Page #1
--------------------------------------------------------------------------
________________
REGISTERED NO. B. 876. Now adજ કાજલ કામકાજીપમાન અષી | શ્રી જૈન શ્વેતાંબર મૂ તિપૂજક છેડગના હિતાર્થે પ્રગટ થતું ,
સુચના:-પત્ર વહેવાર સઘળા વ્યવસ્થાપકના સરનામે કરવે..
સંપાદક:-મણીલાલ હનલાલ.
અMAવનના જન્મની
बुद्धिप्रभा.
LIGHT OF REASON.
કાવ્ય. દિવ્ય પંથે પ્રતિ સુ'ચરવાને, જેનું જીવંત ઉન્નત કરવાને; નાન સુધારસ રેલવવાને, શારદ સહાય દે બુદ્ધિપ્રભાતે.”
पुस्तक ६
मे १९१४. वीर संवत २४४०.
अंक २ जो.
प्रसिद्धकर्ता-श्री अध्यात्मज्ञान प्रसारक मंडळ. યવસ્થાપક-અમદાવાદ શ્રી જૈનશ્વેતાંબર મૂર્તિપૂજક બૅડીંગતરફથી સુપ્રીન્ટેન્ડન્ટ, શ’કરલાલ ડાહ્યાભાઈ કાપડીઆ,
| મુ, અમદાવાઃ
વાર્ષિક લવાજમ પટેજ સાથે રૂ. ૧-૪-૦ સ્થાનિક ૧-૦ -૦
અમદાવાદ. ધી જ ડાયમંડ જયુમિલી ” પ્રીન્ટીંગ પ્રેસમાં
પરીખ દેવીદાસ છગનલાલે છાપ્યું newsષા વિજOઉs જિહાજના અWN
Page #2
--------------------------------------------------------------------------
________________
વિષયાનુક્રમણિકા
પૃષ્ઠ
વિષય,
વિષય. ૧. વાચક શ્રી યશોવિજયજી કૃત. ... ૩૭ ૭. તીર્થપ્રવાસ વર્ણન. ... ... ૬૦ ૨. વૈરાગ્ય ભાવના. ..
૮. અત્રેના નગરશેઠ કરતુરભાઈ મણી- - ૩. સ્વીકાર અને અવલોકન, ૪૮ ભાઈનું પરદેશગમન... ૪. જાણુવા જોગ.
- ૮, કાવ્યું કે જ...
પ્રવાસીના પ્રશ્ન. ૫. દુઃખને નાશ.
ભાદ કરજે, ૬. જેનોનું પદાર્થ વિજ્ઞાન ... પ૫ ૧૦, માસિક સમાલોચના...
લવાજમ, હું મારા ગ્રાહકો જેવો કે હમે ગત વર્ષમાં હમારાથી બનતું કરી વાંચીને સર્વોત્તમ વાંચન પુરૂ પાડયું છે. કદમાં લખાણામાં ઘણાજ ફ્રેરફાર કરવા છતાં પણ લવાજમ માત્ર એક રૂપીઆજ સખીને અમે નફા તરફ ન જોતાં કર્તવ્ય તરફજ દ્રષ્ટિ રાખીને તે ચાલુ વર્ષમાં નવિન ફેરફાર કરી સામાજીક માસિકની. હરોળમાં તેને મુકી વધુ સેવા બજાવવા નિશ્ચય કર્યો છે. માસિકની ઉન્નતિને આધાર તેના વાંચકોની નુતન મહદ પર અવલંબે છે. માટે સર્વ સન્ન ગ્રાહકોને વિન’તિ છે કે તેમણે ગત વર્ષનું લવાજમ વિના વિલ'મે સાકલી આપવું અને શાëક તરીકૈ રહેવા ઈછા ન હોય તો શરૂઆતથીજ અમાને લખી જણાવવું. જાહેર સ‘સ્થા નુકશાનમાં ન ઉતરે એ તરફ સર્વને દ્રષ્ટિપાત કરવા આગ્રહ પૂર્વક વિનતિ છે.
ઇતિશામ.
તૈયાર છે !
મંગાવે ! ! તૈયાર છે ! ! ! હીમાં ૧૦૧ ફોર્મ ૮,૦૮, પાનાનો મહાન ગ્રંથ. આનન્દઘન પદ ભાવાર્થ સંગ્રહ.
શ્રીમદ્ આનન્દષનજીના આધ્યાત્મિક, વૈરાગ્યાદિક, ઉત્તમ રહસ્યવાળા ૧૮ પડે કે જેતા ભાવાર્થ સમજવા અનેક મનુષ્યની તીવ્ર જિજ્ઞાસા હતી તે પદે ઉપર આચાર્ય કૃદ્ધિસાગરસૂરિજી મહારાજે સ્પષ્ટ રીતે વિસ્તારથી વિવેચન કરી જીજ્ઞાસા પૂર્ણ કરી છે. તે સાથે શ્રીમદનું ચરિત્ર પણ ઉત્તમ રીતે દાખલ કર્યું છે. ઉંચા કાગળ, નિર્ણયસાગર ગેસની સુંદર છાપ ને મનોહર પાકી બાઈન્ડીંગ છતાં કીં. માત્ર રૂ. ૨-૦-૦, છે. નાગારીશરાહ,
શ્રી જૈનશ્વેતાંબર મૂ૦ બેડીંગ. અમદાવાદ
Page #3
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૬ 3 ]
બુદ્ધિપ્રભા
( The Light of Reason) ब्रह्मानन्दविधानके पटुतरं शान्तिग्रहद्योतकम् । सत्यासत्यविवेकदं भवभय भ्रान्तिव्यवच्छेदकम् ॥ मिथ्यामार्गनिवर्तकं विजयतां स्याद्वाधमेमदम् । लोके सूर्यसमप्रकाशकमिदं 'बुद्धिप्रभा' मासिकम् ॥
[ફ ર જો.
તા. ૧૫ મે સને ૧૯૧૪,
वाचक श्री यशोविजयजी कृत. *
( વિવેચનકાર મુનિ બુદ્ધિસાગર સૂરિ )
૫૬.
गुरुप्रशाद अतिमरति पाइ । तामें मनभयो लीन ॥ चिदानन्दघन अबहुइ बेठे । काहुके नहि आधीन ॥ १ ॥
घट प्रगटी सविसंपदाहो | इंद्राणी समता पविधीरज जसघट ज्ञानविमान ||
નવ સમાધિમંત્ત વનમેં ઘેઢે । તત્ર મ ચંદ્ર સમાન ॥ ૨ !}
:
चक्ररत्न आयत जयंणाविस्तृत । शिश्पर ज्ञानहि छत्र ||
चक्रवर्तिकी चालि चलतु है । कहा करिहे मोह अमित्र ॥ ३ ॥
* ભાજક લલ્લુભાઈ ફીચેશ્વર વીશનગરાળાની જુની પાસે વર્ષે ઉપરની ચાપડીમોંધી શ્રી મણુિદ્રજીનાં પદે તથા ઉપાધ્યાયનુ' પદ લખેલું હતું તેના ત્ર ઉતારા કરવામાં આવ્યા છે.
ભાવાર્થ:-શ્રીમદ્ યશેાવિજયજી ઉપાધ્યાય પેાતાના હ્રદયમાં પ્રગટેલા ઉભરાએાને દ્વાર કાઢતા છતાં કયે છે કે, મે... ગુરૂની કૃપાએ આત્માની સહજાનન્દરતિ પ્રાપ્ત કરી છે. આત્માના સ્વરૂપમાં મારે મન લીન થઇ ગયું છે. આત્માના સ્વરૂપમાં રમણતા કરવી એન મને હવે ગમે છે. હવે તે! અમે ચિદાનન્દધન થઇ બેઠા છીએ, હવે અમે કાના અ ધીત નથી. કાઇની દરકાર રાખીએ એવા અમે નથી. શ્રીમદ્ ઉપાધ્યાય કરે છે કે, અંમારા હૃધ્ધમાં સર્વ સંપદાએ પ્રગટી છે. અમે આત્મારૂપઇન્દ્ર છીએ અને સમતાપ અમારી ઇન્દ્રાણી છે. ધૈર્યરૂપ વજને અમે ધારણ કરીએ છીએ. બાળનું વજ્ર જેમ પર્વતના ચૂરે
Page #4
--------------------------------------------------------------------------
________________
બુદ્ધિપ્રભા.
ચૂરા કરી નાખે છે તેમ આત્મારૂપ ઈન્દ્રનું ધરૂપ વજ અનેક પ્રકારના ચિંતા, ભય, વિક૫ સંકલપ વગેરે પર્વતોને છેદી નાંખે છે. આત્મારૂપ ઈન્દ્રનું જ્ઞાનરૂપ વિમાન છે તે ઊંચું ઊંડે છે તેના પર અમે બેઠા છીએ. અમારો આત્મા ઇન્દ્રરૂપ હેઈને તે સમાધિરૂપ નદન વનમાં ખેલે છે. આવી દશામાં અમે સદવિચારો અને સદાચારો વડે અમે ઇન્દ્ર સમાન છીએ.
सुधाकुंड समान ब्रह्मवचनके । आए अनुभव भोग ।। नागलोक ठकुराइ पाइ । ताथे अधिक कुंन जोग ॥ ४ ॥ भए निस्तेज कुदर्शन तारा । नाठे दुर्जन चोर ॥ हृदय विवेक दिवाकर उदयो । मिटगयो मदनको जोर ॥ ५॥ शुकलपक्ष अध्यातम उदयो । समकित चंद अमंद ।। सकलकलामृत अमृतविलासी । वरसत हर्षके बिन्दु ॥ ६ ॥ दुव्यभाव परिणाम चरण के । दक्षिण उत्तरणि ।। जसकर विद्याधरपद पायो । यागति पाइ केणि ॥७॥ दर्शन ज्ञानचंद्र रविलोचन । स्थिरता कमला कंथ ।। सुखसागरमें मगन रहतुहे। हम हरिलच्छनवंत ॥ ८ ॥ अध्यातम कैलासविराजे । वृषभसभा उत्तंग ॥ विरति चतुरता गंगागोरी । सेवित शंकर रंग ॥ ९ ॥
ઉપાધ્યાય કહે છે અમે ચક્રવર્તિ છીએ. ભાવ ચક્રવતની રીતિ પ્રમાણે વર્તતાં મેહરૂપ ક્ષત્ર અમારું કંઈ પણું અહિત કરી શકનાર નથી. વિસ્તારવાળી જીવ યતના તેજ અમારું ચક રત્ન છે અને અમારા આત્મારૂપ ચક્રવર્તી પર જ્ઞાનરૂપ છત્ર ધારણ કરવામાં આવે છે. આવી આત્માની ચક્રવાત દશામાં અમારે કોઈ વાતની કમીના નથી. સુધા અર્થાત અમૃત કુંડ સમાન આતમ જ્ઞાન વચનથી અમને અનુભવ એમ પ્રાપ્ત થયો છે તેથી અમને નાગ લોકની ઠકુરાઈ પ્રાપ્ત થઇ છે. આત્મજ્ઞાનરૂપ અમૃત પીનારા એવા અમારા કરતાં નાગલોક કંઇ વિશેષ નથી કારણ કે અધ્યાત્મજ્ઞાનરૂપ અમૃત પાનધી અજર અમર રૂપ થઈ શકાય છે.
અમારા હૃદયમાં આત્મજ્ઞાનરૂપ સૂર્ય પ્રગટતાં કુદનરૂપ તારાએ નિસ્તેજ બની ગયા, અને દુર્જનરૂપ ચારો દૂર ભાગી ગયા. કામદેવને ભેર ભાગી ગયે. અમારા હૃદયમાં શુકલ પક્ષપ અધ્યાત્મ જ્ઞાનનો ઉદય થયો છે અને અમઃ સમ્યકવરૂપ ચંદ્રનો ઉદય થયો છે અને તેથી સકલ કળાને ધારણ કરનાર અમૃત વિલાસી હર્ષનાં બિન્દુઓ અમારા અસંખ્ય પ્રદેશમાં વર્તી રહ્યાં છે.
અમે ભાવવિદ્યાધરની પદવીને ધારણ કરનારા બન્યા છીએ. ચારિત્રના દ્રવ્ય અને ભાવ પરિણામ તે દક્ષિણ અને ઉત્તરણિ જાણુવી. શ્રી યશોવિજયજી કહે છે કે મેં ચાત્રિના દ્રવ્ય અને ભાવ પરિણામની દક્ષિણ અને ઉત્તર છેવિડે મારા હસ્તમાંજ વિધાધર પદ પ્રાપ્ત થયું છે. આવી પદવી કહે--આવી દશા વિના કહે અન્ય કોણે પ્રાપ્ત કરી છે? અષત અન્ય કોઇએ એવી પદવી પ્રાપ્ત કરી નથી. સારાંશ કે અધ્યાત્મ જ્ઞાનવિના અન્ય કોઇએ એવી પદવી પ્રાપ્ત કરી નથી.
Page #5
--------------------------------------------------------------------------
________________
વાચક શ્રી યશોવિજયજી કૃત.
યાદ
અમે શ્રીકૃષ્ણ અર્થાત્ હરિરૂપ છીએ. અમારે આત્મા હરિ છે. દર્શન અને જ્ઞાન૫ ચંદ્ર અને સૂર્યપ લોચનને ધારણ કરનાર અને થિસ્તા રૂપ લક્ષ્મીના અમે સ્વામી છીએ અને સુખ સાગરમાં સ્થિરતાપ લક્ષ્મીની સાથે આનન્દ કરીએ છીએ. આવી દશાએ હરિના લક્ષણવાળા અમે છીએ.
चाह्यभाव रचनाको ब्रह्मा । इमकारण मुखहोति ।। अंतरंग रचनाके ब्रह्मा । हम भए आप उद्योत ॥ १०॥ तीनभुवन विभुता अति अद्भुत । जिनपद तो नहीं दूर ॥ सिद्धयोग अध्यातमशक्ति । प्रगटित पुण्य अंकुर ॥११॥ चिंतामणि सुरतनु सुरधेनु । कामकलश भयो पास ।। अष्टमहासिद्धि नवनिधि निरखे । आपमें आपविलास ।। १२ । ए प्रसाद सवि सुगुरु भजनको, जिनदिनो व्यवहार ॥ ज्ञानयोग गर्भित शुभ किरिया, धरमको परमाधार ॥ १३ ॥ व्यवहारी निश्चय पद पावे, ज्युं नृप लंछन राज ॥ व्यवहारे निश्चय अनुसरता, सीजे सकलहित काज ॥ १४ ॥ वाचक जस विजये इम दाखी, आतमसाखि रुद्धि ।
भाखी सद्रू अनुभव चाखी, राखीये करि धन वृद्धि ॥१५॥
ઉપાધ્યાય કપે છે કે અમારે આમા મહાદેવ છે. અધ્યાત્મજ્ઞાનરૂપ કૈલાસ પર્વત પર અમારા આત્મારૂપ શિવ વિરાજે છે. સંતોષરૂ૫ વૃષભના ઉપર અમે બેસીએ છીએ. વિરાતિ રૂ૫ ગંગાને અમે ધારણ કરીએ છીએ અને ચાતુરૂપ ગોરી (પાર્વતી) ના અમે ધારક છીએ. આ સ્થિતિથી અમારે આભારૂપ મહાદેવ આનન્દમાં લયલીન રહે છે. બાહા ભાવની રચનાને કર્તા બ્રહ્મ છે અને અમારા આત્માના અન્તરંગ ગુણ સૃષ્ટિના કર્તા છીએ માટે વસ્તુતઃ અમારો આત્મા બ્રહ્મા છે. સ્વયં આત્મા જ અમારો પ્રકાશ રૂપ થયો અને અમારા અમાજ બ્રહ્મા છે એમ પ્રકાશીએ છીએ. ત્રણે ભુવનની પ્રભુતા માં અત્યંત અદ્ભુત છે એવું જિનપદ દૂર નથી. સિદ્ધયોગ રૂપ અધ્યામ શક્તિ છે અને તે અનન્ત પુયાંકુરથી પ્રગટે છે. ચિતામણિ, કલ્પવૃક્ષ, કામકુંભ, અને સુરધેનુ ઇત્યાદિ સર્વ અમારામાં છે એમ હવે અવાધાયું. શ્રીમદ્દ કર્થ છે કે અધ્યાત્મજ્ઞાનદષ્ટિએ આત્મજ્ઞાની અષ્ટસિદ્ધિ અને નવનિધિને પોતાના આત્મામાં દેખી શકે છે.
આ પ્રમાણે જે અમારામાં સર્વે બાયું તે શ્રી સદ્દગુરૂના પ્રતાપે જાણવું. જેણે આ સર્વનું કારણ જે ધર્મ વ્યવહાર તેને સમર્પે. શ્રીમદ્ કથે છે કે જ્ઞાન ગત શુભ ક્રિયાઓ ખરેખર ધર્મના પરમ આધારભૂત છે, જે ધર્મના વિચારો અને આચારવડે સમ્યમ્ વ્યવહારી થયે તે નિશ્ચય પદને પ્રાપ્ત કરે છે. તસંબંધમાં ઉપાધ્યાયજી કયે છે કે નૃપ લંછનો જેનામાં હોય છે તે મનુષ્ય રાજ્યને પામી રાજા બને છે તદ્દત જે સમગ્ર ધર્મ વ્યવહારી બની આત્માના સદ્દગુણોને ખીલવે છે તે શિવ રાજ્યને પ્રાપ્ત કરે છે. વ્યવહાર વડે નિશ્રય ધર્મને અનુસરતાં સકલહિત કાર્યની સિદ્ધિ થાય છે. વાચક્ર શ્રી યશોવિજયજીએ આત્મ સાક્ષીએ આત્માની અદ્ધિને દેખાડી છે. શ્રી સગર મહારાજની પાસે રહી
Page #6
--------------------------------------------------------------------------
________________
४०
બુદ્ધિપ્રભા
અનુભવ જ્ઞાનને રસ સ્વાદીને આત્મહિત શિક્ષા ભાખી છે તે હિત શિક્ષાને હદયમાં મેઘની વૃદ્ધિની પેઠે ધારણ કરીએ તે આત્માના ગુની ઘણી વૃદ્ધિ થાય.
શ્રીમદ્ ઉપાધ્યાયના પદ્યમયેગારથી અવબોધવાનું કે અધ્યાત્મજ્ઞાન દષ્ટિથી પિતાના આત્માની ઉચ્ચતા કરી શકાય છે અને પોતાના આત્મામાં અનન સુખ છે એવો અનુભવ કરી શકાય છે. પિતાના આત્મામાં વાસ્તવિક સુખ છે એવો અનુભવ પ્રગટતાં દુનિયાની મોહ દશાથી પિતાનું મન પાછું હઠે છે અને પર વસ્તુઓની પ્રાપ્તિ માટે અનેક પ્રકારની ઇચ્છાઓ, ચિનતાએ, ભય, અને શોક વગેરે જે જે મોહ ચાળાઓ થાય છે તે પાન થતા નથી. અને આત્મામાં પરમ સંવ પ્રગટે છે. ધર્મ વ્યવહાર સાધક સન્ત અધ્યાત્મ જ્ઞાન વડે આત્મધર્મમાં રમતા કરી સહજ સમાધિ સુખ પ્રાપ્ત કરી શકે છે. અધ્યાત્મ જ્ઞાનીઓને આવી અધ્યાત્મ દશાને અનુભવ આવે છે તેથી તે ઉપર પ્રમાણે ગાય છે.
