SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ વૈરાગ્ય ભાવના. ૪૫ tષ લાગે છે તેની મનમાં દાઝ રાખે છે અને દેશને નાશ થાય એવી કાળજી રાખે છે તે મનુષ્ય આરાધક છે. ધર્માનુષ્ઠાન સેવનાર શ્રીવીતરાગ દેવની આનાનો વિચાર કરીને પરમાં પડતું નથી અર્થાત પારકી પંચાત, ઝઘડા, ટંટા, બખેડા, નિન્દા, પારકાં મર્મ ખોલવાં વગેરે દોને સેવ નથી અને આત્માના ગુણેનો ઉપગ રાખીને ધર્મદિયામાં પ્રવૃત્ત થાય છે તે મનુષ્ય ધર્મની ક્રિયાનો આધક અવબેધ. ધર્માનુકાનો સેવનારાઓએ કોઇની નિન્દા ન કરવી જોઈએ, તેમજ પોતાની બડાઈ ન કરવી જોઈએ. “ક્રિયાનું અઝરણુ નિદા” એ કહેવતના સારને હદયમાં ધારણ કરવું જોઈએ. ધર્માનુષ્ઠાનવડે આત્મહિત કરવું જોઈએ, જે અનુષ્ઠાને કરતાં હિંસા, જૂઠ, અસ્તેય, મિથુન, વિશ્વાસઘાત, પ્રપંચ, દગોફટકા, ધૂર્તતા, પરછાને દાખવવા વગેરે દે થતાંજ વારવા જોઈએ. દેવ, ગુરૂ અને ધર્મનાં વ્યાવહારિક ધર્માનુધાને એકાગ્રચિત્ત-પ્રેમ-ભક્તિ અને ઉત્સાહ અને વિધિ પ્રમાણે કરવાં જોઈએ. ધર્માનું પાનામાં જે ગળીયા બળદ જેવા થઈ ગયા હોય છે તેઓ ધર્માનુષ્ઠાનમાં પ્રવૃત્તિ કરતા નથી. તેઓ આત્માની ઉચ્ચ દક્ષા કરવાને સમર્થ થતા નથી. વ્યાવહારિક ધર્મદષ્ટિએ અને આ યાત્મિક ધર્મદષ્ટિએ જે ધર્માનુષ્ઠાને સેવવાં ઘટે તે વિવેકપુરસ્ફરજ કરવા માટે શ્રી મણિચંદ્રજી મહારાજે અનુષ્ઠાનોનું સ્વરૂપ દર્શાવ્યું છે તેને ભાવ વિચાર કરીને યોગ્ય અનુ ડાને સેવવાં જોઇએ. वैराग्य भावना. સ્મશાન ! ભયંકર, શાંત, ગમગીન, ઉદાસિન, ધેર સ્થળ! અનેક નેત્રોમાંથી નીકળતા ઉષ્ણ વારીથી ભિજાયેલ જગ્ય! અનેક જનેને સંસારની અસારતા જણાવી વૈરામવાળા કરનાર શાંત સ્થળ! તારું ચિત્ર સંપૂર્ણપણે શી રીતે ચિત્રી શકું? અહીં આવ્યાથી બધા એક સરખા થઈ જાય છે. રાય-રંક, પંડિત-મુખે, સુંદરકપ, મોટા-નાના, બ્રાહ્મણ-દ્ર, બાલ-વૃદ્ધ, અંગ્રેજનુજરાતી, અહીં એક સરખા જ છે. નસકઅનૈસર્ગિક અહિંતરહિત થાય છે. ગમે તે શાક્ય સિંહ કહે કે શંકરાચાર્ય કહે, ઈસુ ખ્રિસ્ત કહે કે સો કહે, રાજારામ મોહનરાય કહે, આધ્યાત્મિક મસ્ત વૈરાગી કહો કે પ્રબળ ચક્રવર્તી કહે પણ એવું શાંતિસામ, સ્થાપનાર બીજ આ પૃથ્વી પર નથી જ. આ ખજારમાં સર્વની એકજ કિંમત છે. અતિ મહત અને અતિ શુદ્ર, મહાકવિ કાલિદાસ ને આજના કવિશ્વરમાં ખપાતા બે ખામના કવિશ્વર અહીં એક જ કિંમતે વેચાય છે ને તેથી જ આ સ્થળ અર્થભાવ પૂર્ણ છે. ઉપદેશક-પવિત્ર છે. અહીં બેસીને જરા વિચાર કરવાથી મનુષ્ય મહત્વનું અસારપણું સમજાય છે, અહંકારના ચુરા થાય છે, સ્વાભિમાન સંચીત થાય છે, વાર્યપરાયણતાની નીચતા જોઈ શકાય છે. સંસારની બાહ્ય વસ્તુની ને પામર માત્રની અનિશ્ચલતા પૂર્ણપણે અનુભવાય છે. ગમે તો આજે હે–દથ દીવસ પછી હે કે ત્યાર પછી હે, પનુ સર્વને આવીને આ સ્મશાનની માટી થવું જ પડશે. અતુલ–વીવાન-અહંકારમાં ત્રણ ભુવનને તણવત્ લેખવનાર પણું આ માટીમાં મળી ગયા છે. લક્ષાવિધિ તત્વવેત્તા, ને સમરાંગણના કેસરિ-હા આ માટીમાં મળી ગયા છે. પૈસાને
SR No.522062
Book TitleBuddhiprabha 1914 05 SrNo 02
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1914
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size958 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy