાવાનું કહે છે અને તમે તે ખાવાની છુટ કેમ આપો છો?”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org