ॐ शान्तिः ३ वासुपूज्य स्तवन. वासुपूज्य जिनवासव पूजित, ध्याओ मनने रंगरे । जयाराणीए जिन जन्म्यो, उद्योत भयो सब लोगेरे. वासु.॥१॥ छपनदिशी कुमरी मिली गायो, इंद्रे मेर स्नान करायोरे। आनंद उलटि उचित नमायो, पाप पडल फडायोरे. वासु. ॥२॥ वरस अढार लाख गृहवासे वसीयो, संयम लेवा धसीयोरे। वाति करमकुं दूरि करीने, शुद्ध नाण दुनिनो रसियोरे. वासु. ॥ ३ ॥ तीरथ थापी उपदेश दीधा, बहुत जीव बुजायारे । लाख बहुत वर्ष पूरण थए, चंपानयरी आयारे. वासु.॥४॥ श्री चंपाइ पंचकल्याणक, शिवरमणीने वरीयारे सेवक मणिचंद्र जिन गुण गातां, काज सवे तस सरीयारे. वासु. ।।५।।
([ययनर मुनि मुसिमर सरि.) पश्च प्रकारनां अनुष्ठान.
सिद्धतणी सुख आसिका, अनंत अनंती होय । ते स्तवना कि.मकरी शकुं, मुज अल्पबुद्धि छे जोय ॥ १ ॥ प्रासुता तुजने स्तबु, करो मुज बुद्धिप्रकाश । जिम अनुष्ठान पांचे कडं, पहुंचे मनतणी आश ॥ २ ॥ विषगरल अन्योअन्या, तद्धेतु अमृत जेह । अण त्यजे दोइ आदरे, सिद्धगति पहुचे तेह ॥ ३ ॥ विषगरल अनुष्ठानजे, इह परलोककी आश । अल्पसुखने कारणे, चिद्गति पूरे वास ॥ ४ ॥
Page #7
--------------------------------------------------------------------------
________________
વાચક શ્રી યશોવિજયજી મત
૪૧
हवे त्रिजौ अन्योअन्य, शून्यकार अनुष्ठान । कोहक जीव भद्रकपणे, लहे फल पुण्यनिदान ॥ ५ ॥ तद्धेतुने कारणे, जिन आज्ञाक्रिया ध्यान । गुरुसेवाए ते लहे, छेदे कर्म निदान ॥ ६ ॥ सिद्ध द्रव्य अरूपी तणो, रूपातीत धर्म ध्यान । तेहपणे परगुण आसिका, स्वद्रव्य अतिइ निदान ॥ ७ ॥ अभेदरूप ध्यातायकां, स्वद्रव्य निरखे जोय । शुकलध्यान वलतो लहे, ए पद्धते इम होय ॥ ८ ॥ सन्तपदादिप्ररूपणा, लहे द्रव्यगुण पर्यवरूप। नयनिक्षेप प्रमाण करि, भावे आत्मस्वरूप ।। ९॥ निज पर्याय में चित्त रहे, न लहे परयाइरूप । पुण्यानुबंधी करे क्रिया, इहतवे तसरूप ॥ १० ॥ हवे अमृत अनुष्ठानकुं, आवे आत्मस्वभाव । हुँ का ते नविग्रहे, निरखे उदासीन भाव ।। ११ ॥ विरा कांता दो दृष्टि थाइ, होय आतम अमृत समान !
आत्मयोग दुने अमृता, नुष्ठान प्रभापरा दृष्टि जाण ॥ १२ ॥ उदघागति वेइ खेपवे, पण राता न ताता होय । योग शुभाशुभ उपजे, खेद राग नहि कोय ॥ १३ ॥ जेहने अंत क्रिया हुइ, ते आतमा अमृत समान । अशुभ दोइ गति तस टली, ते निश्चय लह निर्वाण || १४ ॥ अमृत स्वभाव सुख आसिका, सप्तधातु रस भेद । स्वेत मांस लोहीत सहुआ, ए जिनपदकुं खेल ।। १५ ॥ अनंत संबंधी दूरे रया, खेले युद्धल खेल । पूरवभवना बंधथी, पणि न गणे घिरको मेल ॥ १६ ॥ आल्हादने सुख आसिका, वांछा पजत्र जेह । शुद्ध द्रव्यगुण पज्ञवा, तिणे अनादि तुज तेह ।। १७ ।। जव संजलणा माफिके, कर्म रहे जब जाण ।। तव ते जिनादि संयम लीए, अमृतयोग अनुष्ठान ॥ १८ ॥ स्त्रद्रव्य शुद्ध गुण पजवा, ते स्वभाव जिन राख । परद्रव्य अशुद्ध गुण पजवा, तेह भाव तुज नाखि ॥ १९ ।।
Page #8
--------------------------------------------------------------------------
________________
બુદ્ધિપ્રભા.
-
-
-
-
-
-
-
भाव अनुकंपा भापणी, आस्तिक आत्म स्वभाव । जे तनमें ते थइ रह्यो, न भजे परगुण भाव ॥ २० ॥ जब अमृतमय आतमा, वास्यां योग अनुष्ठान । તત્ર તે તનË રહ્યો, શાયરળ નિદાન | ૨૨ છે. शुद्ध द्रव्य गुण पजवा, ताहरा तुज कहे जोय । યાજ્ઞા દ્રવ્ય vઝવા, તે સાથે હું ન હોવું છે ૨૨ अमृतयोगसे आतमा, हुआ दोइ एकी भूत । घोर उपसर्ग परिसहा, सहतां नहीं कोइ दुःख ॥ २३ ।। इणि विधि कर्म खपावीने, पामे केवलज्ञान । भव्य जीव प्रतियोधिने, पुडुचे शिवपुर स्थान ॥ २४ ॥ पंच अनुमान सुख आसिका, रचीते उत्तम काम । भणे मणिचंद भावे सुणे, लहे ते मंगल ठाम ॥ २५ ॥
શ્રી મણિચંદ્રજી મહારાજ પંચ પ્રકારના અનુકાનનું સ્વરૂપે વર્ણવે છે. તેને સામાન્યતઃ સાર નીચે મુજબ છેઃ-વિરાર-અન્યો ન્ય, તતુ અને અમૃત એ પંચ પ્રકારના અનુકાનમાં ષિ-રસ અને યોન્ય એ ત્રણને ત્યાગ કરીને આત્મજ્ઞાની તતુ અને અમૃત એ બે અનુષાનને આદરે છે. તહેતુ અને અમૃતાનુણાનથી સિદ્ધગતિની પ્રાપ્તિ થાય છે. આ લેક અને પાકનાં સુખની આશાએ વિ અને ર૪ કનુનને અજ્ઞાની છો સેવે છે. અજ્ઞાની છ જિs અને જરનુષ્ટાન સેવીને અલ્પસુખ હેતે ચતુર્ગતિ પરિભ્રમણની વૃદ્ધિ કરે છે. હૃદયની શૂન્યતાએ અન્ય મનુષ્યની દેખાદેખીએ જે અનુકાન કરવામાં આવે છે તેને થોડJાઈ ને કહે છે. કોઈક જીવ ભદ્રક પરિણામથી ધર્મ સંબંધી અ ન્યાનુકાન સેવીને પુણ્યફલની પ્રાપ્તિ કરે છે. જિનેશ્વરની આશાઓના હેતુઓને પરિપૂર્ણ જાણુતાર જિનેશ્વરની આશાએ જે જે ધાર્મિક અનુષ્ઠાને સેવે છે. અને ગુરૂની સેવાવડે ધર્મ ક્રિયાઓનાં રહસ્ય સમજીને વિધિપૂર્વક જે જે ધર્માનુષ્ઠાનોને ભવ્યજીવ સેવે છે તે તેને તતુ અનુષ્ઠાન પ્રાપ્ત થયું એમ અવબોધવું. તતુ ક્રિયાને કરનાર ભગ્યજીવ કર્મના હેતુઓને છેડે છે. અક્ષી એવા સિદ્ધ દ્રવ્યનું રૂપાતીત ધ્યાનના સેવનપતિ લક્ષ રાખે છે. પરદ્રશ્યમાં સુખની આશા રાખતો નથી. પોતાના આત્મદ્રવ્યમાં સહજ સુખ છે અને તેને પ્રાપ્ત કરવું એજ ધર્મક્રિયાઓ કરવાના મુખ્યદેશ છે એમ અવબોધીને તક્રિયાઓને સેવે છે. તેનુક્રિયા કરનાર ચોગી પિતાના આત્માને અમેદપણે ધ્યાવે છે અને રામદબેને દેખે છે. તદેતુ ક્રિયામગ્ન યોગી શુકલધ્યાનને પ્રાપ્ત કરી શકે છે. તુ ક્રિયા કરવાવાળા યેગી સાત નય અને ચારે નિશે. પાથી આભદ્રવ્યનું ૨વરૂપબોધક બરાજીવ પિતાના શુદ્ધગુણોને પ્રગટાવવા છે જે અનુષાનો સેવે છે તે તક્રિયાઓ અવબોધવી. સત્યદરૂપણુદિ નવકારથી આભદ્રવ્યના ગુણપર્યાયોને નાતા તહૅક્રિયાઓનાં રહસ્યોને અવબોધીને યિતની તલ્લીનતાએ ધર્માનુષ્ઠાનને સેવી પર માત્મપદ પ્રાપ્ત કરે છે -આત્માના તિજ પર્યાપમાં ચિતની રમણતા થવાથી વૈશ્વિક વિકમ
Page #9
--------------------------------------------------------------------------
________________
વાચક શ્રી યશોવિજયજી કૃત.
સંકલ્પ સ્વયમેવ શાન્ત થાય છે અને આમા પરભાવ પરિણતિએ પરિણમતો નથી. આવી નક્રિયાની મ્યતા પ્રાપ્ત કરનાર છવ સંવર અને નિર્જરાતની પ્રાપ્તિ કરી શકે છે અને શુભ ધર્મપત્તિએ પુણ્યાનુબધિ પુણ્યને બંધ કરે છે.
અમૃતાનુષ્ઠાનની યોગ્યતા આત્માના સ્વભાવ પ્રમાણે વર્તતાં પ્રાપ્ત થાય છે. અમૃતાનુ હાનીયોગી હું કર્તા આદિ અવંતિથી રહિત હોય છે. અમૃતાનુષ્ઠાનકારક ગોગી ઉદાસીન ભાવે અર્થાત રાગદ્વેષ રહિત પરિણામે સર્વને દેખે છે, તેને દુનિયાની વસ્તુઓમાં ઈછાનિસ્ટવ રહેતું નથી. અમૃતાનુષ્ઠાનની પ્રાપ્તિવાળા જીવને રિધર અને શાન એ બે દૃષ્ટિની પ્રાપ્તિ થાય છે. પોતાને આત્મા તેને અમૃતસમાન લાગે છે અર્થાત ધર્માનુષ્ઠાનમાં આનંદરૂપામૃતને પ્રકટ ભાવ થાય છે. આત્મયોગની ઉચ્ચકોટીપર ચઢતાં અમૃતાનુષ્ઠાન કરનાર ચોગીને પ્રમ અને હવા ટ િખીલે છે અને તેથી તે સ્વયમેવ પરમાત્મરૂપ બને છે.
અમૃતાનુકાનકારકગી ઉદયમાં આવેલાં કર્મને સમભાવે વેઠીને ખપાવે છે પણ શુભાશુભ ચોગે શુભાશુભ કર્મ વિપાક મેળવતાં હર્ષ શેક ધારણ કરતા નથી. અમૃતાનુકાનકારક યોગી કર્મ ક્રિયાને અન્ન કરે છે અને તેને માત્ર પોતાને આત્મા જ અમૃત સમાન લાગે છે. અમૃતાનુષ્ઠાનકારકને શુભ અને અશુભ ગતિ એ બે ગતિ ટળે છે અને તે નક્કી મુ. ક્લિપદ પ્રાપ્ત કરે છે. અમૃત સ્વભાવ સુખ પગે સાત ધાતુઓ બેકાય છે અને તીર્થકરોને બાલ્યાવસ્થાથી માંસ રક્ત વગેરે શ્વેત પ્રકટે છે. જિનેશ્વરને અમૃતાનુષ્ઠાન પગ પ્રભાવે આવી દશા તે બાહ્યથી એક ખેલની પેઠે થાય છે. ગૃહાવાસમાં જિનેને અનતાનુબંધિકો નહિ હોવાથી તેઓ ભગાવલી કર્મના ઉદયથી પુદ્ગલ ખેલને ખેલે છે તે પણ તેને સુખરૂપ ગણુતા નથી. તેઓ ચિત્તમાં મેલ ઉત્પન્ન કરનાર એવાં ભેગાવલી કમેં જાણીને તેનાં સુખ બુદ્ધિવ રાગાદિક ભાવે પરિણામ પામતા નથી. અન્તર્દષ્ટિથી તેઓ ન્યારા રહે છે. ગૃહસ્થાવાસમાં અમૃતાનુષ્ઠાન મગ્ન તીર્થકરો આત્માને આનન્દ કે જે જે આહાદ સુખ આદિ રૂપ જાણે છે તે અનાદિકાલથી પિતાનામાં રહ્યા છે એમ અવધીને તેઓ આત્મદ્રના શુદ્ધ પર્યાયરૂપ આનન્દમાં ઝીલે છે. સંવલ કપાય જયારે બાકી રહે છે અને મારે અન-નાનુબંધિ આદિ શેપ કયા ટળે છે ત્યારે જિનો સંયમ અંગીકાર કરે છે અને તેઓ અમૃતાનુષ્ઠાન રોવે છે. આત્મદ્રવ્યના ગુણ પર્યાયોએ આત્મસ્વભાવ છે એમ નિશ્ચય કરીને તેને ધારણ કરી અને પરપુદ્ગલાદિ કોના પર્યા. પરસ્વભાવ છે એમ જા.
ને તેમાંથી ચિત્તને દુર કર કે જેથી અમૃત યોગાનુષ્ઠાન કે જે જ્ઞાનીઓને પ્રાપ્ત થાય છે તેની તને પ્રાપ્ત થાય. પિતાના આત્માના સ્વભાવમાં રમણના કરવી એ ભાવદયા છે. આત્માના દ્રવ્ય સેવ કાલ અને ભાવથી જે જે અસ્તિ પર્યાયરૂપ ધર્મો છે તેનું સંરક્ષણ કરવું. તેના ઉપર આવેલું કર્યાવરણ દૂર કરવું એ મારૂ મનુવા છે. અમૃતાલુકાના નોને માય અકુના ઝરે છે તેથી તે તનમાં રહેલા આત્મામાં સ્થિર થઇ રહે છે અને પરપુદગલ ભાવમાં રામદેવ કરતું નથી. શ્રીમદ્ દેવચંદ્રજી મહારાજ પણું અધ્યાત્મ ગીતામાં અધ્યાત્મ યોગીને અમૃતાનુષ્ઠાન સાધતા છતાં કયે છે કે --
स्वगुण रक्षणा तेह घर्म, स्वगुण विध्वंसना ते अधर्म.
भाव अध्यात्म अनुगत प्रवृत्ति, सेहधी होय संसार छिति ॥१॥ પિતાને આત્માના ગુણનું રક્ષણ કરવું તે ધર્મ છે અને આત્માના ગુણેને ઘાત
Page #10
--------------------------------------------------------------------------
________________
બુદ્ધિપ્રભા
કરવે તે અધમ છે. આવા ભાવાધ્યાત્મતી અનુગત અમૃતાનુન પ્રવૃત્તિથી સંસારના હૅક થાય છે. આવી ભાવાભગતામૃત ક્રિયાથી મુનિવર અલ્પકાળમાં સસારમાંથી સર્વે પ્રકારના બંધનોથી મૂકાય છે અને આત્મામાં રહેલા અપર પાર આનન્દને પામે છે. અમૃતાનુષ્ઠાની યામી શુકલધ્ધાનો પેાતાના આત્મામાં સ્થિર થઈ જાય છે ત્યારે ક્ષાયિકભાવે આત્માની અતન્ત જ્ઞાન દર્શન ચારિત્રાદિ લબ્ધિયાને પામી પરમાત્મા થાય છે.
४४
શ્રી મણુિચંદ્રજી મહારાજ અમૃતાનુષ્ઠાનનું સ્વરૂપે દર્શાવીને તે અમૃતાનુષ્ઠાનમાં સ્થિર રહેવા માટે પેાતાને શિખામણુ આપે છે કે હું આત્મન! હારા આત્માના શુદ્દ ગુણ પર્યાયે હૈ!રામાં છે, હારી પાસે છે એમ જાણીને બાઘુ પુદ્ગલ પર્યાયતી સાધનાને ત્યાગ કર કારણ કે પુદ્ગલ પર્યાયાને ભેગા કરતાં અને તેમાં રાચતાં માયતાં હાર્ કલ્યાણુ થવાનું નથી.
અમૃતાનુાન યાગથી આત્મા અને પરમાત્માની એકતા થાય છે અને ધેર પરિવતુ સહન કરતાં કોઈ જાતનું દુ:ખ વેદાતુ નથી. ગજસુકુમાલ સ્કંધક સૂરિના પાંચસે શિષ્યે વગેરેને જે ધેર પરિક્ષા થયા અને તેમાં તેએ સ્થિર રહ્યા તેનું કારણુ એ હતું કે તે અમૃતાનુષ્ઠાન યાગમાં સ્થિર થયા હતા. અમૃતાનુાન યાગી આત્માના ગુણુ પર્યાયનુ ધ્યાન ધરીતે ગુણુસ્થાનકે આરેહતા આરેાતા અનુક્રમે સર્વ કર્મ ખપાવીને કેવલજ્ઞાન પ્રાપ્ત કરે છે. કેવલજ્ઞાની થઇને ભવ્ય ન્નાને ધર્મ દેશના દે! અધાતિક મૈના છેવટે નાશ કરીને શિવપુર સ્થાન પ્રાપ્ત કરે છે. પંચાનુષ્ઠાનનું સ્વરૂપ આ પ્રમાણે શ્રી મણુિચદ્રજીએ ભવ્ય વાના હિતાર્થે પધમાં રચ્યું છે. શ્રી મણિચંદ્રજી કર્યું છે કે આ પાનુષ્ઠાનનું સ્વરૂપ જે ભશે અને સાંભળે તેના ભાવાર્થ યારે અને તદંતુ તથા અમૃતાનુાનને સેવે તે મંગલ સ્થા તને પ્રાપ્ત કરે છે.
શ્રી મણિચંદ્રજીએે ઉપરના પદ્યમાં પંચાનુષ્ઠાનનું સ્વરૂપ દર્શાવ્યું છે તેના ભાવાય વિચારીને પેાતાની સ્થિતિને પ્રત્યેક મનુષ્યે વિચાર કરવા જોઇએ. વિષ ગરલ અને અન્યઽન્યાનુંાનનું સ્વરૂપ સમજીને તેને વિવેક કરવા જોધ્રુએ. વિષમરલાનુષ્ઠાનના પરિણામ પેાતાના આત્મામાં વર્તે છે કે નહિ તેના સ્વયમેવ પ્રત્યેક અન્ય મનુષ્યે વિચાર કરી લેવા. ભવ્ય એ ધર્માનુષ્ઠાનેામાં થતા ક્રોધ, માન, માયા, લેભ, નિન્દા, વિકથા, મિથ્યાત વિચાર, રા, ભય, ખેદ, અને દેશના પરિણામાને વારવા. પ્રીતિ અને ભક્તિવર્ડ કરેલાં ધર્માનુષ્ઠાને પેાતાના આત્માની શુદ્ધિ કરે છે. ગાડરીયા પ્રવાહની પેઠે ચિત્ત વિશેષાદિ વડે સેવાતાં ધર્માંનુષ્ઠાનાથી જે ફળ મળવાનું છે તે મળતું નથી. ધર્માનુષ્ઠાનેાના ત્યાગ ન કરવા જોઇએ. પરંતુ ધર્માનુષ્ઠાનોમાં થતા એવા રાષોને! પરિહાર કરવા જોઈએ. જે મનુષ્યા ધર્માનુડાને કરવામાં દેવો થાય છે તે માટે ધર્માંનુને ન કરવાં એને વિચાર કરીને ધર્મોનુષ્ઠાના સેવતા નથી તેના કરતાં જે મનુષ્ય. ધર્માનુષ્ઠાને સેવે છે અને ધર્માનુષ્ઠાના સેવતાં જે દો લાગે છે તેને પાāચાર કરવા પ્રયત્ન કરે છે, દેજો ટાળવાને ખપ કરે છે અને ધર્મોનુષ્કાના સેવવા અત્યંત રૂચિ તથા પ્રવૃત્તિ કરે છે તેવા મનુષ્યે! ધર્મ તત્ત્વના વિશેષ પ્રકારે આરાધક છે. જે મનુષ્ય ધર્માનુષ્ઠાન સેવવાની ઈચ્છા ધારણ કરે છે પણ કયેગે ધર્મો. નુષ્ઠાનને સેવી શકતે નથી તે મનુષ્ય ધર્મને આરાધક છે પણ જે મનુષ્ય ધર્માનુષ્યન કરવાની રૂચિ ધારણ કરતે નથી અને ધર્માનુષ્ઠત સેવવાની પ્રવૃત્તિ પશુ કરતા નથી તે વિરાનક છે પશુ આરાધક નથી. જે મનુષ્ય યાગ્ય એવુ ધર્મોનુષ્ઠાન સેવે છે તેમાં જે કદ
Page #11
--------------------------------------------------------------------------
________________
વૈરાગ્ય ભાવના.
