SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ બુદ્ધિપ્રભા, કર્ણનુગ અથવા ક્રિયાકાંડમાં પ્રવર્તનાર માસે જેમ પિતાને મેગ્ય લાગે તેમ વર્તન કરવામાં બીજા કોઇ વિન નાખે અને તેથી પિતાને દુઃખ થાય તેમજ બીજાના પ્રવર્તનમાં પતે આડ, આવવાથી તેમને દુઃખ થશે, એમ માની પ્રવૃત્તિ કરે, તે જગતના લગભગ અડધે અડધ કજીઆઓને અને ખુને મરકીને નાશ થાય, પણ તેમ મનેત્તિ ન રાખતાં પોતે કરે છે તે જ સત્ય અને ભગવાન કે ખુદાના ફરમાન પ્રમાણે છે અને બીજાઓ કરે છે તે અજ્ઞાની અને ખુદાના કિંવા ઈશ્વરની કે આગમની આજ્ઞાથી વિરૂદ્ધ ચાલનાર ગણાય છે. આ ક્રિયાઓને લઇને જુદા જુદા ધર્મવાળા તકરારો અને લડાઇઓ કરે છે, એટલુંજ નહિ. પણ એક ધર્મને માનનારાઓમાં પણું બિન નિન મને થઈ તેની શાખા પ્રશાખાઓ થઈ જગતમાં મનુષ્યો કુસંપનું બીજ રોપી બેઠા છે. ઇસુબ્રીસ્ત ( કાઈસ્ટ)ને માનનારા ક્રિશ્ચિયને અને બુદ્ધ ભગવાનની આજ્ઞા પાળનાર બામાં પણુ આવી ક્રિયાની ભાંજગડમાં અનેક મતે નીકળ્યા છે. આર્યાવર્ત તો આવા ક્રિયાના ભેદથી લગભગ નાશ પામવાની સ્થિતિ પર છે. આ દેથી જૈન ધર્મ કઈ મુક્ત નથી. ભગવાન નિમંથના પુત્રને અથવા મહાવીરને દેવાધિદેવ માનનાર અને તેની આજ્ઞાને શિરસાવધ ગણનાર જૈન ધર્મીઓ પણ આ ક્રિયાકાંડની મારામારીમાં છિન્ન ભિન્ન થઇ ગયા છે અને ભગવાન મહાવીરનું પદાર્થ વિજ્ઞાન મે કષ્ટ છતાં અને તેને ધર્મ માનનારને બીજા કરતાં વિશેષ સરલ પણે સુખની પ્રાપ્તિ થાય એવું સિદ્ધ થયેલું દતાં આ ક્રિયાકાંડના ઝગડામાં જેને અંદર અંદર લડ્યા કરે છે અને તેથી અન્ય ધર્મએને જેનધર્મ સમાવવા અને તેમને જેને બનાવવાનું કાર્ય કરી શકતા નથી. આ ક્રિયાકાંડના ઝગડા પ્રથમ સ્થળ વાત પરથી થાય છે અને પછી એવી સુક્ષ્મ વાતો પર લઈ જવામાં આવ્યા છે કે જ્યારે કોઇ અન્ય મતના વિદ્વાને આવી વાતો સાંભળે છે ત્યારે આપણી (જેનોની) મુખ ઉપર હસે છે. અને જ્યારે તેમને આપણું પદાર્થ વિજ્ઞાન જાણવામાં આવે છે ત્યારે આવા સંપૂર્ણ જ્ઞાનવાન ભગવાનની તથા આચાર્યોની, પ્રશંસા કરે છે. પોતે કરે છે તેજ ગચ્છની ક્રિયા સત્ય છે અને તેનાથી જ મુક્તિ પ્રાપ્ત થશે એવો દુરાગ્રહ કરે છે. જેમ મને મારી મરજી પ્રમાણે ક્રિયા કરવાનો અને વર્તવાને હક છે, તેમજ બીજાઓને પણ તે હક્ક છે, તે પછી મારાથી જુદી રીતે ક્રિયા કરનાર અગર માનનાર મારા ધર્મબંધુ ઉપર ગુસ્સે કે તિરસ્કાર કરવાથી મને દેવા લાગશે અને મારું ધારેલું થશે નહિ તેથી દૂર ધ્યાન થવાથી જ પાપન કરનાર થાઉં છું એમ સમજી વર્તવાની જરૂર છે. દયાથી આવા વિધાંને પેનાના, પિતાનાથી જુદી ક્રિયા કરનારને પિતાને જે સત્ય લાગ્યું હોય તે સમજાવી પોતે જે ધર્મ માનતા હોય તે ધર્મમાં લાવ યા તેને ખરો માર્ગ સમજાવે હેય તે જેમ પોતાના ભાઈને અથવા પુત્રને પ્રીતિપૂર્વક સમજ આપવાનું કરે તેમ વર્તવાનું કરવાથી આપણા ધર્મતી અને દેશની ઉન્નતિ થોડા વખતમાં થાય તેમ છે. આમ થવાને માટે પ્રથમ દરેક ધર્મનું પદાર્થ વિજ્ઞાન જાલ્સવાની જરૂર છે અને તે જાણ્યથી સમતા પ્રાપ્ત થતાં પોતાને તેમજ પારકે ઉદ્ધાર કરવાની માણસમાં શક્તિ આ વવા સંભવ છે.
SR No.522062
Book TitleBuddhiprabha 1914 05 SrNo 02
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1914
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size958 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy