________________
બુદ્ધિપ્રભા
ક
૧
*"
મસળી નાંખનાર ને પિતાની મૂછને હમેશાં ટાઈટ રાખનાર ઘણએ આ સ્મશાનમાં ગળાઈ બળી ગયા છે તે હું ને તમે તે શા બિસાતમાં? જે રૂપની આગમાં પુષ્કળ બળ્યા છે, સંદર્ય તરંગમાં વિપુલ રાવણવંસ તણાઇ ગયો છે, જે લાવય રજુમાં જુદીયસુ સીઝરને બંધાવું પડયું હતું, જે પવિત્ર સૈકુમાર્યથી પાપી હૃદયમાં કાલાનલ બન્યું હતું. તે સુંદરી દેવી વિલાસવતી, તે અનિર્વચનીયા આ માટીમાં મળી ગઈ છે. બળી ગઈ છે તે તમે ને હું તે શા હીસાબમાં કેટલા દહાડાને માટે આ સંસાર છે ? કેટલા દિવસને માટે આ છવિત છે? છવીત, તે આ નદિપટમાંના જળ બિંબની પેઠે છે. હવામાં મળી જાય છે. પુનઃ કેટી મને પણ દષ્ટિગોચર નહિ જ થવાનું. આજે અહંકારમાં મસ્ત થઈ એક માણસ પોતાના ભાઇને પગ નીચે છુંદે છે, પરંતુ કાલે એવો દિવસ આવશે કે તેને શિયાળ, કુતરાંના પગ નીચે છુંદવામાં આવ્યા છતાં પણ કોઈ છોડાવવા જશે નહિ. ત્યારે શામાટે અહંકારી થાઓ છે ? શા માટે છળ પ્રપંચ ને દગા ફટકા આચરે છે? શા માટે દુષ્ટ વિષયવાસનાના પાસમાં જકડાવ છે? અહા ! આ વૈદ રાજલોકમાં–આ અનંત વિશ્વમાં હું તે કોણ? આ માટીના પુતળામાં અહંકાર શોભતે નથી. તેથી જ કહું છું કે આ સ્થળે આવ્યાથી સર્વ અહંકાર-વિધાન, શેઠાઈને, ધનનો, શક્તિને કે રૂપને, સર્વ અહંકારના યુરા થઈ જાય છે. માટે જ આ સ્થળ ઉપદેશક છે, પવિત્ર છે, શાંત છે.
વળી સ્વાર્થપરાયચ્છતા અહીંની માટીથી પણ તુચ્છ છે એવો સ્મશાન ભૂમિને સત્ય ઉપદેશ છે. સામે અસીમ પાણું અનંત પ્રવાહમાં પ્રવાહીત થાય છે. પગ નીચે વિપુલ ધરિત્રી પડેલી છે. માથા ઉપર અનંત આકાશ ફેલાવેલું છે. તેમાં અસંખ્ય સૌરમંડળ–સંખ્યાબંધ ધૂમકેતુ, નાચતા ફરે છે. અંદર અનત દુઃખ શાંતિસાગર પ્રમાણે ફરે છે. જે તરફ નજરે ફેંકીએ તે તરફ અનંત-હું કેટલો નાનો છું? કેટલે સામાન્ય છું? આ શૂદ્રને માટે કેટલાં પાપ ? કેટલે પત્ન-કેટલી ગડબડ ? વિષય તે કેન્દ્ર કે કેન્દ્ર કરીને જે જીવન ગયું છે તે જીવનનું વળી મહતપણું કયાં? !! એક એક માણસ લઇનજ મનુષ્ય જાતિ ઉત્પન્ન થઇ છે, પરંતુ જાતિ માત્રજ મહત્વ છે. ટીપુ ટીપુ પાણી લઈને સમુદ્ર–કણ કણ વરાળ લઈ મેષ કણ કણું રેતી લઈ ભરૂભૂમિ-નાના નાના નક્ષત્રાને આ છાયા પથ પરમાણુ પરમા ણથીજ આ અનંત વિશ્વ થયું છે. એકતાજ મહત્વ છે, મનુષ્ય જાતિ મહત છે, મહત્ કાર્યમાં આત્મસમર્પણ કરવું એજ મહત્વ છે. અવશ્ય મનુષ્યની પેઠે મનુષ્ય જાતિને પણ ના છે એવું પ્રમાણ મળે છે કે ધણક પ્રાચીન જાતી પૃથ્વીમાંથી લુપ્ત થઈ છે તે ઘણૂક નવી ઉત્પન્ન થઇ છે તે પણ જાણે અમરપટ લાવ્યા હોય તે પ્રમાણે અહંકાર-સ્વાર્થપરા પણુતામાં પડેલો મનુષ્ય ધર્મમાં પ્રવત થતું નથી એ આશ્ચર્ય છે.
અહીં આવ્યાથી સર્વ વસ્તુની સમાધિ થાય છે. સારૂ, નર, સત-અસત, સર્વ આ રસ્તાથી સંસારને છોડી જાય છે. આ સુખની જગ્યા છે–અહીં સુવાથી શેક તાપ જાય છે, જવાલા ત્રણ સર્વ જાતનું દુઃખ-આધ્યાત્મિક, આધિભૌતિક, અધિદૈષિત, સર્વ દુઃખ દુર થાય છે. માટે જ આ સ્થળ સુખનું તેમજ દુખનું છે. અહિં જે આગ બળે છે તે આખા જન્મમાં હોતી નથી. તેમાં સૌદર્ય બળે છે, પ્રેમ સળગે છે, અરળતા–કોમળતા ભસ્મિભૂત થાય છે, પવિત્રતા પ્રજળે છે, અને બળવા જેવું નથી તે પણ બળી ખાખ થાય છે અને તેની જોડે બીજાની આશા-સાહ-પ્રફુલ્લતા-સુખ-ઉચ્ચાભિલાષ-માયા સર્વ લુપ્ત થાય છે.