૪૫
tષ લાગે છે તેની મનમાં દાઝ રાખે છે અને દેશને નાશ થાય એવી કાળજી રાખે છે તે મનુષ્ય આરાધક છે. ધર્માનુષ્ઠાન સેવનાર શ્રીવીતરાગ દેવની આનાનો વિચાર કરીને પરમાં પડતું નથી અર્થાત પારકી પંચાત, ઝઘડા, ટંટા, બખેડા, નિન્દા, પારકાં મર્મ ખોલવાં વગેરે દોને સેવ નથી અને આત્માના ગુણેનો ઉપગ રાખીને ધર્મદિયામાં પ્રવૃત્ત થાય છે તે મનુષ્ય ધર્મની ક્રિયાનો આધક અવબેધ. ધર્માનુકાનો સેવનારાઓએ કોઇની નિન્દા ન કરવી જોઈએ, તેમજ પોતાની બડાઈ ન કરવી જોઈએ. “ક્રિયાનું અઝરણુ નિદા” એ કહેવતના સારને હદયમાં ધારણ કરવું જોઈએ. ધર્માનુષ્ઠાનવડે આત્મહિત કરવું જોઈએ, જે અનુષ્ઠાને કરતાં હિંસા, જૂઠ, અસ્તેય, મિથુન, વિશ્વાસઘાત, પ્રપંચ, દગોફટકા, ધૂર્તતા, પરછાને દાખવવા વગેરે દે થતાંજ વારવા જોઈએ. દેવ, ગુરૂ અને ધર્મનાં વ્યાવહારિક ધર્માનુધાને એકાગ્રચિત્ત-પ્રેમ-ભક્તિ અને ઉત્સાહ અને વિધિ પ્રમાણે કરવાં જોઈએ. ધર્માનું પાનામાં જે ગળીયા બળદ જેવા થઈ ગયા હોય છે તેઓ ધર્માનુષ્ઠાનમાં પ્રવૃત્તિ કરતા નથી. તેઓ આત્માની ઉચ્ચ દક્ષા કરવાને સમર્થ થતા નથી. વ્યાવહારિક ધર્મદષ્ટિએ અને આ યાત્મિક ધર્મદષ્ટિએ જે ધર્માનુષ્ઠાને સેવવાં ઘટે તે વિવેકપુરસ્ફરજ કરવા માટે શ્રી મણિચંદ્રજી મહારાજે અનુષ્ઠાનોનું સ્વરૂપ દર્શાવ્યું છે તેને ભાવ વિચાર કરીને યોગ્ય અનુ ડાને સેવવાં જોઇએ.
वैराग्य भावना.
સ્મશાન ! ભયંકર, શાંત, ગમગીન, ઉદાસિન, ધેર સ્થળ! અનેક નેત્રોમાંથી નીકળતા ઉષ્ણ વારીથી ભિજાયેલ જગ્ય! અનેક જનેને સંસારની અસારતા જણાવી વૈરામવાળા કરનાર શાંત સ્થળ! તારું ચિત્ર સંપૂર્ણપણે શી રીતે ચિત્રી શકું?
અહીં આવ્યાથી બધા એક સરખા થઈ જાય છે. રાય-રંક, પંડિત-મુખે, સુંદરકપ, મોટા-નાના, બ્રાહ્મણ-દ્ર, બાલ-વૃદ્ધ, અંગ્રેજનુજરાતી, અહીં એક સરખા જ છે. નસકઅનૈસર્ગિક અહિંતરહિત થાય છે. ગમે તે શાક્ય સિંહ કહે કે શંકરાચાર્ય કહે, ઈસુ ખ્રિસ્ત કહે કે સો કહે, રાજારામ મોહનરાય કહે, આધ્યાત્મિક મસ્ત વૈરાગી કહો કે પ્રબળ ચક્રવર્તી કહે પણ એવું શાંતિસામ, સ્થાપનાર બીજ આ પૃથ્વી પર નથી જ.
આ ખજારમાં સર્વની એકજ કિંમત છે. અતિ મહત અને અતિ શુદ્ર, મહાકવિ કાલિદાસ ને આજના કવિશ્વરમાં ખપાતા બે ખામના કવિશ્વર અહીં એક જ કિંમતે વેચાય છે ને તેથી જ આ સ્થળ અર્થભાવ પૂર્ણ છે. ઉપદેશક-પવિત્ર છે. અહીં બેસીને જરા વિચાર કરવાથી મનુષ્ય મહત્વનું અસારપણું સમજાય છે, અહંકારના ચુરા થાય છે, સ્વાભિમાન સંચીત થાય છે, વાર્યપરાયણતાની નીચતા જોઈ શકાય છે. સંસારની બાહ્ય વસ્તુની ને પામર માત્રની અનિશ્ચલતા પૂર્ણપણે અનુભવાય છે. ગમે તો આજે હે–દથ દીવસ પછી હે કે ત્યાર પછી હે, પનુ સર્વને આવીને આ સ્મશાનની માટી થવું જ પડશે. અતુલ–વીવાન-અહંકારમાં ત્રણ ભુવનને તણવત્ લેખવનાર પણું આ માટીમાં મળી ગયા છે. લક્ષાવિધિ તત્વવેત્તા, ને સમરાંગણના કેસરિ-હા આ માટીમાં મળી ગયા છે. પૈસાને
Page #12
--------------------------------------------------------------------------
________________
બુદ્ધિપ્રભા
ક
૧
*"
મસળી નાંખનાર ને પિતાની મૂછને હમેશાં ટાઈટ રાખનાર ઘણએ આ સ્મશાનમાં ગળાઈ બળી ગયા છે તે હું ને તમે તે શા બિસાતમાં? જે રૂપની આગમાં પુષ્કળ બળ્યા છે, સંદર્ય તરંગમાં વિપુલ રાવણવંસ તણાઇ ગયો છે, જે લાવય રજુમાં જુદીયસુ સીઝરને બંધાવું પડયું હતું, જે પવિત્ર સૈકુમાર્યથી પાપી હૃદયમાં કાલાનલ બન્યું હતું. તે સુંદરી દેવી વિલાસવતી, તે અનિર્વચનીયા આ માટીમાં મળી ગઈ છે. બળી ગઈ છે તે તમે ને હું તે શા હીસાબમાં કેટલા દહાડાને માટે આ સંસાર છે ? કેટલા દિવસને માટે આ છવિત છે? છવીત, તે આ નદિપટમાંના જળ બિંબની પેઠે છે. હવામાં મળી જાય છે. પુનઃ કેટી મને પણ દષ્ટિગોચર નહિ જ થવાનું. આજે અહંકારમાં મસ્ત થઈ એક માણસ પોતાના ભાઇને પગ નીચે છુંદે છે, પરંતુ કાલે એવો દિવસ આવશે કે તેને શિયાળ, કુતરાંના પગ નીચે છુંદવામાં આવ્યા છતાં પણ કોઈ છોડાવવા જશે નહિ. ત્યારે શામાટે અહંકારી થાઓ છે ? શા માટે છળ પ્રપંચ ને દગા ફટકા આચરે છે? શા માટે દુષ્ટ વિષયવાસનાના પાસમાં જકડાવ છે? અહા ! આ વૈદ રાજલોકમાં–આ અનંત વિશ્વમાં હું તે કોણ? આ માટીના પુતળામાં અહંકાર શોભતે નથી. તેથી જ કહું છું કે આ સ્થળે આવ્યાથી સર્વ અહંકાર-વિધાન, શેઠાઈને, ધનનો, શક્તિને કે રૂપને, સર્વ અહંકારના યુરા થઈ જાય છે. માટે જ આ સ્થળ ઉપદેશક છે, પવિત્ર છે, શાંત છે.
વળી સ્વાર્થપરાયચ્છતા અહીંની માટીથી પણ તુચ્છ છે એવો સ્મશાન ભૂમિને સત્ય ઉપદેશ છે. સામે અસીમ પાણું અનંત પ્રવાહમાં પ્રવાહીત થાય છે. પગ નીચે વિપુલ ધરિત્રી પડેલી છે. માથા ઉપર અનંત આકાશ ફેલાવેલું છે. તેમાં અસંખ્ય સૌરમંડળ–સંખ્યાબંધ ધૂમકેતુ, નાચતા ફરે છે. અંદર અનત દુઃખ શાંતિસાગર પ્રમાણે ફરે છે. જે તરફ નજરે ફેંકીએ તે તરફ અનંત-હું કેટલો નાનો છું? કેટલે સામાન્ય છું? આ શૂદ્રને માટે કેટલાં પાપ ? કેટલે પત્ન-કેટલી ગડબડ ? વિષય તે કેન્દ્ર કે કેન્દ્ર કરીને જે જીવન ગયું છે તે જીવનનું વળી મહતપણું કયાં? !! એક એક માણસ લઇનજ મનુષ્ય જાતિ ઉત્પન્ન થઇ છે, પરંતુ જાતિ માત્રજ મહત્વ છે. ટીપુ ટીપુ પાણી લઈને સમુદ્ર–કણ કણ વરાળ લઈ મેષ કણ કણું રેતી લઈ ભરૂભૂમિ-નાના નાના નક્ષત્રાને આ છાયા પથ પરમાણુ પરમા ણથીજ આ અનંત વિશ્વ થયું છે. એકતાજ મહત્વ છે, મનુષ્ય જાતિ મહત છે, મહત્ કાર્યમાં આત્મસમર્પણ કરવું એજ મહત્વ છે. અવશ્ય મનુષ્યની પેઠે મનુષ્ય જાતિને પણ ના છે એવું પ્રમાણ મળે છે કે ધણક પ્રાચીન જાતી પૃથ્વીમાંથી લુપ્ત થઈ છે તે ઘણૂક નવી ઉત્પન્ન થઇ છે તે પણ જાણે અમરપટ લાવ્યા હોય તે પ્રમાણે અહંકાર-સ્વાર્થપરા પણુતામાં પડેલો મનુષ્ય ધર્મમાં પ્રવત થતું નથી એ આશ્ચર્ય છે.
અહીં આવ્યાથી સર્વ વસ્તુની સમાધિ થાય છે. સારૂ, નર, સત-અસત, સર્વ આ રસ્તાથી સંસારને છોડી જાય છે. આ સુખની જગ્યા છે–અહીં સુવાથી શેક તાપ જાય છે, જવાલા ત્રણ સર્વ જાતનું દુઃખ-આધ્યાત્મિક, આધિભૌતિક, અધિદૈષિત, સર્વ દુઃખ દુર થાય છે. માટે જ આ સ્થળ સુખનું તેમજ દુખનું છે. અહિં જે આગ બળે છે તે આખા જન્મમાં હોતી નથી. તેમાં સૌદર્ય બળે છે, પ્રેમ સળગે છે, અરળતા–કોમળતા ભસ્મિભૂત થાય છે, પવિત્રતા પ્રજળે છે, અને બળવા જેવું નથી તે પણ બળી ખાખ થાય છે અને તેની જોડે બીજાની આશા-સાહ-પ્રફુલ્લતા-સુખ-ઉચ્ચાભિલાષ-માયા સર્વ લુપ્ત થાય છે.
Page #13
--------------------------------------------------------------------------
________________
વૈરાગ્ય ભાવના.
આ સંસાર એક માટી શ્મશાન ભૂમિ છે. સર્વદા વહેતા કાળ સ્રત છે. દિવસે–દિવસે, ઘાડયે-ઘડિયે, પળે--ળે, સર્વેને ખેચીને વિસ્મૃતિના તલીએ નાંખે છે. આ અખિલ સ`સારમાં થોડીવાર પહેલાં હતું તે હાલ નથી જણાતુ. હમણાં જે છે, તે પછી રહેશે નહિ. અખિલ સ'સાર શોધી વળે. પણ તે મળશે નહિં ! તે ક્યાં જાય છે ? તે હું જાણતા નથી. તમે જાણે છે તેટલુંજ હું જાણું છું તે તેથી વિશેષ કાપ જાણતું નથી. સર્વ જાય છે. ક્રાઇ રહેતુ નથી. કીર્તિજ રહે છે. તે અક્ષય છે. કાલિદાસ યે! છે તેની શકુંતલા છે, શેકસપીયર ગયા છે તેની હેમ્લેટ છે. વાશિંગ્ટન ગયા છે પણ અમેરિકામાં સ્વતંત્રતાની ધન હજી ઉર્દુ છે. રૂસે! મરણ પામ્યા છે પણ સામ્યતા શંખતા આજે પણ પૃથ્વીમાં અવાજ થાય છે! તેથી ર્તિ રહે છે. વાશિંગ્ટનના સ્વદેશ પ્રેમ તે સપીયરના ચરિત્ર તૈય તેમની સાથે યા છે પણ તેમણે લોકાનું જે ભલુ કર્યું તે તેના મુગ્ધ હાર્ડ ડાડે વધે છે. માટેજ બધુ જશે પણું ભલું—ભલાઇ–રહી જશે, કાનુ બુરૂ' ન ઇચ્છા-શત્રુતા ન ઈચ્છા-જગતની વ્યક્તિ માત્રની મીત્રતા ઈ-ભલુ ઇચ્છે તે કર્તવ્ય છે.
૪૭
આ સસાર એક શ્મશાન છે. જે ચીતાનલ એમાં ગર્જે છે તેમાં સળગે એવા ફાઇ પણ પદાર્થ નથી. સંસારમાં કઇ જંગાએ આગ નથી? પેલાં નક્ષત્ર અંધકારમાં ચળકે છે. ૐ સર્વ ! વિશ્વ વ્યાપી મતા આગના તણખા માત્ર છૅ.
આ સ ંસારમાં કઇ જગાએ આગ નથી ? નિર્મળ ચ ંદ્રકામાં, પ્રફુલ્લ મલ્લિકામાં, કાસ્લિ સ્વરમાં, પુષ્પના પરાગમાં, મૃદુલ પવનમાં, પક્ષીના માળામાં, રમણીના મુખમાં, પુરૂષની તીમાં, કઇ જગ્યાએ આગ નથી? પ્રેમથી ખળવું? પ્રેમ કરશે ના. તાડતાં બળવું પડશે. પુત્રાદિ નહિ હોવાથી ગ્રહ શૂન્ય થઈ બળવું પડશે, ડાવાથી પણ સ’સાર જ્વાળાથી બળવું પડશે, ફક્ત મનુષ્યજ નહિં પણુ સસાર માત્ર મળે છે. પ્રકૃતી નિર્વાચનમાં બળે છે. યાવન નિૉચક્રમાં ભળે છે. સામાજીક નિર્વાચનમાં ખળે છે. એકમેનકા જુલમથી બળે છે. કાણુ બળતા નથી. આ સંસારમાં આવીને સ્વસ્થ મનધી-અક્ષત શરીરથી કાણુ ગયું છે? વળી દુઃખના ઉપર દુ:ખ એ છે કે આ સ'સારમાં સહૃદયતા નથી. સહાનુભૂતિ કે કા નથી. આ અનંત જીવા મહા અગ્નિમાં બળે છે. જડ પ્રકૃતી ફક્ત મશ્કરી કરે છે. ચંદ્રના સદા હસ્તા મેપિર કદિ શું વિષાક્કું ચિન્હ જોયું છે? નક્ષત્રના હસ્વાના મૃદુકપતમાં વધતા આાપણું જોયુ અે ? કોલિની ( નાદ)ના લકુલ અવાજમાં શું તાલભગ જોયે દ્રે ? સસારી મળે છે પશુ પેલાં દક્ષા તા તાલીઓ પાડી હસે છે! પેલા હસવાના અવાજ સાંભળે. ડેડા હા ! સસારના બહારથી દેખાતા સુખમાં-મુખના કેટલા અણુ માત્ર છેય છે તે તા બતાવા સંસારમાં સુખ હતુંજ માં ?-છે યાં ? બાલ્યાવસ્થામાં પણ દુ:ખ હતુ. એક દિવસે માના ખાળામાં બેસી નાની આંગળીએ! ચંદ્રને - આવ આવ ' કહી ખેલાવતા હતેા, પશુ તે આવતા નહાતા. મનુષ્ય હૃદય સદા સર્વદા સોંર્યનુ ભીખારી છે. ઉમ્મરના વધવા સાથે રૂચીમાં ફેરાર થાય છે તે સત્ય છે. એકવાર ચક્રનેજ વધારે સુંદર જાણતા. ચંદ્રના કરતાં પણ વધુ સુંદર ચીજ આ દુનીયામાં એમ જાતે પણ નહતા. ઉંચા હાયે ખાલાવતાં-ધારતા કે ચ'દ્ર આવશે—ખેલશે પણુ આવ્યા નહિ. ત્યારે પણ દુઃખ હતુ. રાતાં રાતાં સુપ્ત તા. પાળેલી ખીલાડીને રમવા ખેલાવતાં તે પશુ મ્યાઉં મ્યાઉં કરતી નાસી જતી ત્યારે પણુ દુ:ખ હતું. ચોખા ખાવા આવતાં પક્ષીને રમવા મેલાવતાં તે પશુ ઉડી જતાં ત્યારે પણ દુઃખમનસ્વી રમત રમતાં માએ બધી રમત ખેાળામાં લઇ ભાગી નાખી ત્યારે પણ દુઃખ કાશ કહે છે કે નહતુ ? !
f
""
*k
Page #14
--------------------------------------------------------------------------
________________
બુદ્ધિપ્રભ.
માનવી ! આ સંસારમાં જ્ઞાની આત્મજ્ઞાન-વૈરાગી સિવાય કે સુખી છે? તેઓ કેવી મસ્ત દશા અનુભવે છે? સંસારના વિષ-ઐશ્વર્ય સંપન્ન વૈભવ કે તરૂણીઓને જેણે તુણવત્ લેખવી-સંસારને નિરસાર માન્યો તે સિવાય કશું સુખી છે? જેને આ શ્મશાનની માટીમાં ને રેતીના રજકણોમાં તઠત્ થવું બહું ગમે છે. મહેલ ને સ્મશાન સરખું છે તેવા જ્ઞાનમસ્ત-મહાત્માઓજ આ દુઃખમય સંસાર સાગરમાંના શાંતિના બેટપર આત્માનંદની ખુમારીમાં-નીડરપણે વિચરે છે. બાકી બધું-ખ-આધિવ્યાધિ-ઉપાધિમય જ.
કેટલા બધા સત્યજ્ઞાનથી અજ્ઞાન મનુષ્ય બહુ જાણુપર્ણને દાવો કરે છે. સર્વ કરતાં જે વધારે જાણે છે તે એટલું જ જાણે છે કે તે કંઈજ જાણતું નથી. “યુટન ” જાબુ હતું કે તે જ્ઞાનસાગરના કિનારા ઉપર ફકટઢાંજ એકઠાં કરે છે પણ સત્ય ઢંકાયેલું રહી જાય છે. કવિગુરૂ હોમર મુંડી અનાજને માટે દરવાજે દરવાજે ભીખ માંગતો જેની જન્મભૂમી માટે આજ સાત જગ્યાએ વો કરે છે. લોર્ડ બાયર્ન રખડત રવડતો પરદેશમાં–મસલંદીમાં મરી ગયો. જેને કાર્તિસ્થંભ સ્થાપવા માટે પાર્લામેંટમાં તે દિવસ માંસિક ગણાયો. આનંદધનજી મહારાજ કે જેઓનાં પદો આત્મજ્ઞાનીઓને કહીનુરથી વધારે કોમતી થઈ પડયાં છે. આ બધા ઉપરથી એમજ અનુભવાય છે કે જ્યાં સુધી મનુષ્યનું અસ્તીત્વ હેય છે ત્યાં સુધી તેને-મર્મ-સ્વરૂપ-કીંમત સમજી શકાતું નથી. તેના અદ્રશ્ય થવા બાદજ ઘણાંક હૃદય દુઃખી થાય છે. માટે આ સંસારમાં બાલ્યાવસ્થા-યુવાવસ્થા–દ્ધાવસ્થા બધી અવસ્થાઓ દુઃખ ભરપુરજ છે. રાયપણામાં કે રેપણુમાં ને સંસારની દરેક સ્થિતિ દુઃખ દુખ ને દુઃખજ દરગાચર થવાનું ને તે દર્શન કરતાં કરનાજ આ મશાનની માટી થવાનું એ નક્કી જ, તેપણ મનુષ્યો સંસારના ક્ષણીક સુખવાળા વીઘામાં હું-મારના જડામાં બંધાઈને સત્ય ધર્મ માર્ગ ચુકી જાય છે પણ હીમથી બળી ફલ-મૂલ-શોભા રહિત વૃક્ષની જેમ આ સંસાર ફક્ત એ રહેશે કે તમે બધા જવાના માત્ર આત્મજ્ઞાનીએ-મસ્ત અધ્યાત્મ જ્ઞાનીએ-સત્ય વૈરાગીઓના અલખના પડઘાની ગર્જના-જ્ઞાન સુગંધ ને ભલાઈ એજ રહેવાનાં. માટે શ્મશાનમાંથી આ સંસારની પુદ્ગલ માત્રની અસારતા-સમજી અનુભવી-સત્ય ધર્મ માર્ગમાં સતત ઉધમવંત થવું એજ સારભૂત છે-બાકી બધું સ્મશાનની માટી. 8 શાંતિ. શાંતિ. શાંતિ.
स्वीकार अने अवलोकन.
શ્રી મુંબઇ જૈન મહિલા સમાજને રીપે તેના પ્રવર્તક તરફથી પ્રાપ્ત થશે છે; જે નિહાળતાં માત્ર ત્રણ વર્ષની ટુંકી મુદતમાં શ્રી મુંબઈમાં જૈન સમાએ નીમેલ સુપરવાઈઝરની દેખરેખ તળે તે સમાજ સારી રીતે આગળ વધતી જણાય છે. પંદર બહેનની બનેલી વ્યવસ્થાપક કમીટી તેને વહિવટ ચલાવે છે. પ્રમુખ તરીકે મશહુર શેઠ પ્રેમચંદ રાયચંદનાં વરહ અને સદગુ પુત્રી બેન શીવદાર બને છે. જેઓ અને બહેન હીરાકુંવર પાનાચંદ વગેરેની શુભેચ્છાથી રીપોર્ટવાળા વર્ષની આ ખરે તેમાં દાખલ થયેલ શ્રી સભાસદોની સંખ્યા ૨૩૪ ઉપર ગઈ છે જેમાં પેટ્રને, લાઇફ અને વાર્ષિક લવાજમ આપ
• Socraties knew that he knew nothing.
Page #15
--------------------------------------------------------------------------
________________
સ્વીકાર અને અવલોકન
નારાઓને સમાવેશ થાય છે. આ સંખ્યા જેનોની કઈ પણ સંસ્થા કરતાં વધુ જણાય છે; ઇચ્છીશું કે તેથી પણ વધવા પામે અને સમાજ તરફથી ચાલુ અપાતાં ભાષાને લાભ સ્ત્રી સમુદાય વધુ પ્રમાણમાં લે અને તેઓમાં સદ્દાનને પ્રકાશ થાય. ભાષણ સ્થળમાં હમેશાં ઘણી બહેનોને ઉભા રહેવું પડે છે અને જગ્યા મળતી નથી તેથી આ સમાજે મુંબાઈની જેને બહેનોને સારો પ્રેમ મેળવ્ય જણાય છે. ગત વર્ષના સર્વે ભાષણોમાં પ્રમુખ અને વક્તા સ્ત્રીઓ જ છે એ પણ ખુશી થવા જોગ છે; પણ આરોગતા અને વૈદકીને લગતા વિષયો તેના અનુભવીઓ તરફથી અપાય તે તે ઇક્વા જોગ છે.
સમાજે એક મહિલા પુસ્તકાલય ખલેલ છે અને તેને લાભ ગયા વર્ષે ૧૨૭ બહેનએ તે પુસ્તક ઘેર વાંચવા લઈ જઈને લીધે છે. ખરેખર સગવડતા હોય તે સ્ત્રીઓમાં પણુ વાંચનને લાભ લેવાની છતાસા પ્રગટી છે એમ આ દષ્ટાંત કહી આપે છે. સ્ત્રી ઉપયોગી સંસ્થાઓ વધુ થાય અને તેઓમાં નાનને વિષે પ્રકાશ થાય તે પુરૂષના અર્ધા અંગને જે પક્ષઘાત લાગ્યો છે એમ કહેવાય છે તે નિર્મળ થાય અને ખરેખર તેમ થયા વિના આપણે સંસાર સુધરે તેમ નથી. સમાજને સં. ૧૮૬૮ ને રીપોર્ટ અને હીસાબ તથા તેના બંધારણના નિયમો જે રીપોર્ટ સાથે જ આપવામાં આવ્યા છે તે અમે અમદાવાદમાં કેળવણી પામેલ જૈન બહેને ઘણી છે તેઓને વાંચી જવા અને અમદાવાદ મધ્યે એક જનમહિલા સમાજ સ્થાપવાને ભલામણ કરીશું તે યોગ્ય જ જણાશે. અમદાવાદ મધે આપણી કેન્ફરન્સ મળી હતી જે વખતે મહિલા સમાજને મેળાવડે થયો હતો અને કેટલુંક એ પણ એકઠું થયેલું છે જે વપરાયા વિના પડેલું છે તે જે સમાજ સ્થાપન થાય તે ઉપયોગમાં આવી શકે. જુઓ સે. બહેન જમના બહેન અને તેઓની મંડળી શું શું કામ કરી રહ્યાં છે. બહેન મગન બેન વિધવાશ્રમ જેવાં ખાતાં ચલાવી રહ્યા છે; તે તરફ ખ્યાલ કરી અમદાવાદની સુશિક્ષીત સન્નારીઓએ પોતાની ફરજથી પાછું પડવું જોઈતું નથી.
ભાવનગર પાંજરાપોળ લોટરીને રીપોર્ટ તેના સેક્રેટરી તરફથી મળે છે. તે જોતાં રૂ. ૧૦૨૧૨૫) ની આવક થઈ હતી તેમાંથી રૂ. ૪૦૮૫૦) ઇનામમાં જતાં રૂ. ૧૧૨૭૫) ને વધારો થવા પામ્યું છે. રૂ. ૮૧૨૫) ઇનામ જીતી જનારાઓએ પાંજરાપિળને ભેટ આપ્યા છે. ખર્ચ અને કમીશન વગેરે જતાં ભાવનગર પાંજરાપોળને રૂ.૬૨૬૩૪) અર્પણ થયા છે. કમીટી ઘણું સંભાવીત ગુહસ્થોની જણાય છે. ત્યાંના નામદાર મહારાજ અને દીવાન સાહેબની અમીદદિનું અને શું કુંવરજીભાઇના લાગવગવાળા સ્થાએ જાતે પરીજમણુનું આ પરીણામ છે. જેઓ કુશળ છે અને દ્રવ્ય મેળવવામાં જાકર્મવાળા છે તેઓ કાઈ પણુ રીતે ગમે તે સંસ્થાને ચાહે તે દ્રવ્યવાન કરી શકે છે. ભાવનગર પાંજરાપોળનું વાષક ખર્ચ રૂ. ૧૨૦૦૦) નું છે અને તે માટે મકાનનું ભાડું તથા વ્યાપાર ઉપર નાગા
અને વ્યાજ વગેરેથી ઉપજની ગોઠવણ સારી કરી છે. આખા કાકી આવાહ માટે એક વેટેનરી ડૉક્ટર રોકવાને આ પાંજરાપોળ નકી કરે તે પશુઓના રક્ષણમાં ઘણે વધારો થઈ શકે
X મુંબઇ જન વિધાશાળાને રીપે-મજફર સંસ્થાને સંવત ૧૮૧૮ની સાલને ૨૮ મો રીપેટ તેના સેક્રેટરી તરફથી મળે છે. તે જોતાં મ. સારાભાઈ મ. મોદી B. A. સેટ થયા બાદ આવકમાં વધારો થશે છે તેમજ વિધાર્થીઓને ધાર્મિક ને અંગ્રેજીને
Page #16
--------------------------------------------------------------------------
________________
૫૦
બુદ્ધિપભા.
પણ અભ્યાસ કરાવવાની સગવડ થઇ છે. ધાર્મીકમાં સંસ્કૃત પણ ચાલે છે. મુંબઈના શ્રીમતોને તે તરફ પ્રેમ છે પણ તે પ્રમાણે પિતાના બાળકોને ધાર્મીક સંસ્કારો પાડવાને ઓછો પ્રેમ છે એમ તે વિદ્યાશાળામાં શિક્ષણ લેતી અને હાજરી આપતી સંખ્યા ઉપરથી જણાય છે. ખરેખર માબાપની ઓછી કાળજીના પરીણામે ઘણું સંસ્થાઓમાં ખર્ચાતા દ્રવ્યના પ્રમાણુમાં લાભ લેવાતા નથી એમ તેના વ્યવસ્થાપકોને બોલવું પડે છે. આવશ્યક ક્રિયાઓ શીખવવાને દર શુકલ પંચમીએ પ્રતિક્રમણ કરાવાય છે તે રીતે અન્ય ક્રિયાઓ પણ કરાવાય અને સૂત્રોનું રહસ્ય પણું સમજાવાય તે વધારે સારૂં. કેમકે પ્રતિક્રમણદિક ક્રિયાઓ કરનારા અને કરાવનારાઓની સંખ્યા દીનપરદીન ઘટતી જોવાય છે માટે દરેક વિદ્યશાળાએ તે તરફ લક્ષ આપવું આવશ્યક છે. એક સૂચના કરવાની જરૂર જણાય છે કે મહીનામાં એક દિવસ ધાર્મીક ક્રિયાઓનું રહસ્ય અને સૂત્રોનું રહસ્ય વિદ્યાર્થીઓ બરાબર સમજી શકે તે માટે તેના અનુભવીઓ પાસે બેધ અપાવવાની ગોઠવણ કરવી.
પંચાગ–બી મુંબઈ માંગરોળ જનસભા તથા શ્રી મુંબઈ જન મહિલા સમાજ એ બન્ને સંસ્થા તરફથી રંગીન કલરમાં છાપેલ સુંદર પંચાગે તેના સભાસદોને ભેટ આપવામાં આવે છે તે મળ્યાં છે.
અહિંસા ધર્મગીતા નામનું ૧૩૨ પૃષ્ઠનું એક ઉત્તમ પુસ્તક તેના પ્રગટ કર્તા નાનુ શર્મા જેશી-યાજ્ઞિક તરફથી મળ્યું છે જેમાં અહિંસા તત્વ જુદી જુદી રીતે સારું પ્રતિપાદન કર્યું છે. વેદ, પુરાણ, આદીના લોકો તેમાં આપવામાં આવ્યા છે તે સાથે પેટભરૂઓ અને મતલબીઓ તરફથી જે બ્લેકાના ખેટા અર્ધ કરવામાં આવ્યા છે તેના ખરા અર્થો શું છે તે સમજાવવામાં આવેલ છે. તદુપરાંત જૈન, બૌદ્ધ, ઈસ્લામ, જરાસ્ત અને ઇશાઈ, ઇત્યાદિ ધર્મનાં સૂત્રોમાં અહિંસાનું પ્રતિપાદન કરનારા અને હિંસાને નિષેધ કરનારાં વાયે ઘણું છે જેમાંનાં કેટલાંક રજુ કર્યા છે. જે ઉપરથી જોઈ શકાય છે કે હિંદુ શાસ્ત્ર તો શું પણ બાઈબલ અને કુરાન પણ હિંસાનો નિષેધ કરે છે. આ પુસ્તકની કીમત રુ. ૧) રાખવામાં આવી છે તે ઘણી છે. આવાં પુસ્તકો માત્ર નામની કિંમતે વેચાય છે તેનું વાંચન મોટા પ્રમાણમાં થાય આ માટે અમો અમારા શ્રીમંત વર્ગનું લક્ષ્ય ખેંચીએ છીએ.
ગાવા ગોગ.
મુંબઇ પોર્ટ ટ્રસ્ટના પ્રમુખના ભાષણ ઉપરથી જણાય છે કે સને ૧૮૦૫ ના અગાઉના ત્રીસ વર્ષમાં અંબાના બારાનો વ્યાપાર ૪ કરોડ ૮૦ લાખ પડને હતું તે ૧૮૦૫માં વધીને ૪ કરોડ ૮૦ લાખ પડને પ હતા, જે ૧૯૧૩ માં ૧૪ કરોડને ૨૫ લાખ પાંડો થયો છે. ટ્રસ્ટની આવક ૧ લાખ ૩૪ હજાર પેડ ઉપરથી વધી ૬ લાખ પાંડની થઈ છે. નામદાર વાપરે છે. ૨૧ મી માર્ચે ખોલી મુલી નવી ગાદી માટે પોર્ટ એ ૧૦ કરોડ રૂપિયા ખર્મા છે.
Page #17
--------------------------------------------------------------------------
________________
જાણવા જેગ.
૫૧
(૧) લંડનમાં વિત્ય ભાષાઓનો અભ્યાસ–લંડન કાઉન્ટી કાઉન્સીલની ળ વણી કમિટીએ કાઉન્સીલને ભલામણ કરી છે કે, લંડન ઇન્સ્ટીટયુટમાં પૂર્વ તરફની ભાષાઓના અભ્યાસ માટે એક ગ્રાળા સ્થાપવા માટે દર વર્ષે બે હઝાર પાંડની ગ્રાંટ આપવી. આ શાળાની કારોબારી કમિટીમાં કાઉન્સીલના પ્રતિનિધિઓ તરીકે લોર્ડ એમ્સ અને સર હેનરી કોટનને નીમવામાં આવ્યા છે.
(૨) પુરીમાં સંસ્કૃત કેલેજ—દરભંગાના મહારાજાના પ્રમુખપદ નીચે બાંકીપુર ખાતે સંસ્કૃત કમિટીની એક બેઠક થઈ હતી તે વેળા સંસ્કૃત કેળવણી પાછળ દેખરેખ રાખવા માટે એક સુપ્રિન્ટેન્ડેન્ટ અને ચાર ઇસ્પેકરોની બનેલી એક બોર્ડની સ્થાપના કરવામાં આવી હતી. એ ઉપરાંત મુઝફરપુર અને પુરી ખાતે સંસ્કૃત કલેજે સ્થાપવાનો ઠરાવ કરવામાં આવ્યો હતો. મુઝફ્ફરપુર ખાતે આયુર્વેદિક ઢબ પ્રમાણે વૈદકને લગતે એક પ્રોફેસર પણ નીમવામાં આવશે. ઉપરાંત પ્રતિવર્ષ સંસ્કૃત પંડિતને પદવીદાન સમારંભ પણ કરવામાં આવશે.
(૩) હિંદી સરકારે એક ગણિતશાસ્ત્રની કરેલી કદર –માસના બારોના ટ્રસ્ટની ઓફીસમાં મીએસ. રામાજામ નામના . ૨૦ ના એક કલાકને ના. સરકારે હાલમાં ૨૫૦ પૈડની લરશિપ આપી, ગણિતના ચઢતા અભ્યાસ માટે કૅબ્રિજ મોકલવા સાર પસંદ કર્યો છે. આ મદ્રાસીનું વય ફકત ૨૬ વર્ષનું છે. તે અજબ જેવી હિસાબી શકિત ધરાવે છે. સરકારે તેને કેમ પસંદ કર્યો તેને લગતી વિગત જાણવા જેવી છે. કેબીજની પ્રીનીટી કોલેજ તરફથી નીકળતા મેગેઝીનમાં આવેલા ગણિતને લગતા કેટલાક ગુંચવાડા બરેલા કોયડાઓ ઉકેલીને તેણે તે કોલેજ ઉપર શોખ ખાતર મોકલી આપ્યા હતા. આ કેથડાએ એવા હતા કે જે માટે કેટલાક વિદ્વાન ગણિતશાસ્ત્રીઓ પણ ગોથાં ખાતા એમ કહેવાય છે. કેમ્બ્રીજવાળા પ્રોફેસર નેવિલનું ધ્યાન આ કોયડાઓ ઉકેલનાર તરફ ખેંવાયું હતું તેથી હિંદી સરકારને સિફારસ કરવાથી આ ગૃહસ્થને ઉચ્ચ અભ્યાસ માટે મોકલવામાં આવ્યો છે.
(૪) કલકત્તા યુનિવર્સિટીના નવા મદદનિશ હિંદી ફેસરે –કલકત્તા યુનિ. વર્સિટીની ગઈ તા. ૭ મીએ મળેલી સભામાં દર મહિને રૂા. ૧૦,૦૦૦ ના ખર્ચે પિસ્ટ, એજયુએટસિપ માટે વિદ્યાર્થીઓ તૈયાર કરવા માટે ૨૭ દેશીઓની, મદદનિશ પ્રોફેસર તરીકે નિમણુંક કરવાની, સડકટે કરેલી ભલામણું બહાલ રાખવાની દરખાસ્ત વાઈસ ચાન્સેલર એન. સર આસુતોષ મુકરજીએ મુકી હતી જે વખત સભામાં જુસ્સાદાર વિવેયન થયાં હતાં. પ્રેસીડેન્સી કોલેજના પ્રિન્સિપાલ મી. જેમ્સ તથા બીજા બે પ્રોફેસરોએ આ પ્રથા નાણાંને લગતા હેવાથી તેને વધુ વિચાર માટે મુલતવી રાખવાને સુધારો મુક્યો હતો પરંતુ આખરે સિંડિકેટની ભલામણ એવા ફેરફાર સાથે પસાર કરવામાં આવી હતી કે સિંડિકેટે અમખ્યા પ્રમાણે આ નિમણકો ૩ વર્ષને બળે ૫ વર્ષ માટે કરવી.
Page #18
--------------------------------------------------------------------------
________________
પર
બુદ્ધિપ્રભા. (૫) કસાઈખાનામાની ગાયો–સર વસનજી ત્રિમ અને કરીઆણા બજાર, ખાંડ બજાર અને ધી બજારના કેટલાક વેપારીઓએ મ્યુનિસિપલ કમિટનર ઉપર એક અરજી કરીને જYગ્યું કે ધાર્મિક કારણોને લીધે કસાઈખાનામાંથી અમો ગા છોડાવીને પાંજરાપોળમાં મોકલીએ છીએ. આ માટે અમને તે ગાયોની કિંમત ઉપરાંત એક ગાય દીઠ ૫ રૂપિયાને કર મ્યુનિસિપાલિટીને આપવું પડે છે. ૫ રૂપીઆને આ કર બહુ મોટો છે અને અમે આશા રાખીએ છીએ કે આ કર કહાડી નાખવામાં આવશે કે જેથી વધુ ગાય કપાતી અમો બચાવી શકીશું. મ્યુનિસિપલ કમિશન આ સંબંધી અન્ડીગ કમિટીને ભલામણ કરે છે કે પાંજરાપોળની સીિકેટ અથવા તે સામાવાળાઓની ઘટતી ખાત્રી કરી આપવામાં આવે કે આ છોડાવેલી ગા શહેરના બીજા ભાગમાં કાપી નાખવામાં નહિ આવે તો તે કર પાછો આપવાની ગોઠવણ કરવી. નોટ (1) લંડનમાં આ ઈન્સ્ટીટયુટ સ્થપાવાથી પર્વની ભાષાના જાશુકારો ત્યાં વધુ
થવાથી પૂર્વ અને પશ્ચિમના વિલાને વખત જતાં વિરોષ જોડાવાને લાભ થવા સંભવ છે. (૨) ખરેખર દરભંગા નરેશ વિધા વૃદ્ધિ અર્થે સારી પ્રવૃત્તિ કરતા જણાય છે. જાણવા મુજબ સસ્કૃત કોલેજની શરૂઆત આ પહેલ વહેલી જ છે અને તે ઉપયોગી થઈ પડશે; મૂળ ભાષા નહિ સમજવાની અથવા સમજનારા ધટી પડવાથી ખરૂં રહસ્ય જાણવામાં ભૂલો થતી જોવાય છે અને ભાષાંતરો ઉપર પ્રેમ દોડે છે તેમ ન થવા બદલ સંસ્કૃત ભાષાને અત્યંત પ્રચાર થવાની આવશ્યકતા છે. (૩) માણસેએ ઉધમવંત રહેવાથી કેવી રીતે લાભ થાય છે. તે માટે તથા પામતાની કિંમત ગમે તે રીતે થાય છે જ એની ખાત્રી માટે આ દાંત કંઈ જેવું તેવું નથી. દરેક માણસે કોઈ પણ એક કાર્યમાં પુરતું લક્ષ રાખી તે વિષયમાં પિતાની પામતા વધારવી જોઇએ. (૪) નામદાર હીદી સરકારનું અર્થત કલકતા યુનીવર્સીટીના સભ્યોનું આ પગલું હીંદી વિદ્વાનોની કદર કરવા માટે વખાણુને પાત્ર છે, કારણ કે પ્રોફેસર તરીકેની લાયકાત પુરવાર કરી આપવાનો ચાન્સ મળવાની ઉમેદે ઘણું વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસમાં અટકી પડવાના બદલે આગળ વધશે. (૫) મુંબઈ મધે ધણી ગાયે કસાઇઓના હાથથી અને ખુદ કસાઈખાનામાંથી છોડાવાય છે તે જોતાં રૂા. ૫) ને દર ગાય દીઠ બચાવ ધણજ મોટા કહેવાશે. આ રીતે બીજ જનાવરે માટે સર વસનજીએ પ્રયત્ન કરવાની જરૂર છે. તેમજ રેલવેમાં આવતાં જનાવરો કેવી દયાજનક સ્થિતિમાં આવે છે તેને પણ તપાસ કરી બનતે બબિસ્ત કરાવવાની જરૂર છે.
Page #19
--------------------------------------------------------------------------
________________
દુઃખની શ
તુણનો નાશ.
૫૩
-->>>p
( લેખકઃ—શેઃ જયસિદ્ધ પ્રેમાભાઇ કપડવણુજ )
દુઃખના નાશ કરવા માટે માન્ઘ સાધનની અનુકુળતા રા કરતાં જેમ અને તેમ આંતર માધનના વધુ ઉપયાગ કરત્રા, દુઃખના નાઝુ કરવા માટે બહારનાં સાધન તે પૂરું નથી. જગતતાં સ્કુલ માધત અપૂર્ણ છે તેથી તે દુ:ખ માત્રને નાશ કરવા સમર્થ નથી, વિવેક પુછ્યા તા પોતાને પ્રાપ્ત ધતાં શારીરિક, માનસિક કે અસામાન્ય દુઃખતા આંતર સાધનીજ નાશ કરે છે. આઘુ સાધન તે સર્વદા મળી શકે તેમ હતાં નથી અને અંતર સાધન તે સર્વદા આપણાજ કબજામાં હોય છે અર્થાત્ જે વખતે જોઇએ તે વખતે મળી શકે તેમ છે. જે ક્ષણે દુઃખ આવી પ્રાપ્ત થાય તે ક્ષણે બાહ્ય સાધત મેળવી દુ:ખતે નાળુ કરવા એ આગ લાગ્યા પછી કુવા ખેાદવા બરાબર છે. બાહ્ય સાધનથી દુઃખ બહુ વિશ્વબે નારૢ થાપ છે. ત્યારે આંતર સાધનથી દુઃખના સવર નાશ થાય છે. બાહ્ય સાધનથી કાંઈ દરેક દુઃખ દૂર થવાના સંપૂર્ણ સંભવ નથી અને આંતર સાધન વડે તે ગમે તે પ્રકારનું દુઃખ દૂર થવા સંપૂર્ણ સંભવ છે. મનની અમુક પ્રકારની સ્થિતિ થવી તે દુઃખ અને મનની તે પ્રકારની સ્થિતિ ટાળવી તે સુખ. મનની તેવી સ્થિતિ ભા સાધનથી સર્વદા નાસ થઇ શકે એમ ચાસ નથી. રાખને અર્થે આંતર સાધનતેજ ગ્રણ કરી રાખવાં તેજ કૃતાર્થ છે. અંડારધી સુખની અનેક સામગ્રી તૈયાર હેય પણ્ તેજ એકલી યથાર્થે સુખને માપી શકતી નલી. અંતરથીજ જ્યારે ગ્રહણું થાય છે ત્યારે સુખ વૃદ્ધિ ઉત્પન્ન થાય છે.
જગતમાં અનેક મનુષ્ય દુ:ખના નાશ કરવાને માટે સ્થૂલ સધનાની રચના કરે છે અને દુઃખના અનેક પ્રસંગે તે આ સ્થૂલ સાધનેધી દુઃખવા લય કરી શકતા નથી હોતા એવું માલમ પડે છે. તે કે આવી રીતે નારા નથી કરી શકતા તેપણ સ્થૂલ સાધનાનેજ અનેક પ્રસંગે ઉપયામાં લે છે.
મનુષ્યો જ્યાં સુધી દુ:ખતા નાસ કરવા સ્થૂલ સાધનનેંજ ઉપયેગ કરશે ત્યાં સુધી શંખના સંપૂર્ણ રીતે લપ થરો નિહ.
શાસ્ત્ર અને સત્પુરૂષે એમજ કહે છે કે દુઃખ માત્રનું મૂળ એ મત છે. મનજ દુ:ખતે ઉત્પન્ન કરે છે અને એધી જે મન સુખ સ્વરૂપ થઇ રહે તે મનુષ્યને દુ:ખની પ્રાપ્તિ સત્રવતી નધી અર્થાત્ મન જે સુખ સ્વર્મેન્ટ ક્લુમે તે દુઃખ સંભવતું નધી. મતે આમ કરવામાં કેવળ અંતર સાધનજ ઉપયાગી છે તેવી આંતર સાધન સેવવાની પ્રત્યેક મનુષ્યને અગત્ય છે. આંતર સાધનવડે મનુષ્ય ગમે ત્યારે દુ:ખતે નાશ કરી સુખ પ્રગટાવી શકે છે. આંતર સાધનથી દુ:ખને! નાશ કરવા પ્રયત્ન કરશે એ સરળ અને સુગમ છે. સ્કૂલ સાધત વડે કરેલ પ્રયત્ન નિષ્ફળતાને દેવાવાળા નિ છે. જે કે આંતર સાધના સિદ્ધ કરવાં કનિ છે, પણ તેની સિદ્ધિથી અનેક પ્રાયદા થાય છે. માટે તે સિદ્દ કરવાં અયંત ઉપયોગી છે. શારીરિક, માનસિક તેમ આત્મિક સુખની પ્રાપ્તિ અર્થે તર સાધતનેજ પ્રત્યેો. સ્થૂલ સાધન પ્રાચ કાક પ્રસંગે સઇજ દુ:ખના નાશ કરશે પણ સપૂર્ણ રીતે નહિ. પૂલ સાધના વિશેષે કરીને ધનવાન તેમજ સત્તાવાનજ મેળવી શકવા સમર્થે થઇ શકે છે તેથી સામાન્યતઃ સર્વને તે
Page #20
--------------------------------------------------------------------------
________________
સિદ્ધ હોઈ શકતાં નથી અને આંતર સાધન તો સર્વે કોઈ ગરીબ કે રાજા સિદ્ધ કરી શકવા સમર્થ છે. દુઃખને નાશ કરવામાં આંતર સાધનને જ ખડગ સમાન માને. જેને જેને બહારનાં સ્કૂલ સાધનોજ દુઃખ ટાળવાનું નક્કી માનેલ છે તેવા મનુષ્ય જોઈએ તેવી રીતે દુઃખને નાશ કરી શક્યા નથી અને જેને આંતર સાધનને સાધીને કાર્યમાં પજ્યાં છે તેઓ તેમના કાર્યની સિદ્ધિ કરી શક્યા છે. સુખમિલાપી બંધુઓ-આંતર સાધન વડે દુ:ખને નાશ કરવાને અને સુખને મેળવવાનો પ્રયત્ન અવસ્ય સિદ્ધ કરો. અલ સાધનથી તાત્કાલિક દુઃખના નાથને જોઇ તેમાં મોહને ન પામે. એક મનુષ્યને એક વખતે વિશેષ ટાઢ પડી ત્યારે કહ્યું કે-આપણે તો આજે ઘાસના જોડા પહેરી જમવા બેસીશું. કહે આથી તેને સદા ટાઢ વાયા વિના રહેવાની છેનહિ. તેને બદલે જે શરીરને કસરતથી કર્યું હોત તો તેને ટાઢ ન લાગત. દાખલા તરીકે-મજુર લોકો ગમે તેવી ટાઢના વખતમાં પણ ખુલ્લા મેદાનમાં પડયા રહે છે કારણ કે તેમને તેમના શરીરને પુષ્કળ સેલ છે. ગરમ કપડા પહેરી અથવા તે સગડી આગળ બેસી રહી ટાદ ખાળી શકાય તેમ છે, પણ સર્વ મનુષ્યને તે એક સરખી રીતે લાગુ પડે તેમ નથી. જે શરીરને 5 કસરતથી કરવામાં આવે તે ટાઢ ઓછી લાગે અને કામમાં પણું કેઈ જાતની અટકામણું ન નડે. હવે આ ઉપરથી સહજ સમજાયું હશે કે બાહ્યના સ્થલ સાધન કરતાં અંતરનું સાધન કેટલું ઉપયોગી છે. આ જ પ્રમાણે શરીર નબળું હોય કે રેગવાળું હોય તેને દવાના રગડાથી રોગની શાંતિ નબળાઇની શાતિ કથી શું સદા તેમ થતું અટકી જ શકે? નહિ જ. પણ જે આંતર સાધનને ઉપયોગમાં લેવામાં આવશે એટલે કે જે યોગના અમુક સાધન જેવાં કે પ્રાણાયામ આદીને ઉપગમાં લેવામાં આવશે અગર દીર્ધ શ્વાસ પ્રશ્વાસની ક્રિયાથી તે ટાળવામાં આવશે તે ફરી થતું અટકશે. નબળાઈ સદાની નાશ થશે. રોગ પણ બનતા સુધી ઉપદ્રવ નહિ કરી શકે તેમજ તેથી મને શાન્તિમાં રહેશે તે કદાચ વ્યાધિ થશે તો પણ તેની અસર વધુ લાગશે નહિ. દુર્બળ શરીર વાળો કાંઈ પણ કાર્ય નહિ કરી શકે પણ બળવાન શરીરવાળેજ ગમે તે કાર્ય કરી શકવા સમર્થ થઈ શકશે. આવી જ રીતે જગતને મોટો ભાગ ફક્ત બાહ્યના સ્થલ સાધન ઉપરજ આધાર રખતે દ્રષ્ટિએ પડે છે. તે જ રીતે મન સુધારવાને પણ મનુષ્ય બાહ્ય સાધનનો જ ઉપયોગ કરે છે. પુસ્તક વાંચવાથીજ, સંગતિમાં રહેવાથી જ મન વ્યવસ્થિત રહે એવું કેટલાક માને છે પણ તેથી જ કાંઈ મન વસ્થિત રહે એમ નથી. અનેક આંતર સાધન પ્રોગથી પણ મનની અમુક ટે નષ્ટ કરી શકાય છે. જેવી રીતે એક મનુષ્યને શકનો પ્રસંગ પ્રામ થયો છેહવે તેને આનંદ આપવાને વાતે એક ગાયકને બોલાવ્યો છે તે તે ગાયન ગાશે ત્યાં સુધી તે કદાચ તેને શેક ટળી આનંદ જેવું લાગશે પણ પછી પાછો શોકને શેકજ. પણ જે તેના મનમાં જ ને આધ્યમ વિચારના ઉચ્ચ વિચારના વિચારોને સેવ હોય છે તે તેને શેક કોઈ પણ વખત અસર કરી શકતા નથી. તે જ રીતે ભય, ચિંતા, લાની, વિનાતા આદિની બાબતમાં પણ સમજવું, મનના વિકારો બહારના પૂળ સાધનથી ટળતા નથી. કદાચ થોડાક પ્રસંગે તેમ માલમ પડે છે પણ સંપૂર્ણ સત્ય નહિજ માટે વિકારોને જય કરવામાં ખરેખર ઉપયોગી સાધન તે સદ્ વિચારો જ છે. માટે દુઃખના નાશને એ જ સહ વિચારોનું જ શનિ-ધ-ઉત્સાહથી પાલન કરે. સદવિચારોને સેવી, તમારા પિતાના બળ વડે, તમારા આંતર સાધન છે, મનના વિકારોને, દુઃખને નાશ કરો. નિત્ય હું સુખ સ્વરૂપ, પ્રેમ સ્વરૂપ, આનંદ સ્વરૂપ, નાન સ્વરૂપ, અને પૂર્ણ સ્વરૂપ છે એવા જ વિચારોને
Page #21
--------------------------------------------------------------------------
________________
જેનું પદાર્થવિજ્ઞાન.
૫૫
સે. એવી જ રીતે ઉન્નતિના વિચારોને સે અને તેજ પ્રમાણે તમારું વર્તન પણ શુદ્ધ રાખો. આમ સત્તા એ પરમાત્મા છે માટે પરમાવ તત્વનીજ ભાવતા તમારા હૃદયમાં છે. તેથી તમારા અનંત કર્મોને પણ નાશ થશે અને એજ પ્રમાણેનું જ વર્તન રાખવાથી અનેક દુઃખને નાશ થશે. બંધ ખરેખર રીતે દુઃખને વધારનાર ભ્રાંતિ અને તેજ છે માટે તેવા ખોટા તને કદિ પણ મનમાં સ્થાન આપતા નહિ. અમુક થશે કે અમુકનું આમ થશે કે તેમ થશે એવા વિચાર તેજ બ્રાંતિ આવી ભ્રાંતિજ મનમાં સ્થાન આપ્યાથી દુખની પ્રાપ્તિ થાય છે. આમ છે તે આ પ્રકારના સર્વ વિચારોને તજી દે,
પ્રિય વાચક! તમારી શારીરિક, માનસિક તેમજ આધ્યાત્મિક ઉન્નતિ ખરેખર રીતે બને હારના ચૂલ સાધનના સેવનથી નહિ પણ આતર સાધનના વનથી જ સિદ્ધ થાય તેમ છે. માટે તેનું જ સેવન કરે અને સાર્થને સિદ્ધ કરે.
जैनोनुं पदार्थविज्ञान.
(લેખક:–મમ વેરી માણેકલાલ ઘેલાભાઈ વડેદરા). જગતમાં ચાલતા અનેક ધર્મો અને શાલીઓમાં મનુષ્યને સુખ કેમ થાય અને તે હમેશ કાયમ શી રીતે રહે. તેને માટે જુદી જુદી રીતે બતાવી, તે પ્રમાણે ચાલવાથી જરૂર સુખ થશે, એવો સિદ્ધાંત બતાવી, તે સિદ્ધાંત પ્રમાણે વર્તનારને સુખ થયું છે, તેનાં દિષ્ટાંત પણ બતાવ્યો છે.
આ દાંતને જ કથાનુગ અથવા કથાઓથી માણસને લાભ થયેલા તે બતાવી તે પ્રમાણે પિતાની શક્તિ પ્રમાણે વર્તન કરવાનું શીખવનાર ગણે છે. આવી કથાઓ દરેક ધર્મમાં હોય છે અને લેકે શ્રદ્ધાપૂક વાંચે છે, અને સામાન્ય બુદ્ધિના લોકો ઉપર આ કથાઓ ઘણી સારી અસર કરે છે. આવી કથાઓમાં અલંકારિક બાપા હાય છે અને વખતે પ્રસંગને દઢ કરવા લેખકે અતિશયોક્તિ મેળવે છે અને તેથી કુબુદ્ધિમાન અગર અaહાળુઓ આવી કથાઓને ગપાટક કહી નિંદે છે, પણ જનસમુહ તેની નિંદાની દરકાર કરતે નથી. દરેક ધર્મમાં આવી કથાઓ છે અને તેમાં પ્રમાણ તપાસતાં જૈન ધર્મની કથાઓ બુદ્ધિગમ્ય અને પ્રાયઃ બધી સમાણ જેવી છે અને નીતિથી ભરપુર છે.
હવે વર્તન કરવાનું, જે બતાવવામાં આવે છે તેને ચનયોગ કહે છે અને તેમાં ક્રિયાકાંડ આવેલાં હોય છે. દરેક ધર્મમાં આવા ક્રિયાકાંડ થોડે કે ઘણે અંશે હોય છે અને તે પ્રમાણે વર્તનારની જરૂર પગતિ યા મુક્તિ થાય અથવા બેહસ્ત મળે કે વદિ મળે એવું વર્ણવેલું હોય છે. આ ક્રિયાકાંડમાં વિચિત્રતા અને ભિન્ન હોવાથી જગતમાં અનેક ઉતા અને લડાઈઓ થાય છે. અને જે કે મૂળ સુખ મેળવવાની ઇચ્છા બધાની એક સરખી હોવા છતાં તે મેળવવાની રીતમાં અપેક્ષાઓથી ફરક જણાતો હોવાથી ધર્મનો ઝગડે કાથી ચુકતા નથી, એમ કરીને આગળ પણ ઘણું મહાતમા જગતથી ઉદાસ થઈ એકાંત સેવન કરનાર થઈ ગયાના દાખલાઓ ઈતિહાસ અને સ્થાઓમાં મળી આવે છે. આ ચર્ણ
Page #22
--------------------------------------------------------------------------
________________
બુદ્ધિપ્રભા, કર્ણનુગ અથવા ક્રિયાકાંડમાં પ્રવર્તનાર માસે જેમ પિતાને મેગ્ય લાગે તેમ વર્તન કરવામાં બીજા કોઇ વિન નાખે અને તેથી પિતાને દુઃખ થાય તેમજ બીજાના પ્રવર્તનમાં પતે આડ, આવવાથી તેમને દુઃખ થશે, એમ માની પ્રવૃત્તિ કરે, તે જગતના લગભગ અડધે અડધ કજીઆઓને અને ખુને મરકીને નાશ થાય, પણ તેમ મનેત્તિ ન રાખતાં પોતે કરે છે તે જ સત્ય અને ભગવાન કે ખુદાના ફરમાન પ્રમાણે છે અને બીજાઓ કરે છે તે અજ્ઞાની અને ખુદાના કિંવા ઈશ્વરની કે આગમની આજ્ઞાથી વિરૂદ્ધ ચાલનાર ગણાય છે. આ ક્રિયાઓને લઇને જુદા જુદા ધર્મવાળા તકરારો અને લડાઇઓ કરે છે, એટલુંજ નહિ. પણ એક ધર્મને માનનારાઓમાં પણું બિન નિન મને થઈ તેની શાખા પ્રશાખાઓ થઈ જગતમાં મનુષ્યો કુસંપનું બીજ રોપી બેઠા છે.
ઇસુબ્રીસ્ત ( કાઈસ્ટ)ને માનનારા ક્રિશ્ચિયને અને બુદ્ધ ભગવાનની આજ્ઞા પાળનાર બામાં પણુ આવી ક્રિયાની ભાંજગડમાં અનેક મતે નીકળ્યા છે. આર્યાવર્ત તો આવા ક્રિયાના ભેદથી લગભગ નાશ પામવાની સ્થિતિ પર છે.
આ દેથી જૈન ધર્મ કઈ મુક્ત નથી. ભગવાન નિમંથના પુત્રને અથવા મહાવીરને દેવાધિદેવ માનનાર અને તેની આજ્ઞાને શિરસાવધ ગણનાર જૈન ધર્મીઓ પણ આ ક્રિયાકાંડની મારામારીમાં છિન્ન ભિન્ન થઇ ગયા છે અને ભગવાન મહાવીરનું પદાર્થ વિજ્ઞાન મે કષ્ટ છતાં અને તેને ધર્મ માનનારને બીજા કરતાં વિશેષ સરલ પણે સુખની પ્રાપ્તિ થાય એવું સિદ્ધ થયેલું દતાં આ ક્રિયાકાંડના ઝગડામાં જેને અંદર અંદર લડ્યા કરે છે અને તેથી અન્ય ધર્મએને જેનધર્મ સમાવવા અને તેમને જેને બનાવવાનું કાર્ય કરી શકતા નથી.
આ ક્રિયાકાંડના ઝગડા પ્રથમ સ્થળ વાત પરથી થાય છે અને પછી એવી સુક્ષ્મ વાતો પર લઈ જવામાં આવ્યા છે કે જ્યારે કોઇ અન્ય મતના વિદ્વાને આવી વાતો સાંભળે છે ત્યારે આપણી (જેનોની) મુખ ઉપર હસે છે. અને જ્યારે તેમને આપણું પદાર્થ વિજ્ઞાન જાણવામાં આવે છે ત્યારે આવા સંપૂર્ણ જ્ઞાનવાન ભગવાનની તથા આચાર્યોની, પ્રશંસા કરે છે. પોતે કરે છે તેજ ગચ્છની ક્રિયા સત્ય છે અને તેનાથી જ મુક્તિ પ્રાપ્ત થશે એવો દુરાગ્રહ કરે છે. જેમ મને મારી મરજી પ્રમાણે ક્રિયા કરવાનો અને વર્તવાને હક છે, તેમજ બીજાઓને પણ તે હક્ક છે, તે પછી મારાથી જુદી રીતે ક્રિયા કરનાર અગર માનનાર મારા ધર્મબંધુ ઉપર ગુસ્સે કે તિરસ્કાર કરવાથી મને દેવા લાગશે અને મારું ધારેલું થશે નહિ તેથી દૂર ધ્યાન થવાથી જ પાપન કરનાર થાઉં છું એમ સમજી વર્તવાની જરૂર છે.
દયાથી આવા વિધાંને પેનાના, પિતાનાથી જુદી ક્રિયા કરનારને પિતાને જે સત્ય લાગ્યું હોય તે સમજાવી પોતે જે ધર્મ માનતા હોય તે ધર્મમાં લાવ યા તેને ખરો માર્ગ સમજાવે હેય તે જેમ પોતાના ભાઈને અથવા પુત્રને પ્રીતિપૂર્વક સમજ આપવાનું કરે તેમ વર્તવાનું કરવાથી આપણા ધર્મતી અને દેશની ઉન્નતિ થોડા વખતમાં થાય તેમ છે. આમ થવાને માટે પ્રથમ દરેક ધર્મનું પદાર્થ વિજ્ઞાન જાલ્સવાની જરૂર છે અને તે જાણ્યથી સમતા પ્રાપ્ત થતાં પોતાને તેમજ પારકે ઉદ્ધાર કરવાની માણસમાં શક્તિ આ વવા સંભવ છે.
Page #23
--------------------------------------------------------------------------
________________
જેનોનું પદાર્થવિજ્ઞાન,
૫ માટે મિલે, દેa બાંધો, ધર્મ બાંધો તમે કોણ છે તેને વિચાર કરે અને તેની સાથે તમારા સંબંધમાં આવતી વસ્તુઓ શું છે, તે પણ વિચારે કે જેથી તમારા રાગદ્વેષ ઘટશે. ખરેખર વિચાર કરશે અને તે પ્રમાણે વર્તશો તે તમને મોક્ષને આનંદ જીવતાં આ દેહમાં જ મળશે અને તમે અનેક પ્રાણીઓનું કુષાણ કરી શકશે.
ધર્મો અને ફિલોસોફીઓમાં અમુક પ્રકારની ગણત્રી કરવા માટે સંખ્યાઓ વગેરે હોય છે. આ બાબતમાં વાંધા ઉઠતા નથી, કારણકે ગણતનો વિષય પિોતેજ પ્રમાણ રૂ૫ છે. જેને ધર્મમાં પૃથકી, સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્રે, વિમાને વિગેરેનાં વર્ણન છે અને તેને અંગે ગણતશાસ્ત્રને ઉપયોગ થયેલ છે. અનેક વિષયોમાં ભમતા મનને આ ગણતના વિષયમાં રહ્યું છે, તે તે સરળતાથી તદાકાર થઈ જાય છે, અને પછી તેને આત્મામાં લગાડતાં કે જોડતાં તે સરળતાથી જોડાય છે, આ વિગેરે હેતુથી જેમાં ગણન સંબંધી શાન પણ મોટો જથ્થો છે અને તેવા શાને ગતાનુગ કહેવાય છે.
આ પ્રમાણે કથાનુગ-ચણુનાગ-ગણુતાનુયોગનું ટુંકમાં વિવેચન કરી હવે આ લેખન વિષય જે પદાર્થવિજ્ઞાન તે સંબંધી વિચાર કરતાં જેને સમાવેશ કવ્યાનુગમાં થાય છે તે યોગનું વર્ણન કરીએ છીએ. દ્રવ્યનો સામાન્યપણે અર્થ કહીએ તે પદાર્થ એ થાય છે અને શાસ્ત્રીય રીતે અર્થ કરીએ તે ઉત્પાદ, વ્યય અને ધ્રુવયુક્ત સલક્ષણવાળું દ્રવ્ય કહેવાય છે અથવા ગુણ અને પર્યાવાળું કમ્ય કહેવાય છે વિગેરે. દ્રવ્યની જુદે જુદે પ્રકારે જેનોએ વ્યાખ્યાઓ કરી છે. આ વ્યાખ્યાઓ એટલી સરસ છે કે જે લક્ષણ શાસ્ત્રમાં કહેવામાં આવે છે તેને ગમે તે પ્રકારે તપાસતાં પણ અતિથ્થાપ્તિ અભ્યાપ્તિ અને અસંભવ વિગેરે દો લાગી શકતા નથી. હવે જેનોમાં દ્રવ્ય કેટલાં માન્યાં છે તે જોઈએ.
બીજ ધર્મો કરતાં અને શીરીઓ કરતાં જેનેનું પદાર્થવિજ્ઞાન કેટલું વધારે છે, તે કહેવા કરતાં, જેનેરી પદાર્થ સંબંધી સમજુતી કેવા પ્રકારની છે તે દર્શાવ્યું છે અને તે પરથી સરખામણી કરવાનું સહજ બની શકે તેમ છે.
જેને છ દો અથવા પદાર્થોથી જગતની રચના અને જગતને વહેવાર ચાલે છે એમ માને છે. આ છ પદાર્થો નીચે પ્રમાણે છે –
(૧) ધર્માસ્ત કાય—આ પા ચોદ રાજલોક જેટલું મટે છે અને તે આત્માને અને જડને ગતી કરવા સહાય આપે છે. ચૌદ રાજલેક એ જેનોનું જગત છે.
(૨) અધર્માસ્તીકાય–આ પદાર્થ પણ તેટલો જ મોટો છે અને આત્માને અને જઇને ( પુલને) સ્થિતિ કરવામાં સહાયક છે.
બીજા કેઈ પણ ધર્મમાં આ બે પદાર્થોની હસ્તી મને જઇ નથી. આ બે પદાર્થો એક એકથી વિરૂદ્ધ ધર્મવાળા હોવા છતાં અને એકજ સ્થળમાં રહેવા છતાં પોતાનું કામ કર જાય છે, અને આ જગતમાં વિશ્વા સાચવનારા અને ખરેખર ઉપયોગી છે. જોકે આપણે ઇન્દ્રિયોથી દેખી શકતા કે જાણી શકતા નથી, પણ જ્ઞાનીઓને પ્રત્યક્ષ અને બીજા ઓને તેમના કાર્યથી પ્રત્યક્ષ અનુભવમાં તે આવે એવા છે માત્ર વિચાર કરવાની તરી લેવી જોઈએ.
સર આઈઝેક ન્યુટને ઝાડપરથી ફળને નીચે પડતું જઈ તેના કારણની શોધ કરીસ્પેસીફીક ગ્રેવીટી એટલે ગુરૂવાકર્ષણ શક્તિની આકર્ષણ શક્તિની શોધ કરી જગત પર ઉપ
Page #24
--------------------------------------------------------------------------
________________
બુદ્ધિપ્રબ
સૈકા
બલ્કે હજારો વર્ષ પેહેલાં આ બે પદાર્યાંનુ જ્ઞાન નિર્વિવાદ વાત છે, અને તે તેમના ત્રયોથી જણાય છે. આ પછી (૩) આકાશાસ્તિકાય નામના પદાર્થ જૈન તેમજ ખ ધા ધર્મવાળા માને છે અને એ આકાશમાં આખા જગતના પદાર્થો રહે છે અને ગતી કરે છે તથા સ્થિતિ કરે છે એવું ઘણું ભાગે બધા માને છે. જૈનેતર વેદાદિક શાસ્ત્ર કાથને પચમૃતમાનું એક ભુત માને છે અને તેનું કાર્ય ઉપર બતાવ્યું તે પ્રમાણે અવકાશ આપવાનુ છે. જેના આકાશના બે ભેદ માને છે. એટલે કે જેટલા ભાગમાં ઉપરના ધર્માસ્તિકાય અને અધર્મોસ્તિકાય વ્યાપક છે અને જ્યાં આત્મા (વે) અને જડ કરી હરી શકે છે તેટલા આ કાશના ભાગને લાકાકાશ કરે છે અને છાકીના ભાગને અલકાકા કહે છે. આ આકાશ અનંત છે.
૫.
કાર કર્યો છે, તેના પહેલાં બ્રા જૈનધર્મી મહાભાએને હતું એ
આ આકાશ નામના પદાર્થ પછી જેનામાં પુદ્ગલાસ્ટીફાય છવાસ્તીકાય અને કાળ નામના ત્રણ કન્યા છે. તેમાં આ દ્રશ્ય જગત તથા અદ્રષ્ય ચૈતન્યની રચના, ઉપરના મે દ્રયી થયેલી છે તેથી અનુક્રમ પ્રમાણે વર્ણન ન કરતાં કાળ, જીવ અને છેવટે પુદ્ગલતુ વર્ણન કર્યું છે.
કાળ—તમામ પ્રશ્ન કાળને માને છે. વસ્તુતઃ કાળ એ પદાર્થ નથી, પશુ લોકોએ પેલાની સગવડને માટે કુદરતી અનતા બતાવા પર તેની કલ્પના કરી છે. આ પૃથ્વીમાં સૂર્ય અને ચંદ્રના ઉદયથી થતા વિભાગને અમુક સંજ્ઞા (વસતી) આપી આ દિવસના પણ પુછી વિભાગો કપાયા અને દરેક પ્રાએ પોતાની યુદ્ધિ અનુસાર આ વિભાગોના અતિ મુક્ષ્મ ભાગ અને અતિ મોટા ભાગ કી તેને સ'નાઓ આપી આ બધી વાત કક્ષના રૂપ હોવાથી અથવા સકેતીક હેવાયી આ કાળતે ઉપચારિક દ્રબ્ધ માનવામાં આવ્યું, પ જેમ બીજા દ્રવ્યે ( પાર્યા)ની પાછળ અસ્તીકાય શબ્દ વાપરવામાં આવે છે, તેમ આ કાળની પાછળ અસ્તીકાય શબ્દ વપરાયા નથી. ખીન દર્શનકારોએ કાળના સબંધમાં અતિ દીવ્ર અને અતિ સુક્ષ્મકાળની કલ્પના કરી છે, તેનાથી જેનેની કલ્પના અતિથ્ય સૂક્ષ્મ અને અતિશય દીર્ધકાળની ક્ષણનમાં પણ જેનેાગે કરેલી ગાત્રણથી વધારે સ્થૂલ વા વધારે સૂક્ષ્મકાળના વિભાગ કરી શકાય એવી સ્થિતિ દેખાતી નથી મતલબ કે આ ઉપચા રીક પદાર્થ માટે પણ જૈન શાસ્રાએ પુરતું વિવેચન કરેલુ' છે—
આત્મા અથવા વ—બેહા અને નાસ્તિક સિવાય દુનિયાના તમામ ધર્મો અને નાલાસાકીએ આ પદાર્થનુ અસ્તિત્વ સ્વીકારે છે. અને તે પશુ આ હ્મ દેહથી ભિન્ન આંખે ન દેખાય તેવું માને છે. વેદાંત માત્ર એક આત્મા (બ્રહ્મ) માને છે અને તેમ છતાં પણ જ્યાંસુધી સોંપૂર્ણ (બ્રહ્મત) જાણવામાં ન આવે અવા પ્રાપ્ત ન થાય, સાંસુધી અનૈક આત્મા માનનારની પેકેજ વ્યક્તિઓને સારા મેધે છે. મતલબ કે તેમને પણ જગતમાં રહી જગતની રીતે વર્તવું પડે છે.
અનતા-અનામાં કંડાર મઢે પશુ નિર્વાંગ પ્રાપ્તિ સુધી આત્માનું અસ્તિત્વ અને જન્માંતરમાં પ્રથક્ પ્રથક્ ઇચ્છાનુસાર દેહે ધારણ કરવાનું માને છે અને આ દેડામાં કરેલાં માં શુભાશુભ) દેહ છુટયા પછી પણ જન્માંતરમાં બેગવવાં પડે છે એવું કહે છે. બુદ્ધ ભગવાને નેવુમા ભવમાં એક પુરૂષને ભાલાથી વાધેલા, તે કર્મે અવશેષ રહેલું તે છેવટના
Page #25
--------------------------------------------------------------------------
________________
નેનું પદાર્થવિરાન.
ભવમાં કાંટ વાગવા રૂપ ફળ આપીને નાશ પામ્યું, એવી વાત ભવાંતરમાં જનારા દેહથી બિન એવા આત્માને સુચવે છે –
ભગવાનના પુત્ર જીસસ ક્રાઈસ્ટને માનનારા દિAીયને જેમણે પોતાના પ્રયાસથીધનથી આજે જગતમાં સૌથી મોટી મનુષ્ય સંખ્યામાં પ્રાઇસ્ટનું શાસન ફેલાવ્યું છે, તેઓ પણ આમાને માને છે.
પેગંબર સાહેબ મહમદે પણ આત્માનું અસ્તિત્વ સ્વીકાર્યું છે. આમ આખી દુનિયા માં બેડ મા સિવાય બધા આત્માને માને છે, પણ આત્માની શક્તિમાં અને તેના સવરૂપમાં બધા જુદા પડે છે. આત્મા પ્રક્રિયાથી પ્રત્યક્ષ નહિ હેવાથી જેની ધ્યાનમાં આવ્યું તે પ્રમાણે તેણે આત્માનું વર્ણન કર્યું છે. આ બધા દર્શનકારના વર્ણન અને તે સંબંધી ચર્ચા કરતાં મોટો ગ્રંથ થાય તેવું છે અને આ વિષય પર જુદા જુદા દર્શનકારોએ જે લખ્યું છે તેની સાથે આ વિષય વાંચનાર મહાશય જૈન દર્શનમાં આત્મા નામના પદાર્થનું વર્ણન સરખાવશે, તે ટુંકાણમાં અને આભાને ખરેખરો અનુભવ કરી જનોએ વર્ણન લખ્યું છે તે સત્ય છે એમ તેમની ખાત્રી થશે.
મનુષ્યમાં આત્મા માનનાર ક્રિશ્ચિયન અને ઇસ્લામીએ વિગેરે પણ સાયન્સથી થતી શોધ પ્રમાણે પ્રાણીઓ, વનસ્પતિ અને છેવટે પથ્થરમાં અને પૃથ્વીમાં આત્મા જેવું હેવાનું જોઈ શકે છે. આ બધે ઉપકાર સાયન્સ અને પાશ્ચાત્ય શોધને છે કે તેમણે વીસમી સદીમાં પણું પ્રયોગોઠારા ઉપરની વસ્તુઓમાં ચૈતન્ય જીવ છે એવું સિદ્ધ કર્યું છે. પણ તે પહેલાં માત્ર શાસ્ત્રને માનનારાજ આવા સુક્ષ્મ પ્રાણીઓની વાત માનતા અને તેમને બચાવવાને પ્રયત્ન કરતા. મતલબ કે હાલમાં જે સાયન્સે શોધી કાઢયું છે કે જેના આગમમાં આજથી હજારો વર્ષ પહેલાં લખેલું જણાય છે. - દૂધ અને દહીંમાં થતા બેકટીયા ( ઝીણા) જંતુની શોધ નતી છે પણ આ દૂધમાં જુદી જુદી વસ્તુઓ ભેળવવાથી તથા અમુક વખત રાખવાથી તેમાં જંતુઓ ઉત્પન્ન થાય છે એમ જૈને હજારો વર્ષ પહેલાંથી જાણે છે. દહીં અને બીજા ભર્યા પાર્થોમાં કેટલે વખતે ક્યાં સમયમાં ઉત્પતિ થશે તેનું જ્ઞાન જેવું જેનોને છે તેવું કઈ પણ દર્શનમાં તે શું પડ્યું સાયન્સથી પણ હજુ પ્રયોગ કરી સિદ્ધ કરાયું નથી. જેમ બીજા મતના ગ્રંથોના ભાવાતરે થઈ બહાર પડયા છે, તેમ જૈનોના આ અપૂર્વ ાનના ગ્રંથોના ભાષાન્તરે થયા નથી. તેથી આખા જગતના ને જાણ થવા યોગ્ય બાબતો માત્ર થોડા લાખ જેનોના જાણવામાં આવી છે. ગમે તેવું સત્ય હેય પણ જયાં સુધી માણસને જાણવામાં ન આવે, ત્યાં સુધી તે તેને પ્રહણું કરી શકતું નથી. આ જમાને બોલે તેના બોર વેચાય એ છેમતલબ કે જેમ બાઈબલના લગભગ ૯૦૦ ભાષામાં ભાષાન્તરો થયાં છે અને તેથી જેમણે જેમણે તે ભાષાતરોનો લાભ લીધો છે તેમણે પોતાના કરતાં બાઈબલને છેક ગણી બ્રીસ્તી મત અંગીકાર કર્યો છે. પરિણામે આજે આખી દુનિયામાં સૌથી વધારે માણસે પ્રીસ્તી ધર્મ પાળનાર થયા છે.
Page #26
--------------------------------------------------------------------------
________________
બુદ્ધિપ્રભા. तीर्थप्रवास वर्णन. શ્રી ગીરનાર તીર્થ
ઝ
(લેખક:-વકીલ નંદલાલ લલ્લુભાઈ વડોદરા) પાવાથી આત્મિકલામ-જે વખતે રેલવેની સવડ ન હતી અને યાત્રાળુઓ પગરસ્તે મુસાફરી કરતા હતા તેના કરતાં હાલમાં તીર્થના દર્શનનો લાભ લેનારની સંખ્યા ઘણી વધી છે. પણ જે વખતે રેલવેની સવડ નહતી અને યાત્રાળુઓ પગ રસ્તે જાત્રાને લાભ લેતા હતા, તે વખતના યાત્રાળુઓના વિચાર અને હાલના વખતમાંના યાત્રાળુઓના આશય એક સરખા છે કે તેમાં કંઇ જિનતા છે, એ એક વિચાર કરવા જેવો પ્રશ્ન ઉદ્ભવે છે. પૂર્યના તે કાળના માણસોને આપણને સમાગમ થએલો નથી કે તેમના વિચારના માટે આપણને પ્રત્યક્ષ કંઈ ભાન થાય, પણ પૂવોચાએ જે પ્રણાલિકા બાંધેલી જણાય છે તે ઉપરથી આપણને તે વખતની વસ્તુસ્થિતીને કંઈ ખ્યાલ આવે છે.
પૂર્વના તે કાળમાં હાલના વખતની પેઠે એક માણસ કે એકાદ કબ યાત્રા માટે જવાને હિંમત કરી શકતું નહિ, પણ ઘણો સમુદાય માત્રા માટે તૈયાર થાય તે વખતે યાત્રા કરી શકતા હતા. એ જે સમુદાય-સંઘ યાત્રા માટે તૈયાર થતા અને યાત્રાએ જતા હતું તે હાલમાં જેટલી દોડાદેડી અને ટુંક વખતમાં યાત્રા કરી જલદી ગૃહ કાર્યમાં વપટાવાની જીજ્ઞાસા ધરાવતા નહતા એમ અનુમાન થઈ શકે છે, તે વખતમાં જેઓ ઘર મુકી યાત્રાર્થે જતા હતા તે ઘરની ફીકર ઘેર મુકી નિશ્ચિંતાથી જતા, જ્યારે હાલના સુધરેલા જમાનામાં ઘર મુકતી વખતે જ વખત મુકરર કરવામાં આવે છે, આટલા ટુંક વખતમાં અમે યાત્રાએ જઈને પાછા આવીશું. પહેલાંના વખતમાં લાંબા કાળમાં જુદા જુદા તીર્થોની યાત્રા નિચિંતાથી કરનાર ભાગ્યશાળી ગણાતા ત્યારે હાલના જમાનામાં છેડા વખતમાં ટાઈમ સર ઘણું તીર્થોની યાત્રા કરનાર અને નિમેલે ટાઈમે તરત ઘેર આવનાર લુસિયારની કોટીમાં આવે છે.
પગ રસ્તે યાત્રા કરનાર ઘણેભાગે બે વખત પ્રતિક્રમણ કરી સંચિત વસ્તુનો ત્યાગ કરતા. એક વખત ભોજન કરતા અને બ્રહ્મચર્ય પાળતા અને રસ્તામાં જ્ઞાન ગોષ્ટિ કરી આત્મિક ઉન્નતિના રસ્તા શોધતા, રસ્તામાં આવતા વિવિધ સ્થળોની મુલાકાત લેના, અને જન મંદિરના દર્શનનો લાભ મેળવવા ઉપરાંત પુણ્યશાળી અને ગુણવત ભાણુની મુલાકાત અને સહવાસનો લાભ મેળવતા એટલું જ નહિ પણું જેનોમાં સ્વામી ભક્તિનો કેટલો મહીમાં અને પાદુર્ભાવ છે, તેને સાક્ષાત્ અનુભવ થતો અને તેના પરિણામે પોતામાં કંઈ નતને ભેદ ઉપન્ન થયો હોય તે તે મીથ્યા છે, એવું ભાન થતું.
હવે પુરાણકાળને યાદ કરી વર્તમાનમાં થએલી સગવડોને લાભ ન લે અને પુરાણ રીતે વર્તવાનું શરૂ રાખીએ તે જમાનાની પાછળ પડેલા ગઈએ, ત્યારે હવે આપણે એટલું કરવાનું કે વર્તમાન સમયમાં રેલવે વીગેરેની થએલી સવડોને લાભ લેવાની સાથે જમાનાને અનુસરતા આપણા વિચારોમાં શુભ કેવી રીતે થાય અને યાત્રાને યથાર્ય લાભ કેવી રીતે લેઈ આત્મિક ઉન્નતિ કરી શકીએ તે જોવું જોઈએ.
Page #27
--------------------------------------------------------------------------
________________
તીર્થ પ્રવાસ વર્ણન.
તીર્થકર ભગવંતના દહેરાસર અને પ્રતિમાજીના દર્શનનો લાભ તો જે ગામમાં આપણે રહેતા હોઈએ તે ગામમાં લેઈએ, અને યાત્રાએ જઈએ ત્યાં પણ દહેરાસર અને તીર્થંકર ભગવંતની પ્રતિમાજીના દર્શનનો લાભ મળે ત્યારે યાત્રાએ જવાથી કંઇ વિશેષ લાભ લેવાય તેજ, આત્મિક લાભ પ્રાપ્ત કર્યો કહેવાય અને યાત્રાને હેતુ સિદ્ધ થાય.
પ્રથમ તે યાત્રાળુઓએ પોતાના ઘરના કરતાં યાત્રા નિમિત્ત મુસાફરી શરૂ કરે ત્યારથી તે યાત્રા કરી પાછા આવે ત્યાં સુધીમાં કષાયની ન્યુનતા કરવા ખપ કરવો જોઈએ, ઘર આગળ જેટલા પ્રમાણમાં કા૫-ફોધ, માન, માયા, અને લેભ, વર્તતા હોય તેટલા જ અંશમાં તે કાયમ રહે અને યાત્રાના વખતમાં તે કમતી ન થાય તે પછી યાત્રાળુ લીધે જઇને વિશેષ ધર્મ આરાધન શી રીતે કરી શકે એ ખાસ વિચાર કરવા જેવું છે તેથી યાત્રાળુએ કષાય ઓછા કરી ઘર કરતાં વિશેષ પ્રમાણમાં ધર્મ આરાધનમાં કાળ જાય તેને માટે ખાસ કાળજી રાખવી જોઈએ.
તીર્થની ભૂમિને મહિમા અને તીર્થાધિપતિના ગુણેનું શ્રવણ અને મનન અને તે ઉપરથી આપણે શું શીખવું જોઈએ એ બાબત યાત્રાળુઓએ ખાસ ધ્યાન આપવા જેવી છેપ્રાયે ઘણા ભાગે આ વાત તરફ યાત્રાળુઓ લક્ષ આપતા જણાતા નથી. યાત્રાએ નિકયા પછી કપાય નિંદા અને પ્રમાદ જે ઓછા ન થાય તે પછી તેઓ તે કયારે ઓછા કરશે માટે તે તરફ ખાસ લક્ષ રાખવા વિનંતિ છે.
યાત્રાના પ્રયાણની શરૂઆત જે રેલવેમાં કોધના નિમિત્ત ઉત્પન્ન થાય છે, ગાડીમાં ઘણું ગીરદી હાય પ્રથમતા બેસાઓ ડબામાં દાખલ થવા દેવાની અને જગ્યા આપવાની આનાકાની કરે, તે વખતે તેમજ આપણે બેઠા પછી અને બેસવાની સવડ નહી છતાં બીજા સ્ટેશનોએ નવીન એશવા આવનારાઓની ધમાધમી એ પ્રસંગને અનુભવ સને છે. ક્રોધ ઉત્પન્ન થવાને એ પ્રસંગ છે. એ પ્રસંગે યાત્રાળએ કેધ ઉત્પન્ન ન થવા દે અને પિતે ક્યાં જાય છે, તે લક્ષ્યબિંદુ મન ઉપરથી દૂર ન જવા દેવામાં આવે તે આત્મિક લાભ પ્રાપ્ત કરી શકે નહીતો ઘાંચીને બળદ ઘેર ઘેર એ ન્યાય લાગુ પડે.
ટીકા કરાવવા પ્રસંગે જે છોકરાઓને માટે રેલવેના કાયદાથી ટીકીટની પુરી કિંવા અરધી મારી લેવાની કરાવી છે. તે માફીનો લાભ લેવાને કાયદા મુજબ હકદાર નહિ છતાં તેને લાભ લેવાની ઇચ્છા ભાવશાત ઉત્પન્ન થતી જોવામાં આવે છે, યાત્રાળુએ એ વખતે ન્યાય માર્ગનું ઉલંધન નહિ કરતાં અને લોભને વશ નહિ થતાં રીતસર વર્તવાને જરા પણ મન પાછું વાળવું નહિં જોઈએ. યાત્રાના વખતમાં જુઠું બેલવાનો, અન્યાયથી ધન બચાવવાને, અને જાનવરો અને ગરીબ માણસને દુઃખ ન થાય તેવી રીતની પોતાની વર્તણુંક રાખવાનો પ્રયાસ કરવાની ખાસ આવશ્યકતા છે. જે તે બાબત ખાસ ઉપયોગ રાખવામાં આવે તેજ કંઇ આત્મિક લાભ પ્રાપ્ત કરી આવે માટે એવા પ્રસંગે યાત્રાળુઓએ ખાસ ઉપગ રાખવો જોઈએ.
અનાદિકાળના વિરૂદ્ધ સ્વભાવથી આ યાત્રાના વખતમાં ઉપરની બાબતે ઉપર લક્ષ રાખ્યા છતાં પણ મુળની પ્રકૃતિ હૃદયમાં આવી જતી હતી તોપણ વખતે વખતે તેના ઉપર લક્ષ રાખવામાં આવે તો કંઈ અંશે સુધારો થાય એમ અનુભવે જણાય છે.
Page #28
--------------------------------------------------------------------------
________________
૬૨
બુદ્ધિભા.
-
1 -
- -
अत्रेना नगरशेठ कस्तुरभाइ मणीभाइनु परदेशगमन.
પશ્ચિમાન્ય પ્રજાના વિશેષ સંબંધમાં જયારથી આપણે આર્યાવર્ત-બારતદેશ આવ્યું ત્યારથી દેશાટન કરવું કે કેમ-પરદેશગમન કરવું કે કેમ એ સવાલ આપણી હિંદુ જ્ઞાતિની અન્ય કામોમાં વિશેષ ભાગે ચર્ચાવા લાગે ત્યારે તે સવાલનું દેખાદેખી રૂપ આપણી પ્રથમની તે તરફની પ્રવૃતિ મંદ પડી ગએલી હોવાથી હું ઘણું આપણી જન કેમમાં પણ પેઠું બાકી જે બધુઓએ આપણા ઐતિહાસિક વિષયનું અધ્યયન કર્યું છે તે સારી પેઠે જાણે છે કે આપણા પૂર્વજો સમુદ્રવાટે વહાણદારા તેમજ જમીન માર્ગ લાખ ગાઉના અંતરે પણ મુસાપરીઓ કરી છે. અને તેના વિશેષ પુરાવાના માટે અમે સર્વ જનબંધુઓને આપણુ પરોપકારી પરમ પૂજ્ય શાસ્ત્રવિશારદ જેનાચાર્ય યોગનિષ્ઠ બુદ્ધિસાગરસૂરિજીકૃત જેની પ્રાચીન અર્વાચીન સ્થિતિ વાંચવાની ભલામણ કરીએ છીએ. જન કોમ એ વેપારી કેમ છે. આપણું નેકનામદાર માછ વૈઈસરોય લોર્ડ કઝિનના શબ્દોમાં કહીએ તે “હિદુસ્તાનને બહેળે વેપાર જિનેના હાથમાં છે આપણા ઘણા પૂર્વજોએ મેટી બોટી અને લાંબી જલમાર્ગ, તેમજ જમીનમાર્ગ વેપારા મુસાફરી કરી છે અને તેના સેંકડે ઘખલા પણ હાલના સમયમાં આપણું દષ્ટિમર્યાદા આગળ જે આપણે આપણા ઐતિહાસીક વિષયના વાંચનનું પરીશીલન કરીશું તે દ્રષ્ટિાચાર થશે. જ્યારથી આપણું તે તરફ પ્રવૃતિ ઘટી ત્યારથી આપણી દરેક રીતે અગતિ શરૂ થઈ. આપણે અનુયાયીઓની સંખ્યા ઘટી તેમજ શારિરીક, માનસિક, અને આર્થિક સ્થિતિ પણ ઘટી છે, તેનું મુખ્ય કારણું પણ પરદેશગમનને અભાવજ છે. દેશદેશના વેપાર વણુજની ખુબીઓ, રીત રિવાજોનું અવલોકન, હુબરકળાની ખીલવણી, અને શારીરિક સંપતિની પ્રાપ્તિ વિગેરે સઘળું આપણે પરદેશગમનના અભાવે ગુમાવ્યું છે. એ જોઈ કોણે દીલગીરી નહિ થતી હોય!
ક્યાં પહેલાંની આપણુ જાહોજલાલી ને ક્યાં હાલની આપણી સ્થિતિ? માટે પરદેશગમનને માટે એવો તે ક અકલમંદ હશે કે તે તરફ વિરૂદ્ધતા દર્શાવશે.
પરદેશગમનથી જે સુખની પરાકાષ્ટા-જ્ઞાનની અભિવૃદ્ધિ અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે તેને આદર્શની માફક આપણું પ્રતાપિ બ્રિટિશ શહેનશાહતનો દાખલો આપણું દ્રષ્ટિમર્યાદા આગળ મોજુદ છે.
પરદેશગમન એ મનુષ્યને પોતાની ઉન્નતિ માટે જરૂરનું છે એટલું જ નહિ પરંતુ તે કામની દેશની ટૂંકાણમાં કહીએ તે સર્વની ઉન્નતિને માટે જરૂરનું છે. પરદેશગમનમાં સ્પર્થસ્પર્વને દેવ થવાનો સંભવ છે, પરંતુ જો તેનાથી (પરદેશગમનથી) થતા લાભનું કારણ આપણે વિચારીએ છીએ ત્યારે તે તેના કંઈ હિસાબમાંજ નથી. પરદેશગમનમાં એક અમત્યની બીના ઉપર વિશેષ લક્ષ્ય આપવાનું છે અને તે આહારની બાબત છે. પરંતુ જેઓ ધર્મચુસ્ત છે જેમના ખોળામાં ધર્મના પવિત્ર સંસ્કારોએ વાસ કરેલો છે યા પવિત્ર સંસ્કાર પરંપરાથી ઉતરી આવેલા છે તેઓ તે કદી શાસ્ત્રધી મુખ્ય રીતે બાધિત વસ્તુએને આહાર કરતા નથી અને તે યાવત મરણાંત તક પણ તેની વસ્તુઓને અડકતા પણ નથી. તેવા અભક્ષ્ય આહારે નહિ વાપરવાનું કારણ શાસ્ત્રવેત્તાઓએ જણાવ્યું છે કે આપશુમાં સવ-રજસ અને તમોગુણ રહેલા છે તેમાં જે અભક્સનું સેવન છે તે રજસ અને
Page #29
--------------------------------------------------------------------------
________________
અત્રેના નગરશેઠ કરતુરભાઈ મણીભાઈનું પરદેશગમન.
૬૩
તમસ ગુણને પોષક છે તેમાં વિશે ભાગે રજસ ગુણને વધારે પોષક છે. તેથી જેમ ઉકરડામાં પડેલું રતન કંઈ શોભા આપી શકતું નથી તેમ શોભાના કામમાં પણ આવી શકતું નથી અને કીમતમાં પણ કેડીનું ગણાય છે તેવી રીતે આ અખંડ આનંદમયી ચિદાનંદ રૂ૫ આત્માના સાત્વિક ગુણોનું-રજસ અને તમસના ગુણોથી અભક્ષ્ય આહારે આછાદન થાય છે, માટેજ શાસ્ત્રકારે તેવી વસ્તુઓ ખાવાની ભાર મુકીને મના કરી છે અને તેવા આહાર કરનારને બહુલકમ જીવ અને નરકના અધિકારી અને પાપના ભાગી અને અનંત સંસારી જીવ ગયા છે.
પરદેશગમનની આડે આવનાર બંધુઓને મુખ્ય ઉદ્દે પણ મારા વિચાર પ્રમાણે એ હવે જોઈએ પરંતુ એ તે વાસ્તવિક છે અને આપણે ઉપર બતાવી પણુ ગયા કે જેઓ ધર્મી છે તેઓ કદિ શાસ્ત્રથી મુખ્ય રીતે બાધિત વસ્તુઓનું ચલાય તે દેશમાં હોય કે પદેશમાં હેય ફાવે ત્યાં હોય પણ સેવન કરતા જ નથી અને જેઓ ધર્મથી વિમુખ છે તેઓ તે દેશમાં હશે તે એ કરશે અને પરદેશમાં હશે તે એ કરશે માટે તે બિના પરદેરાગમનની આડે લાવવી એ તદ્દન અયોગ્ય છે. યુરોપમાં વેજીટેરીઅનનો ઘણો ભાગ આપણા સંસર્ગથી વધતો જાય છે અને ભવિષ્યમાં વધશે એ નિઃશંક અને નિર્વિવાદ છે. માટે તેથી તે આપણે ખુશ થવા જેવું છે.
નગરશેઠ કસ્તુરભાઈએ પોતાના કુટુંબમ, વિલાયત તરફ પ્રયાણ કર્યું છે તેની તરફ અમે ઘણું માનની નજરથી જોઈએ છીએ અને તે વિશેષે કરીને તેટલાજ માટે કે તેઓ આપણું કોમના છત્ર તુલ્ય છે અને જયારે તેઓશ્રીએ વિલાયત જવાનું પગરણ કર્યું છે એટલે હવે પરદેશગમન નહીં કરવું એ વિચારનું તો મૂળ આપણી કોમમાંથી હમેશને માટે નિરમૂળ થઈ જશે અને જે ઉત્સાહી બંધુઓ દુરકળા માટે, વેપાર વણજની ખીલવણી વિગેરે માટે પરદેશગમન કરવાના ઈરાદે રાખતા હશે તેમને દરેકને હવે તક મળશે ( એ જોઈ. કેને આનંદ નહિ થતો હોય છે તેમના વિદાયગીરીના માનમાં અત્રેના ઓશવાળ શતિના સમસ્ત શેડીઆ તરફથી તેમજ બીજા કેટલાક લાગતા વળગતાઓ તરફથી તેમના પ્રત્યે પ્રેમની લાગણીથી અને તેઓની મુસાફરીની સફળ ઈચ્છવા મુબારકબાદી આપવા એક ઇવનીંગ પાર્ટી આપવામાં આવી હતી. તેમજ મુંબઈમાં પણ તેઓશ્રીના લાગતા વળગતાઓ તેમજ આપણી કોમના કેટલાક નેતાઓ તરફથી પણ તેમની મુસાફરીની સફળ ઈચ્છવા એક મીટીંગ મળી હતી. અમે પણ તેઓશ્રીની મુસાફરી સુખશાંતિ ને સલાહ ભરી નીવડે એવું ઇચ્છીએ છીએ. અને શેઠશ્રીએ મેળવેલ તે દેશને અનુભવ આપણી જૈનોમની આર્થિક, નૈતિક, અને સામાજીક સુધારણની વૃદ્ધિ કરવામાં મદદગાર થાઓ એમ ઇચ્છીએ છીએ !
સત્યાહી.
Page #30
--------------------------------------------------------------------------
________________
બુદ્ધિપ્રભા
Hવ્યન.
એક દુ:ખી બાળકનું મૃત્યુ શયન,
(લેખક મી. હરિ.) હે શાન્તી મધુર મીઠી શું રહી છે. પ્રકાશી, જાણે આખી રાણી બધી આ ઘોર નિદ્રામાં સુતી. ભાનુ જ્યોતી નભ ભણું ! ધીમી ધીમી પ્રકાશે, લીલા પીળા રંગ બેરંગી તે જ તેના જણાયે. એવી વેળા ભર નિંદ્રામાં બાળ પેલું જણાય, પાસે બેઠી શાક ભરેલી લલનાઓ જણાય. નહિ બે કોઈ જન ત્યાં સર્વ શાંતિ રહી છે, જાણે બેઠા નિર્જન વનમાં પાસ કોઈ નહિ છે. નારીમાં છે એક લલના માત તે બાળીરે; નયનમાંથી અશ્રુ ધ જાય છે ચાલતું રે. નહી જણાય પુરૂષ વર્ગ આટલી માંદગીમાં, શું કરે ત્યાં એકલી નારી અશ્રુ કાઢયાં વિના વા?
બાળક સુત છે ભુલી સર્વ જંજાળ, ન બોલે ન ચાલે કરે સૌકો પંપાળ. રૂધિર માંસ ન જણાય છે શું?
વધુ હાડપીંજર થયું હાય! પેલું? બિચારી શકના ભરિ અશ્રુ ખાળી ના રહે, ક્ષણે રતાં ક્ષણે રતાં વસ્ત્ર ભીનું થઈ રહે !
ચિંતા તજીને માતા ઉઠે છે, સુશ્રુષા મા બાળની કરે છે; નથી પાસ કેડી ઔષધી માટે,
ગરીબી અવસ્થા હવે ખૂબ સાલે ! પ્રણ દિને વહ્યા છે હા ! ગરીબી માંદગીનારે, હજુ સારૂ થયું છે ના બીચારા બાળ પેલાને, સૌ કોઈ મુખે બેલે, “હવે સારું નહિ થાશે,” વચન તે સાંભળી ભાના હૃદયમાં જવાળા પ્રકાશે. જઈ બેઠી અરે! એકાન્ત હૃદયને મેળું કરવા, હૃદય ને મન તણા ઉભરા થયા છે ત્યાં હવે ટાલા.
અરર! બાપુડાં, બાળુડાં હવે, જનનીને ચુકી, ક્યાં તુર જશે ?
Page #31
--------------------------------------------------------------------------
________________
કાવ્યનું જ.
નહિ થતો હુંથી જરા તું વેગળે, અરર હાય ! તું, જતો હવે રો? બાળુડાં અહહા! પ્રેમ છેડીને, માતને તછ કયાં હવે જશે? હરિ કૃપાળુ તે શાને એ દીધો? વાંક મુજ શું તેં હરી લીધો? હું નિર્ધની તણું એ ધન જાય, યમ કરી છવાય, સુષ્ટીમાં હવે ? પ્રાણ મારા જીવન તે હતા, તે વિના વિભુ મુજ દેહ ના રહ્યા? મધુર ફુલડાં ! તું મિત્ર જાય છે, કદી નહિ હવે તે સીંચશે તને? વિસરી શે જવું હાય! બાપલા,
મુજ હૃદય તણી તુંહતી આશા?” કહીને હું મુ બિચારી બાળ માતાએ, અખંડ અબુ વડે ચાલે, નયનમાં પૂર જોસેરે. સી ઉઠયાં ગયાં વેરાઈ રહી તે માત એકલી, બિચારા બાળનો હાવાં પ્રભુ વિણું કોણ છે બેલી? સહજ નયન ઉધાડે બાળ માતા સમાપે. ટગર ટગર જુવે કાંઈ મુખે ન બોલે, કરી ચિન કાંઈ હાથે માતને તે જણાવે, મુજ જીવ હવે જાશે, મુકી પીંજર તું પાસે ? નહિ નહિ હા! ધરતી, ભાત મહારે તું શોક, સૈ નિર્યું છે જવાને, કાબે અબુ ન થકરહી સ્વર્ગ વિશે શું વાટ હાર મા જેવું, હળી મળી હૈ આપણું પ્રેમમય ત્યાં રહીશું?” ફરી નયન મચે છે બાળ તે ઘેનમાર, હદય ન શોક માટે ભાત મુઝાઈ મરે છે, નગર તણું ઘડીમાં ટકોરે એક વાગે છે, સમય છે રાવીને ભયાનક ઘર ભાસે છે. પનુના પ્રેમમય પાદે નમીને બાળ છે બેઠા, મુખ તણા શ્વાસ વાટેથી જીવ હા ! બાળને ચાલ્યા ! સુંદરી શીશ કરી બેઠી કપાંત કરવા, નહિ જન કે પાસે નરને શાન્ત કરવા?
Page #32
--------------------------------------------------------------------------
________________
બુદ્ધિપ્રભા
કવાલીને પ્રજ.”
(લેખક-રતનલાલ નાગરદાસ, વક્તા બોરસદ)
ગઝલ, મુસાફર તું કરે મસ્તી, કહે કયાં શાંત પડવાને? ઉકેલી બધી બાજી, નથી શું? બંધ કરવાને? સમુદે બહુ મથન કરતા, હજુ પણ માલ ભરવાને? બધે સેદે ખપાવીને, ફરી કહે માં ઉતરવાને? ભાયિક પ્રેમને છેડી, વિભુના સમ થાવાને? અગર મરતી અધુરીમાં, તે શું તેમ રહેવાને? નથી થાક નથી બેઠે, હજુ ક્યાં ક્યાં તું જવાને? કરી છે કેટલા અંક, અદા શું? ખેલ થાવાને? કસીને કેડ બાંધી લે, કઈ કર્મો ખપાવાને? સૂરી સંધમ સાધી લે, અમલ માલ લેવાને.
-- ~ના વાર.”
(શિખરિણી). નું ટાળ્યું વિધીએ, રસભર દઈ પાત્ર મુજને, ટળ્યું એષ્ટથીએ, અમૃત, ધુંટડા રહેજ ભરતે; નવું એ વિષે જરીય નવ ગરીબને, સખા! પ્રેમી! હાલા! પ્રિયતમ ! મને માફ કરજે ! નથી હારે માટે પ્રણય સરિતે સ્નાન કરવાં, નથી વ્હારે માટે ઉરઉર મળી ઐક્ય બનવા; નથી મહારે માટે જીવન રસ નિ જગદીશે, સખા! પ્રેમી! વ્હાલા ? પ્રિયતમ મને માફ કરજે ! શુભેચ્છા હારી હું સમજુ મુજ માટે ઉછળતી, દયાની છેએ હદય મુજ માટે ઉપડતી; તુફાને પતિના જીગર તુજ : પ્રબળને, સખા! પ્રેમી! મહારા! પ્રિયતમ મને માફ કરજે. અજાણ્યું હું થી ના, જખમ તુજને કારી પડશે, નિરાશામાં હારું જીવન સધળું બળે વહશે!
છે.
Page #33
--------------------------------------------------------------------------
________________
કાવ્યપુજ.
થી ખાર આખું, જગત નીરસને શુન્ય તુજને સખા! વ્હાલા ! પ્રેમી ! પ્રિય ! પ્રિય ! મ્હને માય કરજે. નકી શબ્દો મ્હારા જીગર કુમળુ તુજ ચીરો ! અરે ! શબ્દો ખુની મરણુ વા અન્તુજ કરશે ! પ્રીતિનું પંખિડું પ્રણયહીન દેશે પ્રજળશે ! અભાગી જે માટે, પ્રિયતમ ! મને માફ કરજે. પ્રીતિ કાર્યં હારી વિમલ પ્રીતડી સ્પષ્ટ દીસતી, ઘડી દે, નેત્ર, અવયવ દરેક ટપકતી; હું માટે હોમ્યું હૈ, સુખ સહુ સખે તુચ્છ ગણીને ! અરે ! વ્હાલા ! મ્હારા ! પ્રિયતમ ! મને માફ કરજે મમાગી હુ ક્યાંથી ! હૃદય ધરવાને મળી ગઇ, સરીતા પ્રીતિની રણુમહી વહી કમાં ઉલટથી ? સુકાયેલે હૈયે, જળ સહુ ામી ધૂળ ઉડી, સખા! પ્રેમી! વ્હાલા ! પ્રિયતમ ! મને મા કરજે.
અરે નિર્માયું આ કમનસીબ મ્હારા નસિમાં ! ઉંડી આશા હારી, વિકળ કરીને ધાવ કરવા ! અરે ! પાપી મ્હારા કર, તલ એ કાન્ત કરશે! સખા ! પ્રેમી ! વ્હાલા! પ્રિયતમ ! મને માફ કરજે. દિમાં છે વિશ્વેશે રૂદન કરવા નિત્ય મુજને ! પ્રભુની પ્રચ્છા તે ઉર, વજ્ર થવા યત્ન કરરો વિધિએ નિમ્મેના હસવું ડિનભાગી સખા ! વ્હાલા ! પ્રિયતમ, મને માફ મને દેરી નવા પ્રય પથમાં, યત્ન સજજે, નહિ મ્હારાં કાદી' પતિત પલાં ત્યાંજ પડશે; પ્રભુએ નિમઁલા નિયમ વશ આખુ જગત છે, અને તેથી વ્હાલા ! પ્રિયતમ મને મા કરજે.
હૃદયને !
કરજે !
દશા વિશ્વે મ્હારી વિપરીત બની છે પ્રધ્યુમને, હદે આળગીએ હૃદય ડગલું નાજ ભરશે; વિધિના નિર્દેલા વિક્ટ પથ માંહે ગતિ થશે, ન ટુટ ુથીએ ! પ્રિયતમ મને માક્ કરજે ! મનુષ્યા વિષે શું! કરી જરી શકે આત્મબળથી ! વિધિ ચાવી આપે જન તણી થતી તેમજ ગતિ ! કુ, નાચે, ખેસે, પરવશ બધાં છેજ પુતળાં, રડી માચુ વ્હાલા ! પ્રિયતમ મને માર્કરને !.
------
*
૧૦
૧૧
६७
૧ર
Page #34
--------------------------------------------------------------------------
________________
૬૮
બુલિબાબા.
ભવે આ હેજે તું, સુખકર પડે જેમ તુજને, સુખેથી હેવું એ પરમ પ્રભુ સેવા વિદિત છે, કટુ થાશે આખું જગત કડવું ઝેર બનશે, વિના ઇછી હારી, પ્રિયતમ ! મને માફ કરજે ! ત્યનું હારે માટે સકળ ઉપભેગે જગતના– ઉલેચું હાથે હું ઉદધિ જળ કાળા અસિમ હાં ! પરંતુ તેથી શું? તુજ શુભ સખે લેશ બનશે? અરે યારા પ્રેમી! પ્રિયતમ ! મને માફ કરજે. ૧૪ અહે! આવી આગે, હદય તુજ શું તુચ્છ ગણશે? સખે શ્રદ્ધા હારી અવર ભવ માંહે અમર છે. વિના એ આશાના ! જગત દવમાં આશ્રય બીજે, ગ્રહી એ આશા તે પ્રિયતમ મને માફ કરજે.
૧૫ નિરાશા
मासिक समालोचना. (લેખક–એક જૈન મુનિ.)
ધનવંતરી ધન્વન્તરિ વૈધની પેઠે વિશ્વમાં આરોગ્યતાના વિચારે અને આચારને દર્શાવનાર અને તેથી સુશોભિત ધન્વન્તરિ માસિક છે. જૈન ધર્મના આચારોમાં નૈસર્ગિક આરોગ્યતાના હેતુઓ સમાયેલા છે એમ ધન્વન્તરિ માયિકે સામાન્ય લેખો વડે જાહેર કર્યું છે.
વધેપચાર વિના નસકિજીવન ગાળવાથી અનેક રોગો ઉતા નથી એમ વિજય ડિ. ડિમવાધ વગાડીને ધન્વન્તરિએ આર્યોને જણાવ્યું છે. અનેક પ્રકારના રોગ થવાના હેતુઓને પ્રદર્શિત કરીને જનસમાજને રોગના ન થવાય એવા નિરામય નૈસર્ગિક ઉપાય જણાવીને જનસમાજની સેવામાં ધન્વન્તરિ માસિકે પ્રશસ્ય લાભ આપે છે. શારીરિક પુષ્ટિનું પિષક અને રેગરૂપ ગંદકીનું શોષક ખરેખર ધન્વન્તરિ માસિક સૂવૅપ્રભાની પેઠે વિચાર પભાને ધારણ કરી જગતના શારીરિક હિતમાં પટ્ટા થયું છે. ધન્વન્તરિ માસિકે બાલ્યાવસ્થાથી મનુષ્યની શારીરિક નિરામય સ્થિતિ સંરક્ષાઈ રહે એવા લેખ લખીને પિતાની ઉત્તમતા જાળવી રાખી છે. ધન્વન્તરિ માસિકે સર્ગિક જીવન ગાળવાના ઉપાયો દર્શાવવામાં ગુર્જ. રત્રા ભૂમિમાં પહેલ કરી છે એમ અપેક્ષાએ કથવામાં આવે છે તેમાં અતિશયોક્તિ નથી. ધન્વન્તરિ માસિક આ પ્રમાણે પ્રાચીન વૈદક શાળાના પ્રશસ્ય નિરવઘ રોગ નાશક ઉપચારાને પ્રકાશ કરીને જગતમાં આદભૂત માસિક બને એવી આશા છે. વેદક શાસ્ત્રાદિ સાર ગ્રાહક મુક્ષુ દષ્ટિએ પ્રશંસકે, વાચકે અને શ્રોતાઓના હૃદયને આનન સંતોષ આપે એવા સુવિચારોથી ધન્વન્તરિ માસિક અલંકૃત થઈને ભવિષ્યની આર્ય પ્રજાની ઉન્નતિમાં સુલાભ આપે એવું કરવામાં આવે છે.
Page #35
--------------------------------------------------------------------------
________________
સુચના માસિકમાં આવતા જુદી જુદી સહીઓવાળા સધળા લેખા સાથે અમે સંમત છીએ. અગર એ વિચારે અમારા છે એમ માનવું નહિ. લેખક પોતે તેના વિચારોને માટે જવાબદાર છે.
જે લેખક મહાશાએ ગત એક વખતે તથા આ અંકમાં પ્રગટ કરવાને અમને લેખા મોકલ્યા છે. પરંતુ સ્થળ સકિાચને લેખને અમે તે સર્વ પ્રસિદ્ધ કરી શકયા નથી. ધીમે ધીમે તેને પ્રગટ કરીશું
બાડીંગ પ્રકરણ. - ૧૫-૦-૦ શા. કેશવલાલ રીપભદાસ છે. ધનજી જગમલ.
૧-૦-૦ ભાડ''ગના એક હિતેચ્છુ તરફથી ૬ ૦ ૦-૦-૦ શ્રી મુંબઈના માતીના કાંટાના ટ્રસ્ટીઓ તરફથી ૯. રોડ હીરાચંદ ભાઈ નેમચંદ્ર
ભાઈ બા. દરમાસે કાયમ રૂ. ૧૫.૦) બાર્ડીંગને મદદના આપવાના કહેલા તે મુજબ ભાસ. હ, ઝવેરી વાડીલાલ વખતચક્રને ત્યાંથી આવેલા તે.
૬૧૬-૦-૦
બાડીંગને માસિક મદદ. ૨-૦-૦ શેઠ કાળીદાસ ઉમાભાઈ બા. બે માસના. ૭-૦-૦ શા. પ્રેમચંદ કેવળદાસ બા. ભાસ ત્રાણુના. ૧-૦-૦ શા દલસુખભાઈ છોટાલાલ મા. મુંકે માસના.
૬-૦-૦
કપડાં. રા, રા. અત્રેના ઝવેરી કેસરિસ"ગ વાડીલાલ તરફથી બેઠf"ગના દશ ગરીબ વિદ્યાર્થ' આને કીંમત આકારે . ૩૦) ના કાટ કરાવવામાં આ ગ્યા છે તેમજ ટોપીઓ અપાવવામાં આવી છે. હ, ઝવેરી બુધાલાલ.
બદારણ્ય
આમંત્રણ. - ચાલુ વર્ષમાં આ માસિકમાં સર્વોત્તમ વિષયે આપવા હમેં નિશ્ચય કર્યો છે. ઈંચ વિષયના લેખે તથા સુલલિત સાધપ્રદ કાવ્ય લખી મોકલવા લેખકે અને લેખક ભગીનીઓને ખાસ આમંત્રણ કરવામાં આવે છે. મોટા પ્રમાણમાં લખા આવે છે, માટે તારીખ પહેલી રj*દર લેખે મળે તેમ મોકલવા ભલામણું છે. કારણ માસિક હવેથી નિયમિત પ્રકટ કરવાનો દ્રઢ સંક૯પ છે,
Page #36
--------------------------------------------------------------------------
________________ છપાય છે ! દીવ્યજ્ઞાન સંગ્રહ ! છપાય છે ! ! શ્રી દેવચંદજીની ચોવીસી * શ્રી દેવચંદજીનું’ નામ જૈન આલમને એટલું પરિચિત છે કે તેમના સંબંધમાં વિશેષ લખવાની જરૂર નથી. તે 18 મા સૈકાની આખમાં વિધમાન હતા, અને તેમણે લખેલા રાજ્યમાં હાલમાં એ સંસકૃત ગ્રન્થ તથા 10-12 ગુજરાતી ગદ્ય તથા પઘના લખાણો મળી આવે છે. તેઓશ્રીના ગુજરાતી ભાષાપરા કાબુ એવા અસાધારણ હતા અને તેમનું ધર્ડ દ્રશ્ય તથા અધ્યાત્મવિદ્યા સંબંધીનું જ્ઞાન એટલું વિશાળ અને ઉંડું હતું કે તેમણે લખેલી | વર્તમાન તીર્થકરાની ચાવીસી, તથા અતીત તીર્થ કરાની ચાવીસી, તથા મહાવિદેહ ક્ષેત્રમાં બીરાજતા વીશ વિહરમાન તીર્થકરોની વીર( લેાકાનું ધ્યાન ખેંચી રહી છે. આ ચાવીસીએ તથા વીસીઓમાં ભક્તિભાવ, જ્ઞાન, દ્રવ્યાનુયેાગ, હૃદયના ઉદ્ગાર વગેરે અનેક બાબતે સમાયેલી હોવાથી અમે વર્તમાન છન ચાવીસી જનસમાજ આગળ સંરતી કિંમતે મૂકવા કિંચિત ધાર્યું છે. વળી ચાવીસીમાં કેટલીક ગહન બાબતો આવે છે, તે સામાન્ય જેના સમજી રાકે નહિ તેથી તે પર રચેલી ગુજરાતી ટીકા પણ સાથે આપેલી છે. જે તેમણે પોતેજ જનહિતાર્થે રચેલી છે. તે ટીકા મૂળના આરાયને બહુજ સારી રીતે સમજાવે છે. આ પુસતકનાં લગભગ Ëાયલ 32 પેજીનાં 500 ઉપરાંત પૂર્ણ થશે અને તે છતાં આવા ઉત્તમ પ્રકારના જ્ઞાનતા જૈન સમાજમાં ફેલાવો થાય એવા ઉચ્ચ હેતુથી તેની કિંમત માત્ર નામની 0-6-0 રાખી છે, જેથી દરેક જૈન, અમને આશા છે કે, આવું પુસ્તક ખરીદી શ્રી દેવચદ્રજી મેહારાજની વાણીનો લાભ લેશે અને ભક્તિ સાથે જ્ઞાન પ્રાપ્ત કરી પાતાના આ ભાનું કલ્યાણ કરી રાકરો. 'પુસ્તક મંગાવનારે પિતાનું નામ ઠેકાણું તથા મત વિગેરે લખી જણાવવું. તાગાર, ઉં,અમદાવાદ તા. 18-3-14 } શકરલાલ ડાહ્યાભાઈ કાપડીઆ. ભેટ આપવાની છે. 2. રા, શેઠ જગાભાઈ દલપતભાઈ બી. એ. તરફથી ' જૈન ધમૅની પ્રાચીન અને અaોચીને સ્થિતિ " નામના પુસ્તકની 300 નકલો, દરેક જૈન લાયબ્રેરી, જૈનશાળા તથા પૂજ્ય મૃનિ મહારાજેતે પેાતાના ટપાલ ખર્ચથી શૈટ આપવા માટે અમને મળી છે. માટે જેમને જોઈએ? તેઓએ નીચેના સ્થળેથી પેસ્ટ કાર્ડ લખી મંગાવી લેવી. હવે ફક્ત જુજ નકલે બાકી રહી છે. ભૃવસ્થાપક * બુદ્ધિમભા. ઠે. નાગારીસરાહ–અમઢાવી